Atmadharma magazine - Ank 091
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 21

background image
: વૈશાખ : ૨૪૭૭ : ૧૫૫ :
ચીજને પર્યાયની–ઉત્પત્તિનું કારણ માને તો તે બંને માન્યતાઓ મિથ્યા જ છે, તેમાં વસ્તુની સ્વતંત્રતા રહેતી
નથી. દરેક વસ્તુમાં સમયે સમયે સ્વતંત્ર પોતાથી જ ઉત્પાદ–વ્યય–ધુ્રવ થાય છે. આવી જ વસ્તુસ્થિતિ છે; કોઈ
ઈશ્વર કે કોઈ નિમિત્ત તેનાં ઉત્પાદ–વ્યય–ધુ્રવમાં કાંઈ કરતા નથી. એક એમ કહે કે, આખી વસ્તુને બીજાએ
બનાવી, અને બીજો એમ કહે કે, વસ્તુની અવસ્થાને બીજાએ બનાવી,–તો તે બંનેની મિથ્યા માન્યતામાં પરમાર્થે
કાંઈ ફેર નથી.
જેણે વસ્તુના એક સમયમાં ઉત્પાદ–વ્યય–ધુ્રવ સ્વભાવને જાણ્યો નથી તેની માન્યતામાં જરૂર કાંઈક ને
કાંઈક દોષ આવે છે. જો વસ્તુમાં એક ભાવનો વ્યય થતાં તે જ વખતે નવા ભાવની ઉત્પત્તિ ન થાય ને વસ્તુની
ધુ્રવતા ન રહે તો તો વ્યય થતાં સત્નો જ નાશ થઈ જાય, એટલે જગતના બધા પદાર્થોનો નાશ થઈ જાય.
ચૈતન્યની ધુ્રવતા રહીને અને સમ્યક્ત્વભાવની ઉત્પત્તિ થઈને જ મિથ્યાત્વભાવનો વ્યય થાય છે.
એકેક સમયનું સત્ ઉત્પાદ–વ્યય–ધુ્રવવાળું છે. તે ઉત્પાદ–વ્યય–ધુ્રવ ત્રણેને એક સાથે ન માનો તો તેની
સિદ્ધિ જ થતી નથી. પરને લીધે ઉત્પાદ–વ્યય–ધુ્રવ માને તે તો મિથ્યા જ છે, ને પોતામાં પણ ઉત્પાદ, વ્યય કે
ધુ્રવને એકબીજા વગર માને તો તે પણ વસ્તુને જાણતો નથી. દેવ–ગુરુને કારણે પોતામાં સમ્યક્ત્વનો ઉત્પાદ
થવાનું માને તો તેને સમ્યક્ત્વનો ઉત્પાદ સાબિત થતો નથી. તેમ જ પોતામાં મિથ્યાત્વનો વ્યય ને આત્માની
ધુ્રવતા–એ બે બોલ વગર સમ્યક્ત્વનો ઉત્પાદ સાબિત થતો નથી. એ જ પ્રમાણે મિથ્યાત્વનો વ્યય પણ
સમ્યક્ત્વનો ઉત્પાદ અને ચૈતન્યની ધુ્રવતા વગર સાબિત થતો નથી.
પૈસા ખરચવાથી આત્માને ધર્મ થાય–એ વાત ખોટી છે; કેમ કે પૈસાની એક પર્યાયનો વ્યય તે તેની બીજી
પર્યાયના ઉત્પાદનું કારણ છે, પણ આત્માની ધર્મપર્યાયના ઉત્પાદનું કારણ તે નથી. આત્મામાં મિથ્યાત્વનો નાશ
તે ધર્મની ઉત્પત્તિનું કારણ છે. પૂર્વ પર્યાયનો વિનાશ ને ઉત્તર પર્યાયની ઉત્પત્તિ તે બંનેને અરસપરસ એકબીજાનું
કારણ કહ્યું છે. આત્માની ધુ્રવતાના અવલંબને મિથ્યાત્વનો નાશ થયો તે સમ્યક્ત્વની ઉત્પત્તિનું કારણ છે. તેમ
જ, સમ્યક્ત્વનો ઉત્પાદ થયા વગર અને આત્માની ધુ્રવતા રહ્યા વગર જો મિથ્યાત્વનો નાશ થઈ જાય તો તે
મિથ્યાત્વનો નાશ થતાં આત્મા જ કાંઈ ન રહ્યો, એટલે એકલા વ્યયની માન્યતામાં આત્માનો જ નાશ થઈ
ગયો, ને એ જ પ્રમાણે જગતના બધા સત્ પદાર્થોનો તેની માન્યતામાં નાશ થઈ જાય છે એટલે કે ઉત્પાદ અને
ધુ્રવતાવગર એકલા વ્યયને જ માનનાર નાસ્તિક જેવો થઈ જાય છે.
અહો! ધુ્રવસ્વભાવની સન્મુખતાથી વીતરાગતાની ઉત્પત્તિ વગર જો રાગદ્વેષના નાશનો આરંભ કરવા
જાય તો તેને રાગદ્વેષનો નાશ કદી થતો નથી. આત્માની ધુ્રવતાને લક્ષમાં લીધા વગર જેણે રાગને ઘટાડવાનું
માન્યું તેણે તે રાગ ઘટાડતાં આત્માને જ ઘટાડી દીધો. રાગ કેમ ઘટે?–રાગને ઘટાડવાના લક્ષે રાગ ન ઘટે પણ
જો ધુ્રવતાનું અવલંબન લ્યે ને વીતરાગભાવની ઉત્પત્તિ થાય તો રાગનો વ્યય થાય છે.
જગતના ચેતન કે જડ–છએ પદાર્થોમાં સમયે સમયે તેના સ્વભાવથી જ ઉત્પાદ–વ્યય–ધુ્રવ છે. જો કોઈ
એકલા ઉત્પાદને જ માને તો તે પદાર્થોની જ નવી ઉત્પત્તિ માને છે, તથા જો કોઈ એકલા વ્યયને જ માને તો તે
પદાર્થોનો જ નાશ માને છે.–આવું માનનાર જીવ સર્વજ્ઞને, ગુરુને, શાસ્ત્રને, કે જ્ઞેયોનો સ્વભાવને માનતો નથી,
અને પોતાના જ્ઞાનસ્વભાવી આત્માને પણ તે માનતો નથી. દેવ–ગુરુ–શાસ્ત્ર તે બધાય આવી જ વસ્તુસ્થિતિ કહે
છે. જ્ઞેયનો સ્વભાવ પણ એવો જ છે ને આત્માનો સ્વભાવ તેને જાણવાનો છે.–આવી વસ્તુસ્થિતિ છે તે સમજવા
યોગ્ય છે. એ સમજે તો જ જ્ઞાનમાં શાંતિ અને વીતરાગતા થાય તેમ છે. યથાર્થ વસ્તુસ્થિતિને સમજ્યા વગર
કદી જ્ઞાનમાં શાંતિ કે વીતરાગતા થાય નહિ.
(૧) ઉત્પાદ વ્યય અને ધુ્રવ વિના નહિ;
(૨) વ્યય ઉત્પાદ અને ધુ્રવ વિના નહિ.
એ બે વાત સાબિત કરી. ઉત્પાદ અને વ્યય એ બંને ધુ્રવ વગર હોતાં નથી–એ વાત પણ તે બે બોલમાં
સમાઈ ગઈ. હવે ત્રીજી વાત સાબિત કરે છે કે:
(૩) ધુ્રવ, ઉત્પાદ અને વ્યય વિના હોતું નથી. ઉત્પાદ–વ્યય વગરના એકલા ધુ્રવને માનતાં શું દોષ આવે
છે તે કહે છે.
એકલું ધુ્રવ માનવામાં આવતા દોષ
જો એકલા ધુ્રવને જ માનો તો તે ધુ્રવતત્ત્વ ઉત્પાદ–