: ૧૦૮ : આત્મધર્મ : ૮૯
ધન્ય નિહાળું સિમંધરનાથને રે!
(ભેટે ઝૂલે છે તલવાર... એ રાગ)
આજ પધાર્યા જિનનાથ... જિનધામ સોહે સોહામણા...
આજ પધાર્યા સીમંધરનાથ... સુવર્ણધામ સોહે સોહામણા..
જિનમંદિરે વાજિંત્રો છવાયાં.. જિનદ્વારે તોરણ બંધાય... જિનધામ...
સાક્ષાત્ સીમંધરનાથ અહો આંગણે... ચિતડું હરખી જાય... જિનધામ..
મનહર મૂરત જિનેશ્વરદેવની... પ્રશાંતકારી દેદાર... જિનધામ...
જિનેશ્વરદેવને નયને નિરખતાં.. આતમને નિરખાય... જિનધામ..
રગરગમાં જિનભક્તિ પ્રગટતાં... સહુ સિદ્ધિ ચૈતન્યમાં થાય... જિનધામ..
સ્વયંભુ વિભુ સ્વયંપ્રકાશ છો... જ્ઞાનેશ્વર ભગવાન... જિનધામ...
અશેષનાણી કલ્યાણકારી... સર્વ વિભાવ વિમુક્ત... જિનધામ...
સરવંગે સરવ જ્યોત જાગી... યિદ્ રમે ચિદ્માંહી... જિનધામ...
નવ પરમ કેવલ લબ્ધિ મંડીત... નિરાહાર નિરંજનદેવ... જિનધામ...
સ્થિવર મહેશ્વર જ્યેષ્ટ જિનનાથ છો... અગ્રેસર અર્હંત... જિનધામ...
ચૈતન્યનાથ દેખું અહો આંગણે... ચૌદ બ્રહ્માંડ આધાર... જિનધામ...
ભરતક્ષેત્રમાં વિરહ હતા જિનના... આજે ભેટ્યા ભગવાન... જિનધામ...
કઈ વિધ પૂજું સ્તવું હું તુજને... આંગણે પધાર્યા જિનનાથ... જિનધામ...
નાચું ગાઉં ને શું રે કરું હું... નજરે નિહાળું સીમંધરનાથ... જિનધામ...
ગુરુ પ્રતાપે જિનેંદ્રદેવ દેખ્યા... મન વાંછિત સિદ્ધયા આજ... જિનધામ...
ગુરુદેવે જિનસ્વરૂપ બતાવ્યા... બતાવ્યા આત્મસ્વરૂપ... જિનધામ...
દેવગુરુની મહિમા અપાર છે... તુજ ભક્તિ હો દિનરાત... જિનધામ...
(ભગવાન શ્રી સીમંધર જિન–સ્વાગત અંક)