Atmadharma magazine - Ank 089
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 43

background image
ફાગણ : ૨૪૭૭ : ૯૫ :
દિનાં સાધન વર્તતાં હોય તેને અંદરનો રાગ ટળ્‌યો નથી, અને જે રાગી છે તે સાચા દેવ નથી. એવા રાગી જીવને
જે દેવ તરીકે માને છે તેને અરિહંતપ્રભુનો આદર નથી. જે પોતે રાગમાં વર્તી રહ્યા છે તે તો પોતે જ અશરણ છે,
તો તે બીજાને શરણભૂત ક્યાંથી થાય? માટે સ્તુતિકારે કહ્યું કે હે નાથ! દેવાધિદેવ સર્વજ્ઞ તો આપ જ છો, સંતોને
આપનું જ શરણ છે. અહો! અત્યારે મહાવિદેહમાં તો ગણધરો ને ઈન્દ્રો, સંતો અને ચક્રવર્તીઓ સીમંધર પ્રભુનો
આદર કરે છે...અહીં તો રાંકા...ભિખારી...પુણ્યમાં નબળા ને ટૂંકા મનવાળાં જીવો ભગવાનનો શું આદર કરશે?
અહીં તો ભગવાનનો વિરહ છે...છતાં જે જીવ ભાવ કરે તેને ભાવ તો પોતામાં છે ને! પોતાના ભાવનો લાભ
પોતાને છે.
(૧૧) ‘ધર્મવૃદ્ધિનો મહોત્સવ’...‘કલ્યાણનાં ટાણાં’...‘આત્માના શુક્રવાર’...‘ભગવાનના ભેટા...’
કોઈ શ્રોતાજન કહે છે કે હે નાથ! અમારે તો આજે અહીં જ સુવર્ણપુરી બની ગઈ...અહીં જ અમારે
મહાવિદેહ જેવું બની ગયું!
શ્રી ગુરુ કહે છે કે ભાઈ! આ તો હજી શરૂઆત છે. હજી ‘કળશ’ ચડવાનો તો બાકી છે. આમાં બે વાત
આવી જાય છે એક તો શ્રી જિનમંદિર ઉપર કળશ ચડવાનો બાકી છે તે; અને એ ઉપરાંત હજુ કાંઈ કાંઈ નવીન
(–ધર્મવૃદ્ધિ) થશે...જેનાં ભાગ્ય હશે તે જોશે...જે થાય છે તે અત્યારે જોઈ રહ્યા છે. અહો! આવા પંચકલ્યાણકના
પવિત્ર ઉત્સવો માટે તો દેવ પણ ઝંખના કરે...ઈન્દ્રો પણ ભગવાનની પ્રાર્થના કરે...અત્યારે આ ભરતક્ષેત્રે શું
વાત કરીએ? સાધારણ પ્રાણીને આ વાત ન બેસે, પણ પ્રતીત કરીને માનજો...જ્ઞાનીના ગજ જુદા હોય છે,
અજ્ઞાનીના ગજે માપ ન આવે. વળી અત્યારે દેશ–કાળ ટૂંકા અને વિષયકષાયમાં ડૂબેલાં જીવોની વૃત્તિ પણ ટૂંકી,
તેને ભગવાનની કલ્પના પણ શું આવે? જેમ
બાપે પ૦ હાથનો તાકો લાવીને ઘેર રાખ્યો હોય,
નાનો છોકરો પોતાના નાના હાથથી માપીને કહે
કે ‘આ તો ૧૦૦ હાથનો છે, માટે બાપા ભૂલ્યા
હશે!’ પણ બાપ તેને કહે છે કે ભાઈ! તારા
હાથનું માપ અમારા લેવડ–દેવડના વ્યવહારમાં
કામ ન આવે, તેમ જ્ઞાનીની અપૂર્વ વાત
અજ્ઞાનીની કલ્પનામાં ન આવે, પણ તેથી
જ્ઞાનીની વાત ખોટી નથી. વસ્તુનું સ્વરૂપ સમજે
તો બધી વાત અંતરમાં બેસી જાય...બાપુ!
અણસમજણે ક્યાંય આરા આવે તેમ નથી. અરે!
અનંતકાળે આ મોંઘો મનુષ્યભવ મળ્‌યો, વળી
આવા દેવ–ગુરુ ભેટ્યા, સત્ સમજીને કલ્યાણ
કરવાનાં ટાણાં આવ્યાં છે; દેવને દુર્લભ એવા
ટાંણા છે. આવા ટાંણે ભક્તિ કરવા દેવો પણ
આવે! આજે શુક્રવાર... ને સામા શુક્રવારે
ભગવાનની પ્રતિષ્ઠા જુઓ, આ શુક્રવારે દાળિયા
થવાના છે...આત્માનું દાળદર ટાળવું હોય તેને
ટળી જશે. જુઓ તો ખરા, કુદરત શું કરે છે!
લોકોમાં બોલે છે કે કાંઈ ‘શકરવાર’ થાય તેમ છે
એટલે કે કાંઈ આપણા દાળિયા થાય તેવું છે? તો
કહે છે કે–હા, અહીં શુક્રવારે દાળિયા થવાના છે...
દાળદર ટળવાનાં છે...ત્રિલોકનાથ ભગવાન
ભેટવાના છે...પ્રતિષ્ઠાનું મંગલમુહૂર્ત બીજ ને
શુક્રવારનું આવ્યું છે. ભગવાન પોતે સાક્ષાત્ ન આવે પણ તે ત્રિલોકનાથ
(ભગવાન શ્રી સીમંધર જિન–સ્વાગત અંક)