Atmadharma magazine - Ank 089
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 43

background image
ફાગણ : ૨૪૭૭ : ૯૧ :
ખરેખર ભગવાનનાં ગાણાં કે ભગવાનની સ્તુતિ કરતો નથી, તે તો માત્ર રાગ અને પુણ્યનાં ગણાં ગાય છે.
(૩) ત્રણ છત્રોના વર્ણનદ્વારા ત્રિલોકપતિ શાંતિનાથ પ્રભુની સ્તુતિ
અહીં પદ્મનંદી પચીસીના આ અધિકારમાં આચાર્યદેવે શ્રી શાંતિનાથ ભગવાનની સ્તુતિ કરી છે. તેમાં
પહેલાંં શ્લોકમાં કહે છે કે–
त्रेलोक्याधिपतित्वसूचनपरं लोकेश्वरैरुद्धृतं।
यस्योपर्युपरीन्दुमण्डलनिभं छत्रत्रयं राजते।।
अश्रांतोद्रतकेवलोज्वलरुचा निर्भर्सितार्कप्रभं।
सोऽस्मान् पातु निरंजनो जिनपतिः श्री शांतिनाथः सदा।।
જેમના મસ્તક ઉપર ત્રણ લોકનું સ્વામીત્વ સૂચવનારા અને ચન્દ્ર સમાન, ઈન્દ્રરચિત ત્રણ છત્રો શોભી રહ્યા
છે તેમ જ નિરંતર ઉદયમાન એવી કેવળજ્ઞાનની નિર્મળ કાતિ વડે જેમણે સૂર્યની પ્રભાને પણ ઢાંકી દીધી છે અને જેઓ
સર્વ પાપથી રહિત છે એવા શ્રી શાંતિનાથ ભગવાન સદા અમારી રક્ષા કરો.
જેઓ પૂર્ણ આત્મસ્વરૂપને પામ્યા હોય અને પુણ્યમાં પણ પૂરા હોય તે તીર્થંકરભગવાન છે. પૂર્ણ
આત્મસ્વરૂપને પામીને મુક્ત થનારા ઘણા જીવો હોય છે, પણ જે પોતે પૂર્ણ આત્મસ્વરૂપ પામીને પોતાનું કલ્યાણ કરે
તેમ જ બીજા લાખો–કરોડો જીવોને કલ્યાણમાં નિમિત્ત થાય એવા તીર્થંકર થનારા જીવો તો બહુ થોડા હોય છે.
ભરતક્ષેત્રમાં છેલ્લી ચોવીસીમાં શ્રી શાંતિનાથભગવાન સોળમા તીર્થંકર થયા. અત્યારે તો તેઓ મોક્ષદશામાં સિદ્ધપણે
બિરાજે છે. પણ જ્યારે તેઓ આ ભરતક્ષેત્રમાં તીર્થંકર પણે વિચરતા હતા ત્યારનો ઉપચાર કરીને શ્રી આચાર્યદેવ
તેમની સ્તુતિ કરે છે.
ભગવાનને પૂર્ણ આત્મદશા પ્રગટી છે અને ભગવાનની ઉપર ભક્તિપૂર્વક મણી–રત્નના ત્રણ છત્રો ઈન્દ્ર
રચે છે, તે તેમના પુણ્યનો અતિશય છે. આચાર્યદેવ કહે છે કે હે નાથ! આ ત્રણ છત્રો એમ સૂચવે છે કે આપ જ
ત્રણલોકના નાથ છો... ત્રણલોકમાં સારમાં સાર હોય તો તે અનંતજ્ઞાનને પામેલો આપનો આત્મા જ છે. એ
સિવાય દેહ–મન–વાણી કે ઈન્દ્રિયવિષયો તે કોઈ આ જગતમાં ઉત્તમ નથી.
(૪) ગર્ભકલ્યાણક
પ્રસંગે ઈન્દ્રદ્વારા માતા–
પિતાની સ્તુતિ
જુઓ, અહીં
સીમંધરપ્રભુની પ્રતિષ્ઠામાં
મહાવીર ભગવાનના
પંચકલ્યાણક થશે; તેમાં
ઘણું આવશે. જ્યારે
ગર્ભકલ્યાણક થશે ત્યારે
ઈન્દ્રો આવીને ભગવાનના
માતા–પિતાની સ્તુતિ
કરતાં કહેશે કે અહો! ધન્ય
માતા! ને ધન્ય પિતા! હે
માતા! તમે જગતના
માતા છો. તમારી
ઉજ્જવળ કૂંખે છ મહિના
પછી એક ત્રિલોકનાથ તીર્થંકર
(ભગવાન શ્રી સીમંધર જિન–સ્વાગત અંક)