Atmadharma magazine - Ank 089
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951).

< Previous Page   Next Page >


PDF/HTML Page 19 of 43

background image
: ૯૬ : આત્મધર્મ : ૮૯
તીર્થંકર ભગવાનની આજ્ઞા અનુસારે શ્રી સીમંધર ભગવાનની પ્રતિષ્ઠા થવાની છે; તેમાં એવા શુક્રવાર થવાના છે
કે જે ભગવાનની યથાર્થ ઓળખાણ કરે તેને ભવ ન રહે...જન્મ–મરણ ત્રણકાળમાં ન રહે...ભગવાનને ઓળખીને
તેનાં ગાણાં ગાય તેને ત્રણલોકમાં ભવમાં રખડવાની શંકા ન રહે. વળી ભગવાનની પ્રતિષ્ઠાના દિવસે બીજ છે.
જેમ ચંદ્રની બીજ ઊગી તે વધીને પુનમ થાય જ...તેમ આ ભગવાનને ઓળખીને તેમની પોતાના આત્મામાં જે
પ્રતિષ્ઠા કરે એટલે કે હું પણ ભગવાન જેવો છું–એમ સ્વભાવનું ભાન કરે તેના આત્મામાં સમ્યગ્જ્ઞાનરૂપી બીજનો
ચંદ્ર ઊગ્યો તે વધીને પૂર્ણિમા–કેવળજ્ઞાન થયા વિના રહે નહીં. વળી ઉપરના ભાગમાં શ્રી નેમનાથપ્રભુની પ્રતિષ્ઠા
થશે, તેમાં પણ કુદરતનો કેવો મેળ છે? જુઓ, ગયા વર્ષે, નેમનાથ પ્રભુની કલ્યાણક ભૂમિ ગીરનાર પર્વત ઉપર
સમશ્રેણીની ટૂંકે બરાબર ફાગણ સુદ બીજે હતા...ને અહીં આ વર્ષે બરાબર ફાગણ સુદ બીજે જ સવારે શ્રી
નેમનાથ ભગવાનની પ્રતિષ્ઠા થશે... સમશ્રેણીની ટૂંકે ભગવાનની ભક્તિ અને આત્માની ધૂન કરીને જ્યારે નીચે
આવ્યા ત્યારે લોકો હોંશથી એમ કહેતા હતા કે ‘અમે તો જાણે મોક્ષમાં જઈ આવ્યા...તેવું લાગે છે.’ ત્યાં જે દિવસ
હતો તે જ દિવસે અહીં ભગવાનની પ્રતિષ્ઠા થશે...માંગળિકમાં બધો મેળ કુદરતે થઈ જાય છે.
(૧૨) જિનેન્દ્ર પ્રતિષ્ઠા અને પ્રતિષ્ઠાકારનું વેદન
શ્રી જિનેન્દ્ર ભગવાનની પ્રતિષ્ઠાનો આવો યોગ મહાભાગ્ય હોય તેને મળે છે. શાસ્ત્રમાં પ્રતિષ્ઠા
કરાવનાર ગૃહસ્થનું વર્ણન આવે છે. તે ગૃહસ્થ શ્રી ગુરુ પાસે જઈને વિનયથી કહે છે કે–હે સ્વામી! મારી
પાસે આવેલી આ લક્ષ્મી કૂલટા સ્ત્રી સમાન અનિત્ય છે, એ લક્ષ્મી ક્યારે વહી જશે તેનો ભરોસો નથી.
તેથી હું શ્રી વીતરાગ ભગવાનની પ્રતિષ્ઠા કરાવીને તેનો સદઉપયોગ કરવા માંગુ છું; માટે મને આજ્ઞા
આપો.–એમ આજ્ઞા લઈને તે જીવ ભગવાનની પ્રતિષ્ઠા કરાવે છે. શ્રી ગુરુ તેને કહે છે કે તારું જીવન ધન્ય
છે! ભગવાનની પ્રતિષ્ઠા થતાં ભક્તો કહે છે કે અહો! આ વીતરાગદેવ પધાર્યા...આજે અમને ભગવાન
ભેટ્યા...જેને અંતરમાં પૂર્ણાનંદ પરમાત્મ સ્વભાવનું લક્ષ થયું હોય, ને બહારમાં નિમિત્ત તરીકે સાક્ષાત્
પરમાત્માને ન ભાળે ત્યારે તે પ્રતિમામાં પ્રભુની પ્રતિષ્ઠા કરે છે. હે નાથ! તારા વિયોગમાં તારી પ્રતિષ્ઠા
કરીને તને અમારા અંતરમાં પધરાવીએ છીએ.
ભક્તો ભગવાન પાસે કહે છે–હે નાથ! –
ભરતક્ષેત્ર
માનવ પણો રે...
લીધો દુઃસમ કાળ...
જિન પૂરવધર
વિરહથી રે. દુલહો
સાધન ચાલો રે...
ચંદ્રાનનજિન...
ભરતક્ષેત્રના
ભક્તો કહે છે કે હે
નાથ! આ
ભરતક્ષેત્રે તારા
વિરહ પડ્યા છે.
અહો! મહાવિદેહમાં
બિરાજતા
ચૈતન્યમૂર્તિ પ્રભુ
જેના ચરણની સો
સો ઈન્દ્રો સેવા
(ભગવાન શ્રી સીમંધર જિન–સ્વાગત અંક)