કેવળજ્ઞાનનાં બીજડાં છે.
હયાતી અપેક્ષાએ એકપણું ને પરિણામોની અપેક્ષાએ અનેકપણું–એમ સત્માં એક–અનેકપણું પણ સાબિત કર્યું.
એ પ્રમાણે બે વાત સિદ્ધ કરી, તેનો વિસ્તાર કરીને હવે તેમાંથી ઉત્પાદ–વ્યય–ધુ્રવ કાઢે છે.
“જેમ તે પ્રદેશો પોતાના સ્થાનમાં સ્વ–રૂપથી ઉત્પન્ન ને પૂર્વરૂપથી વિનષ્ટ હોવાથી તથા સર્વત્ર (બધેય)
તેમ તે પરિણામો પોતાના અવસરમાં સ્વ–રૂપથી ઉત્પન્ન ને પૂર્વરૂપથી વિનષ્ટ હોવાથી તથા સર્વત્ર પરસ્પર
અનુસ્યૂતિથી રચાયેલા એકપ્રવાહપણા વડે અનુત્પન્ન–અવિનષ્ટ હોવાથી ઉત્પત્તિ–સંહાર–ધ્રૌવ્યાત્મક છે.”
પ્રશ્ન:– આ શું વિષય ચાલે છે?
ઉત્તર:– આ વસ્તુના સ્વભાવની વાત ચાલે છે. ઉત્પાદ–વ્યય–ધ્રુવરૂપ પરિણામ તે પદાર્થોનો સ્વભાવ છે,
કરી ગયા કે–દ્રવ્યની વૃત્તિ અનાદિઅનંત અખંડપણે એક હોવા છતાં, તેના પ્રવાહક્રમનો અંશ તે પરિણામ છે. તે
તે પરિણામો એકબીજામાં પ્રવર્તતા નથી પણ તેમનો એકબીજામાં અભાવ છે. તેમાંથી હવે વિસ્તાર કરીને ઉત્પાદ–
વ્યય–ધુ્રવ કાઢે છે. તેમાં પણ પહેલાંં ક્ષેત્રનું દ્રષ્ટાંત આપે છે.
પોતાપણે ઉત્પાદરૂપ છે ને પૂર્વના પ્રદેશની અપેક્ષાએ વ્યયરૂપ છે, એ રીતે બધાય પ્રદેશો ઉત્પાદવ્યયરૂપ છે ને સર્વ
પ્રદેશોનો વિસ્તાર સાથે લેતાં દ્રવ્યના પ્રદેશો ધુ્રવરૂપ છે. એ રીતે તે બધાય પ્રદેશો એક સમયમાં ઉત્પાદ–વ્યય–ધુ્રવરૂપ
છે. (અહીં પ્રદેશોનાં જે ઉત્પાદ–વ્યય–ધુ્રવ કહ્યા છે તે ક્ષેત્ર અપેક્ષાએ સમજવાં.) તેના દાખલે સમય સમયના
પરિણામોમાં પણ ઉત્પાદ–વ્યય–ધુ્રવપણું છે. અનાદિઅનંત એક પ્રવાહની અપેક્ષાએ પરિણામો ઉત્પત્તિ–વિનાશરહિત
ધુ્રવ છે, ને તે પરિણામો પોતપોતાના સ્વકાળમાં ઉત્પાદરૂપ છે તથા પૂર્વપરિણામ અપેક્ષાએ વ્યયરૂપ છે. એ રીતે
બધાય પરિણામો ઉત્પાદ–વ્યય–ધ્રુવરૂપ છે. ને એવા ઉત્પાદ–વ્યય–ધુ્રવરૂપ પરિણામો તે વસ્તુનો સ્વભાવ છે.
સ્વભાવની છે. પણ અહીં આત્માની મુખ્યતાથી વાત કરવામાં આવે છે.
અખંડ ધારાવાહી પ્રવાહ તરીકે તેઓ ઉત્પન્ન કે વિનષ્ટ નથી, એટલે તે પરિણામો ઉત્પાદ–વ્યય–ધુ્રવરૂપ છે.
બેસે તેવી નથી. આની પ્રતીતમાં સમ્યગ્દર્શન છે, ને ચોસઠ પોરી પીપર ઘૂંટાતી હોય તેમ, આના ઘૂંટણમાં એકલી
વીતરાગતા જ ઘૂંટાય છે. અહો! અદ્ભુત વાત મૂકી છે.