Atmadharma magazine - Ank 089
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 43

background image
ફાગણ : ૨૪૭૭ : ૮૭ :
ઝીલતી ભગવાનની મૂદ્રા ઉપશમરસથી રેલાઈ રહે છે... એ પાવનકારી ભવ્યમુદ્રાના દર્શનથી દૂરદૂરના
યાત્રાળુજનો પોતાને કૃતકૃત્ય માને છે. ખરેખર––
‘જેની મુદ્રા જોતાં આત્મસ્વરૂપ લખાય છે રે, જેની ભક્તિથી ચારિત્ર વિમળતા થાય... એવા
ચૈતન્યમૂર્તિપ્રભુજી અહો! અમ આંગણે રે.’
ભગવાનની પ્રતિષ્ઠા બાદ રાજકોટના મુમુક્ષુસંઘે પૂ. ગુરુદેવશ્રીને રાજકોટ પધારવાની વિનંતિ કરેલ ત્યારે
પૂ. ગુરુદેવશ્રીએ કહેલ કે ‘આ વર્ષે તો વિહાર કરવો નથી... અહીં ભગવાન પધાર્યા છે એટલે તેમનાં ધરાઈ
ધરાઈને દર્શન કરવા માટે આ વર્ષે તો ક્યાંય વિહાર કરવો જ નથી.’
સોનગઢના જિનમંદિરમાં મૂળનાયક ભગવાન શ્રી સીમંધર પ્રભુ છે; ને તેમની આજુબાજુમાં શ્રી પદ્મપ્રભુ
તથા શ્રી શાંતિનાથ પ્રભુ છે એ ઉપરાંત શ્રી મહાવીરપ્રભુ, શ્રી આદિનાથ પ્રભુ અને શ્રી પાર્શ્વનાથપ્રભુ છે. તથા
જિનમંદિરના ઉપરના ભાગમાં ગીરીનગરના વાસી શ્રી નેમનાથ પ્રભુજી બિરાજે છે. વીર સં. ૨૪૬૬ ના ફાગણ
સુદ બીજે નેમનાથપ્રભુની કલ્યાણક ભૂમિ ગીરનારની ટોચ ઉપર નેમનાથપ્રભુની ભક્તિ ને શુદ્ધાત્માની ધૂન થઈ
હતી.. ને ૨૪૬૭ ના બરાબર ફાગણ સુદ બીજે અહીં જિનમંદિરમાં નેમનાથ પ્રભુજી પધાર્યા... જાણે કે ભક્તિએ
ભગવાનને આકર્ષી લીધા!
એ રીતે સોનગઢનો એ પ્રતિષ્ઠા મહોત્સવ સૌરાષ્ટ્રને માટે અપૂર્વ હતો.. એ મહોત્સવ નજરે નીહાળવાનું
મહાભાગ્ય જેમને મળ્‌યું હશે તેમના અંતરપટમાં તે વખતના ઉલ્લાસિત સંસ્મરણો હજી ગૂજતાં હશે... અહોભાગ્ય
છે ભક્તજનોના કે પરમ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રતાપે ભગવાન ભેટ્યા... અને તેઓશ્રીના જ મહાન ઉપકારથી
ભક્તજનો ભગવાનને ઓળખતા થયા... આજે ય ભક્તજનો ગૌરવપૂર્વક ગદ્ગદ્ ભાવે વારંવાર કહે છે કે...
‘હે ગુરુદેવ... હે ગુરુદેવ! આપના જ પરમ પરમ પ્રતાપથી અમને અહીં શ્રી સીમંધરાદિ જિનેન્દ્ર
ભગવંતોનો ભેટો થયો... આવા આવા સર્વ પ્રસંગોમાં, હે કૃપાનાથ! આપનો જ મહાન ઉપકાર છે... અમારા
જીવનમાં આપનો પરમ ઉપકાર છે...
જેની દ્વારા જિનજી આવ્યા ભવ્યે ઓળખ્યા રે, તે શ્રી કાન ગુરુનો છે અનુપમ ઉપકાર... નિત્યે દેવ–
ગુરુનાં ચરણકમળ હૃદયે વસો રે...’
પ્ર... ભા.. વ... ના
સ્મૃતિ... અને... આભાર
‘આત્મધર્મ’ ના આ ખાસ ‘ભગવાન શ્રી સીમંધર જિનસ્વાગત અંક’ ના ખર્ચ તરીકે
રાજકોટના સ્વ૦ શેઠ ભગવાનલાલ રણછોડદાસના રમરણાર્થે તેમના સુપુત્ર ભાઈ શ્રી
બુદ્ધિધન વગેરે તરફથી રૂા. ૭પ૦ શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટને આપવામાં આવ્યા છે..
અને એ રીતે ‘આત્મધર્મ’ ની પ્રભાવનામાં સાથ આપ્યો છે. આ ઉપરાંત ‘શ્રી કુંદકુંદ
શ્રાવિકાશાળા’ ના ફંડમાં પણ રૂા. ૨પ૧ તેમના તરફથી આપવામાં આવ્યા છે. તેમની આ
મદદ માટે તેમનો આભાર માનવામાં આવે છે.
બીજું, આ અંકમાં છપાયેલ ભાવનાચિત્ર તેમ જ મુખ પૃષ્ઠના સ્કેચ અને બ્લોક કરાવી
આપવા માટે, તેમ જ આ અંકનું પૂંઠું મુંબઈમાં છપાવી આપવા માટે ભાઈ શ્રી રતિલાલ જેચંદ
શાહે ઘણી મહેનત લીધી છે, તે માટે તેમના આભારની પણ નોંધ લઈએ છીએ.
સુધારો
આત્મધર્મ અંક ૮૮ પૃ. ૭૯ કોલમ ૧ લાઈન ૮–૯ માં ‘શ્રદ્ધામાં
તો પુણ્ય અને પાપ બંને હોય છે’ એમ છપાયું છે તેને બદલે ‘શ્રદ્ધામાં
તો પુણ્ય અને પાપ બંને હેય છે’ એ પ્રમાણે સુધારીને વાંચવું.
(ભગવાન શ્રી સીમંધર જિન–સ્વાગત અંક)