Atmadharma magazine - Ank 089
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 43

background image
ફાગણ : ૨૪૭૭ : ૯૩ :
રહેતાં ઈન્દ્રિયદમનનો ભાવ પ્રગટે છે, તેનું નામ સંયમ છે. તે સંયમભાવ આત્માના આશ્રયે છે, શરીરના આધારે
નથી. શરીરમાં રોગ–નિરોગ અવસ્થા થવી તે તેને આધીન છે, ને અંદર આકુળતા કે શાંતિ કરવી તે આત્માને
આધીન છે.
પ્રશ્ન:– આત્મા તો અનંતબળનો ધણી છે એમ આપ કહો છો ને?’
ઉત્તર:– હા, આત્મા અનંતબળનો ધણી છે એ વાત સાચી, પણ તે બળ પોતામાં કે પરમાં? આત્માની
શક્તિ પરમાં કાંઈ કરી ન શકે. જડ દેહ–મન–વાણી વગેરે ઉપર આત્માનો પુરુષાર્થ કાંઈ કામ કરે કે અસર કરે
એવી માન્યતા તે મહા મૂર્ખતા છે, જડ–ચેતનના જુદાપણાનું પણ તેને ભાન નથી. પોતામાં અનંતજ્ઞાન, સુખ
વગેરે પ્રગટ કરવાની અનંત શક્તિ આત્મામાં છે, પણ શરીરાદિમાં ફેરફાર કરવાની આત્મામાં જરાપણ શક્તિ
નથી. ભગવાન પાસે પોતાના અનંત કેવળજ્ઞાનની ભાવના કરવાને બદલે શરીરની ને પુણ્યની ભાવના કરે તો
તેને સાચી ભાવના કરતાં જ નથી આવડયું. જેમ ચક્રવર્તી રાજા પ્રસન્ન થઈને કહે કે ‘માંગ... માંગ, તું જે માગ
તે આપું.’ ત્યારે કોઈ મુર્ખો એમ કહે કે ‘કાઢી નાંખ વાસીદું.’ –તો તેને માગતાં જ ન આવડયું. તેમ
ચૈતન્યચક્રવર્તી ભગવાનમાં કેવળજ્ઞાન આપવાની તાકાત છે. તેને બદલે ભગવાન પાસે જઈને કોઈ એવી
ભાવના કરે કે હે ભગવાન! શરીર સારૂં રાખજો ને પુણ્ય આપજો...’ તો તે મૂર્ખ છે, જેને જડની અને રાગની
ભાવના છે તે ભગવાનનો ભક્ત નથી... વીતરાગનો દાસ નથી, તે આત્માનો દાસ નથી પણ જડનો દાસ છે.
* * * * *
(૭) દુંદુભીના વર્ણન દ્વારા ભગવાનના દિવ્યજ્ઞાનની સ્તુતિ
જેને પોતાની પૂર્ણતાની ભાવના છે તે સર્વજ્ઞપરમાત્માની પૂર્ણતાને ઓળખીને તેમની સ્તુતિ કરે છે. અહીં
શ્રી શાંતિનાથ ભગવાનની સ્તુતિ પદ્મનંદીઆચાર્ય કરે છે. તેમાં પહેલાંં શ્લોકમાં ત્રણ છત્રનું વર્ણન કરીને
ભગવાનના કેવળજ્ઞાનની સ્તુતિ કરી. હવે બીજા શ્લોકમાં દેવદુંદુભીનું વર્ણન કરીને ભગવાનના કેવળજ્ઞાનની
સ્તુતિ કરે છે––
‘देवः सर्वविदेष एव परमो नान्यस्त्रिलोकीपतिः
संत्यस्यैव समस्ततत्त्वविषया वाचः सतां सम्मताः।’
–एतद्धोषतीव यस्य विबुधैरास्फालितो दुन्दुभिः
सोऽस्मानू पातु निरंजनो जिनपतिः श्री शांतिनाथः सदा।।२।।
હે નાથ! આપના સમવસરણમાં દેવતાઓ વડે બજાવવામાં આવતી દુંદુભી (દિવ્ય નગારું) નો નાદ
માનો કે જગતમાં આ જ વાતને પ્રગટપણે કહી રહ્યો છે કે– ‘સમસ્ત પદાર્થોને જાણનારા, ઉત્કૃષ્ટ અને
ત્રિલોકપતિ પરમદેવ શ્રી શાંતિનાથ ભગવાન જ છે, અને સમસ્તતત્ત્વોનું વર્ણન કરનારા તેમના જ વચનો
સજ્જનોને માન્ય છે; એ સિવાય બીજું તો કોઈ સમસ્ત પદાર્થોને જાણનાર, ઉત્કૃષ્ટ કે ત્રિલોકપતિ નથી તેમ જ
તેનાં વચન સંમત નથી.’ એવા નિરંજન શ્રી શાંતિનાથ ભગવાન અમારી રક્ષા કરો.
(૮) નગારાના નાદમાં ભગવાનની સર્વજ્ઞતાનો પોકાર
હે પ્રભુ! સત્પુરુષોને એક તારુ જ શરણ છે... પ્રભુ! તું જ સર્વજ્ઞ વીતરાગ છો.. જુઓ, ભગવાનના
સમવરણમાં દેવદુંદુભી વાગે છે તેનો શાસ્ત્રમાં લેખ છે ને મહાવિદેહમાં તે પ્રમાણે થઈ રહ્યું છે.. શ્રી સીમંધર ભગવાનની
ધર્મસભામાં દેવદુંદુભી–નગારાં વાગે છે. બાપુ! આ પ્રત્યક્ષ વગેરે પ્રમાણથી સિદ્ધ છે. જગતના નાના ગજમાં આ વાત
ઝટ ન બેસે, તેનો કલ્પનાનો ગજ તો ખોટો પડે.. પણ આ ગજ ખોટો પડે તેમ નથી. હે ભગવાન! તારા દુંદુભીના
નાદમાં અમને તો એવું જ સંભળાય છે કે– ‘અરે! મનુષ્યો ને દેવો! –જગતના જીવો! તમારે શરણભૂત હોય તો આ
શાંતિનાથ ભગવાન બિરાજે છે તે જ છે, ત્યાં આવો.. અને તેમનાં જ વચન સાંભળો... કેમ કે ત્રણ લોકનું જ્ઞાન હોય
તો તેમને જ છે. સ્તુતિકાર કહે છે કે હે નાથ! આ નગારાનો નાદ આપની સર્વજ્ઞતાનો જ પોકાર કરી રહ્યો છે. હે
જીવો! તમે અહીં આવો... આ ભગવાનનું શરણ લ્યો. જેને ત્રણકાળ ત્રણલોકનું જ્ઞાન પ્રગટ છે એવા આ ભગવાનનાં
વચનો જ સંમત કરો... ત્રણ લોકના નાથ ને પરમ દેવાધિદેવ હોય તો આ સીમંધર ભગવાન છે... શાંતિનાથ
ભગવાન છે. તમારે જો સર્વજ્ઞવીતરાગ પદ જોઈતું હોય તો અહીં આવો..
(ભગવાન શ્રી સીમંધર જિન–સ્વાગત અંક)