સ્વપદાર્થની રુચિ ઊપજી નથી ને આત્માનું કાયમપણું ભાસ્યું નથી;–તો તેની વાત ખોટી છે. જે ક્ષણે પરમાં
સુખબુદ્ધિનો નાશ થયો તે જ ક્ષણે આત્માની રુચિ ન થાય અને આત્માની ધુ્રવતાનો આધાર ન ભાસે–એમ બને
નહિ. સમ્યકત્વનો ઉત્પાદ ને આત્માની ધુ્રવતા વગર મિથ્યાત્વનો વ્યય હોય નહીં.
જગતમાં કારણના અભાવને લીધે કોઈ ભાવોનો નાશ જ ન થાય; અથવા તો સત્નો જ સર્વથા નાશ થઈ જાય.
સ્વની રુચિના ઉત્પાદ વગર અને ધુ્રવ આત્માના અવલંબન વગર જ જો કોઈ મિથ્યારુચિનો વ્યય કરવા માગે તો
વ્યય થઈ શકે જ નહિ, અથવા તો મિથ્યારુચિના નાશ ભેગો આત્માનો ય નાશ થઈ જાય. માટે ધુ્રવ અને ઉત્પાદ
એ બંને ભાવો વગરનો એકલો વ્યય હોતો નથી. એમ બધા ભાવોમાં સમજવું.
મિથ્યાત્વ થશે.
ધુ્રવતા–એ બંનેને માન્યા વિના પોતાના અસ્તિત્વને જ નહિ માની શકાય, અને રાગ–દ્વેષનો નાશ પણ
સિદ્ધ નહિ થાય. જો ધુ્રવપણું ન માને તો ચેતનની ધુ્રવતાના અવલંબન વગર રાગ–દ્વેષનો નાશ થાય નહિ.
જો ધુ્રવ વગર જ રાગ–દ્વેષનો નાશ થવાનું માને તો રાગ–દ્વેષનો નાશ થતાં આત્માનું અસ્તિત્વ જ ન રહ્યું!
અને જો વીતરાગતાનો ઉત્પાદ ન માને તો રાગ–દ્વેષનો નાશ જ ન થાય, કેમ કે બીજા ભાવની ઉત્પત્તિ
વગર પહેલાંંના ભાવનો નાશ જ ન થાય. રાગનો વ્યય તે વીતરાગતાની ઉત્પત્તિરૂપ છે ને તેમાં
ચૈતન્યપણાની ધુ્રવતા છે. ધુ્રવના લક્ષે, વીતરાગતાની ઉત્પત્તિ થતાં, રાગનો વ્યય થાય છે. એ રીતે ઉત્પાદ–
વ્યય ને ધુ્રવ ત્રણે એક સાથે છે. વીતરાગતાના ઉત્પાદ વગર રાગનો વ્યય થઈ શકે નહિ અને એ પ્રમાણે
જગતમાં મિથ્યાત્વ, અજ્ઞાન, શરીર, ઘડો વગેરે કોઈ ભાવનો વ્યય થાય નહિ–એ દોષ આવે. અને ચેતનની
ધુ્રવતા વગર જ રાગ–દ્વેષનો નાશ થાય તો તે રાગ ભેગો સત્ આત્માનો ય નાશ થઈ ગયો, એટલે ધુ્રવ
વગર વ્યય માનતાં જગતના બધા ભાવોનો નાશ થઈ જશે.–એ મોટો દોષ આવે છે. માટે વસ્તુમાં ઉત્પાદ–
વ્યય–ધુ્રવ ત્રણે એક સાથે જ છે–એવું વસ્તુસ્વરૂપ સમજવું જોઈએ.
આવે છે. અને ધુ્રવતા વગર રાગ દ્વેષનો નાશ થવાનું માને તો તેની શ્રદ્ધામાં આત્માનો નાશ થઈ જાય છે. જો કે
આત્માનો તો નાશ થતો નથી, પણ આત્માની ધુ્રવતાના અવલંબન વગર રાગ–દ્વેષનો નાશ કરવાનું જે માને છે
તેની માન્યતામાં આત્માનો જ અભાવ થઈ જાય છે, એટલે કે તેની માન્યતા મિથ્યા થાય છે.
સ્વભાવના અવલંબન વગર રાગ–દ્વેષનો નાશ કરવાનું માને તે પણ મૂઢ છે. જડ કર્મોનો નાશ તે પુદ્ગલની
ધુ્રવતાને અને તેની નવી પર્યાયના ઉત્પાદને અવલંબે છે. આત્માના વીતરાગભાવથી પુદ્ગલમાં કર્મદશાનો વ્યય
થયો–એમ ખરેખર નથી. હા, આત્મામાં ધુ્રવના આશ્રયે વીતરાગતાની ઉત્પત્તિ થતાં રાગનો વ્યય થાય છે.
વસ્તુનાં ઉત્પાદ–વ્યય–ધુ્રવને તે વસ્તુની સાથે જ સંબંધ છે પણ એક વસ્તુના ઉત્પાદ–વ્યય–ધુ્રવને બીજી વસ્તુ સાથે
કાંઈ સંબંધ નથી.