: ૮૮ : આત્મધર્મ : ૮૯
जिनप्रतिमा जिनसारखी
“તે સર્વને સાથે તથા પ્રત્યેકને પ્રત્યેકને,
વંદું વળી હું મનુષ્યક્ષેત્રે–વર્તતા અર્હંતને.”
આજે અહીંના જિનમંદિરમાં ભગવાન શ્રી સીમધર પ્રભુની પ્રતિષ્ઠાનો મહોત્સવ છે તેથી માંગલિક છે...
ભગવાનના વિરહ વખતે ભગવાનની પ્રતિમામાં તેમની સ્થાપના કરવામાં આવે છે. તીર્થંકર ભગવાનની
વીતરાગી પ્રતિમા પણ તીર્થંકર તૂલ્ય છે. જુઓ, પંડિત બનારસીદાસજી કહે છે કે– ‘जिनप्रतिमा जिनखारखी’
હે ભગવાન! આપની વીતરાગી ધ્યાનસ્થ પ્રતિમાને જોતાં જ્ઞાયકબિંબનું સ્મરણ થાય છે. આવા પ્રતિમાને
ભગવાન તરીકે કોણ માને? ...તો કહે છે કે:–
‘कूहत बनारसी अलप भव थिति जाकी
सोइ जिनप्रतिमा प्रभानैं जिन सारखी।’
અંદરના ચૈતન્ય ભગવાન આત્માનું જેને લક્ષ છે, અને બહારમાં નિમિત્ત તરીકે પૂર્ણદશાને પામેલા શ્રી
સર્વજ્ઞ પરમાત્માની જેને ઓળખાણ થઈ છે, તે સાક્ષાત્ સર્વજ્ઞદેવના વિરહ વખતે તેમની પ્રતિમાને સર્વજ્ઞદેવ
તરીકે સ્થાપે છે, ને એ રીતે ભાનપૂર્વક જિનપ્રતિમાને જિનવર તૂલ્ય માનીને દર્શન–પૂજનાદિ કરે છે. અહો!
ભગવાન આવા પૂર્ણ સર્વજ્ઞપદને પામ્યા ને મારો સ્વભાવ પણ આવો જ છે–આવી ભાવનાથી પણ ઘણી નિર્જરા
થાય છે. ભગવાન જેવો પોતાનો સ્વભાવ છે એવા લક્ષ પૂર્વક જે જિનપ્રતિમાને જિન–તૂલ્ય માને છે તેને વિશેષ
ભવ હોતા નથી.
(ભગવાન શ્રી સીમધંર જિન–સ્વાગત અંક)