Atmadharma magazine - Ank 089
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 43

background image
: ૮૬ : આત્મધર્મ : ૮૯
ફાગણ સુદ બીજે પ્રભુશ્રીના નિર્વાણ કલ્યાણક પ્રસંગે પાવાપુરીનો દેખાય થયો હતો. (પ્રતિષ્ઠામાં વિધિનાયક શ્રી
મહાવીર પ્રભુજી હતા.)
પંચકલ્યાણકના વિધવિધ પ્રસંગોએ વારંવાર ‘उदक चंदन...’ આદિ શ્લોકો દ્વારા જિનેન્દ્ર પૂજન થતું હતું
તે પણ સૌરાષ્ટ્રના મુમુક્ષુઓને માટે આનંદાશ્ચર્યજનક હતું.
આ પ્રતિષ્ઠા મહોત્સવમાં પંચ કલ્યાણકના નવા નવા ભક્તિભીનાં દ્રશ્યો દેખીને કઠણ હૈયાં પણ ભક્તિથી
પીગળી જતાં હતાં... પ્રતિષ્ઠા મહોત્સવ દેખીને શેઠ શ્રી બેચરલાલભાઈને પ્રમોદ આવી જતાં પોતાના મોટાભાઈ
(શેઠશ્રી નાનાલાલભાઈ) ના પગમાં પડીને આંસુભીની આંખે કહેતા કે ‘ભાઈ! આ બધું તમારા પ્રતાપે અમને
જોવા મળ્‌યું છે...’ ત્યારે નાનાલાલભાઈ કહેતા... ‘ગુરુદેવનો એ બધો ઉપકાર છે.’
* * * * *
પંચ કલ્યાણક વખતે જ્યારે ભગવાન ને મંડપમાં લાવવામાં આવતા હતા ત્યારે પૂ. ગુરુદેવ શ્રી
ભક્તિવશે ભગવાની પાછળ પાછળ જ ફરતાં હતાં... જાણે કે એક ક્ષણ પણ પ્રભુથી અળગા રહેવું ગમતું ન
હતું... અને, અહો! પ્રતિષ્ઠિત થયેલા શ્રી સીમંધર ભગવાને જ્યારે જિનમંદિરમાં પ્રવેશ કર્યો ત્યારે તો
ગુરુદેવ બારણામાં જ તેમનું સ્વાગત કરતાં પ્રભુજી પાસે નમી પડ્યા... જિનમંદિરના દ્વારમાં પ્રભુ પધારતાં
જ તેમનાથી સાષ્ટાંગનમન થઈ ગયું.. તે વખતે ઘણા ભક્તોના નયનમાંથી ભક્તિરસ વરસતો હતો... જેમ
ચક્રવર્તી પોતે જ્યારે કોઈના ચરણ તે ઢળી પડે ને એ દ્રશ્ય તેના સેવકોને નિઃસ્તબ્ધ બનાવી દે... તેમ
ભગવાન શ્રી સીમંધરનાથની સન્મુખ જ્યારે ગુરુદેવ બહુ ભક્તિપૂર્વક નમી પડ્યા ત્યારે સૌ ભક્તજનોએ
દ્રશ્ય નિઃસ્તબ્ધ પણે નીહાળતા રહી ગયા... અને કોઈ જુદું જ વાતાવરણ છવાઈ ગયું... ખરેખર! આવા
આવા કોઈક પ્રસંગે ભગવાન પાસે બાળક જેવા બની જનારા એ મહાત્માઓનાં હૃદયના ભાવો કળવા
ઘણીવાર મુશ્કેલ બની જાય છે. એ ખાસ પ્રસંગનું વર્ણન કરતાં આત્માર્થી ભાઈ શ્રી હિંમતલાલભાઈ પૂ.
ગુરુદેવશ્રીના જીવન ચરિત્રમાં લખે છે કે–
‘સીમંધર ભગવાન મંદિરમાં પ્રથમ પધાર્યા ત્યારે
ગુરુદેવને ભક્તિરસની ખૂમારી ચડી ગઈ અને આખો દેહ
ભક્તિરસના મૂર્ત સ્વરૂપ જેવો શાંત શાંત નિશ્ચષ્ટ ભાસવા
લાગ્યો. ગુરુદેવથી સાષ્ટાંગ પ્રણમન થઈ ગયું અને
ભક્તિરસમાં અત્યંત એકાગ્રતાને લીધે દેહ એમ ને એમ બે
ત્રણ મિનિટ સુધી નિશ્ચેષ્ટપણે પડી રહ્યો. આ ભક્તિનું
અદ્ભુત દ્રશ્ય, પાસે ઊભેલા મુમુક્ષુઓથી જીરવી શકાતું
નહોતું; તેમનાં નેત્રોમાં અશ્રુ ઊભરાયાં અને ચિત્તમાં ભક્તિ
ઊભરાઈ. ગુરુદેવે પોતાના પરમ પવિત્ર હાથે પ્રતિષ્ઠા પણ
ભક્તિ ભાવમાં જાણે દેહનું ભાન ભૂલી ગયા હોય એવા
અપૂર્વ ભાવે કરી હતી.’
શ્રી સીમંધર ભગવાનના પ્રતિમાજી એટલા બધા
ભવ્ય... સુંદર... અને ભાવવાહિની છે કે તેના દર્શન કરનારને તૃપ્તિ જ નથી થતી... ફરી ફરીને એ જિનમૂદ્રા જોયા
જ કરવાનું મન થયા કરે છે... એની મુખમૂદ્રા પણ જાણે કે મહાવિદેહના સીમંધર ભગવાનની મૂદ્રાને મળતી
આવતી હોય! –એવું જ લાગે છે. તેમાંય જ્યારે ચારે બાજુ પ્રકાશ હોય ત્યારે તો શાંતસુધારસ
(ભગવાન શ્રી સીમંધર જિન સ્વાગત અંક)