Atmadharma magazine - Ank 089
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951).

< Previous Page   Next Page >


PDF/HTML Page 17 of 43

background image
: ૯૪ : આત્મધર્મ : ૮૯
આ ભગવાનનું સેવન કરો... ભગવાનનાં વચનમાં કહેલા આત્માની શ્રદ્ધા કરો...
લોકમાં જેમ લક્ષ્મી વગેરેની રુચિવાળા લોકો રાજા વગેરેની પાસે જઈને તેની પ્રશંસા કરે છે, તેમ અહીં
લોકોત્તર માર્ગમાં પ્રભુતાના ભાનવાળા ભક્તો પ્રભુની સ્તુતિ–પ્રશંસા કરે છે... તેમાં પોતાની પ્રભુતાની ભાવના
તે પ્રભુતા પ્રગટવાનું કારણ છે.
(૯) આવો રે... આવો... ભગવાનને ભેટવા!
આત્મા જ્ઞાનસ્વભાવ છે... ત્રણ કાળ ત્રણ લોકને જાણે તેવું એક એક આત્મામાં સામર્થ્ય છે... તેનું ભાન
કરીને જેને તેવી પૂર્ણ શક્તિ પ્રગટ થઈ ગઈ છે તે સર્વજ્ઞદેવ છે. તેને રાગ નથી.. જ્ઞાનની કાંઈ અધૂરાશ નથી;
તેમને સ્ત્રી નથી, વસ્ત્ર નથી, શસ્ત્ર નથી. તેમની ધર્મસભામાં દિવ્યનગારું વાગે છે તે કહે છે કે: ‘...જેને આત્મા
જો’ તો હોય.. જેને અશાંતિ ટાળીને શાંતિના કુંડમાં ન્હાવું હોય... આત્માના અનંત સાગરમાં રસબોળ થવું
હોય... સુખમાં તરબોળ થવું હોય... તે જીવો અહીં ભગવાનની ધર્મસભામાં આવો ને તેમની વાણી સમજો.. જેને
ચૈતન્યભગવાનને ભેટવું હોય તે આ ભગવાન પાસે આવો. આવો રે આવો! ધર્મસભામાં, આત્માને ઓળખીને
અનંત કાળની ભૂખ ભાંગવી હોય ને સ્વરૂપસંયમ મેળવવો હોય.. દુઃખ ટાળવું. હોય ને શાંતિ જોઈતી હોય તો.’
–આમ ભગવાનનું દુંદુભીનગારું પોકાર કર છે... અને ભગવાનના સમવસરણમાં અનેક સંતો–મુનિઓ,
જંઘાચરણાદિ ઋદ્ધિધારક મુનિઓનાં ટોળેટોળાં, દેવો ને વિદ્યાધરો આકાશ માર્ગે આવી આવીને દર્શન કરે છે.
જંગલમાં ત્રાડ પાડતા સિંહ વગેરે તીર્યંચો પણ ભગવાન પાસે આવીને શાંત થઈ બેસી જાય છે. પહેલાંં
સર્વજ્ઞભગવાન કેવા હોય તે ઓળખવું જોઈએ. જેના હાથમાં કાંઈ શસ્ત્ર હોય તો તેને કોઈ પ્રત્યે વેરબુદ્ધિ છે એટલે
તે વીતરાગ નથી, બાજુમાં સ્ત્રી રાખી હોયને બ્રહ્મચારી પણ થયો નથી. તો તે ભગવાન ક્યાંથી હોય? જે હાથમાં
માળા ગણતો હોય તે કોઈની સ્તુતિ કરે છે એટલે તે પણ પૂરો નથી, અધૂરો છે. જે પોતે રાગી ને અપૂર્ણ હોય તે
બીજાને પૂર્ણતાનું કારણ કેમ થાય?–એટલે તે દેવ ન હોય. વળી જે વસ્ત્ર રાખે તેને શરીર ઉપરનો રાગ ટળ્‌યો
નથી એટલે તે પણ દેવ ન હોય.
જેને આત્માના પૂર્ણસ્વરૂપને ઓળખીને...આત્માના વીતરાગીસ્વરૂપની લગની લગાડવી હોય તે આ
સર્વજ્ઞ વીતરાગભગવાનને ઓળખો. ‘નગારું’ કહે છે કે તમારે આત્માની લગની લગાડવી હોય તો આવો...
સીમંધરનાથ પાસે! ભગવાનના કેવળજ્ઞાનની પ્રતીત કરનારને ખરેખર પોતાના પૂર્ણ જ્ઞાનસ્વભાવની પ્રતીત
થાય છે.
(૧૦) ભગવાનની ઓળખાણ અને સાચું શરણ
અહીં સ્તુતિમાં આચાર્યદેવે એ વાત સિદ્ધ કરી છે કે આત્મામાં કેવળજ્ઞાન સામર્થ્ય છે અને ત્રણકાળ
ત્રણલોકને જાણવાની તાકાત ઉઘડે છે; આવું સામર્થ્ય દરેક આત્મામાં છે. જેને આવું સામર્થ્ય પ્રગટ્યું હોય એવા
ભગવાનને દેહ ઉપર વસ્ત્રાદિ ત્રણકાળ ત્રણલોકમાં હોતાં નથી. અહો, આવી પૂર્ણ પરમાત્મદશાના સાધક એવા
સંતમુનિઓને પણ વસ્ત્ર ન હોય, વસ્ત્રસહિત તો મુનિદશા પણ ન હોય, તો પછી પૂર્ણદશા પામેલા ત્રણલોકના
નાથ એવા પરમાત્માને તો વસ્ત્રાદિ શેનાં હોય? આ કોઈ વાડાની વાત નથી પણ વસ્તુના સ્વરૂપની વાત છે.
ઘરમાં હજારો સ્ત્રીઓના સંગમાં રહેતો હોય અને કોઈ કહે કે મને સ્ત્રી વગેરેનો જરાય રાગ નથી,–તો એ કેમ
બને? રાગ ટળ્‌યો હોય તો રાગના નિમિત્તો પણ ટળી જ જાય. જેમ બદામમાં અંદરનું રાતું ફોતરું નીકળી જાય
તો ઉપલી છાલ પણ નીકળી જ ગઈ હોય. તેમ નિર્મળ આનંદઘન આત્મસ્વભાવમાં લીન થઈને જેણે અંદરથી
રાગરૂપી રાતપને કાઢી નાંખી તેને બાહ્યમાં વસ્ત્ર–સ્ત્રી–આદિ રાગનાં નિમિત્તો પણ છૂટી જ જાય છે. અરિહંતદેવ
અને નિર્ગ્રથ ગુરુનું સ્વરૂપ શું છે તે જાણ્યા વિના ઘણા બોલે છે કે ‘અરિહંતદેવ અને નિર્ગ્રંથ ગુરુનું શરણ
ભવોભવ હોજો.’ પણ અરે ભઈ! અરિહંતદેવ અને નિર્ગ્રંથ ગુરુ કેવા હોય તેના ભાન વગર તું શરણ કોનું
લઈશ? ઓળખાણ તો કર, ઓળખાણ વગર તને સાચું શરણ નહિ મળે. રાગરહિત ભગવાનને જાણ્યા વગર
તારો પોતાનો આત્મા રાગરહિત કેવો છે તે પણ ઓળખાય નહિ અને તેની ઓળખાણ વગર આત્માને સાચું
શરણ થાય નહિ. અરિહંતદેવ તો વ્યવહારશરણ છે, પરમાર્થશરણ તો પોતાનો આત્મા જ છે, હજી જેને
અરિહંતનુંય ભાન નથી તે પોતાના આત્માનું શરણ તો ક્યાંથી લેશે? જેને બાહ્યમાં રાગા–
(ભગવાન શ્રી સીમંધર જિન–સ્વાગત અંક)