Atmadharma magazine - Ank 091
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 21

background image
: વૈશાખ : ૨૪૭૭ : ૧૫૭ :
વગર માટીની ધુ્રવતા જ નહિ રહે. અને જો માટીની ધુ્રવતા નહિ રહે તો માટીની જેમ જગતના કોઈ પણ
ભાવોની ધુ્રવતા નહિ રહે, બધુંય નાશ થઈ જશે.
અથવા જો ક્ષણિક તે જ ધુ્રવ થઈ જાય તો તો મનના વિકલ્પ–રાગ–દ્વેષ–અજ્ઞાન–કર્મ એ બધું ય ધુ્રવ થઈ
જશે; જો ઉત્પાદ–વ્યય નહિ હોય તો અજ્ઞાનનો નાશ કરીને સમ્યગ્જ્ઞાનની ઉત્પત્તિ, સંસારનો વ્યય થઈને
સિદ્ધદશાની ઉત્પત્તિ, ક્રોધભાવ ટળીને ક્ષમાભાવની ઉત્પત્તિ–એવું કાંઈ રહેશે નહિ.
માટે દ્રવ્યને ઉત્પાદ–વ્યય–ધુ્રવવાળું એક સાથે જ માનવું. તે કઈ રીતે?–કે પૂર્વ પૂર્વ પરિણામના વ્યય સાથે,
પછી–પછીના પરિણામના ઉત્પાદ સાથે અને અન્વય અપેક્ષાએ ધુ્રવ સાથે દ્રવ્યને અવિનાભાવવાળું માનવું.
ઉત્પાદ–વ્યય ને ધુ્રવ એ ત્રણે એક સાથે નિર્વિઘ્નપણે દ્રવ્યમાં છે એમ સંમત કરવું, નિઃસંદેહ પણે નક્કી કરવું.
એકલો ઉત્પાદ, એકલો વ્યય કે એકલું ધુ્રવપણું તે દ્રવ્યનું લક્ષણ નથી પણ ઉત્પાદ–વ્યય ને ધુ્રવ એ ત્રણે એક સાથે
જ દ્રવ્યનું લક્ષણ છે એમ જાણવું.
ગાથા–૧૦૦–પૂરી
* * * * *
શુદ્ધ ચૈતન્યની ઉપાસનાનો ઉપાય
સામ્યભાવ
શ્રી સર્વજ્ઞ ભગવાને આખા જગતમાં આત્માની ઉપાસનાનો ઉપાય શું જોયો છે? તે આચાર્યદેવ કહે છે–
सर्वविद्भिरसंसारैः सम्यग्यानविलोचनैः।
एतस्योपासनोपायः साम्यमेकमुदाहृतम्।।
६३।।
આત્મસ્વભાવની ઓળખાણ કરીને તેના ધ્યાનમાં એકાગ્રતા પ્રગટે તેનું નામ સામ્ય છે; એ સામ્ય જ
આત્માની ઉપાસનાનો ઉપાય છે. આખા જગતમાં આત્માની શાંતિનો આ જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી.
–આમ કોણે કહ્યું? કેવળજ્ઞાનરૂપી દિવ્યનેત્રો વડે સમસ્ત પદાર્થોને જાણનાર તથા સંસારરહિત એવા સર્વજ્ઞ
ભગવાને એક સામ્યભાવને જ શુદ્ધાત્માની ઉપાસનાનો ઉપાય કહ્યો છે. આત્માનું ભાન કરીને તેમાં ઠરતાં જેના
રાગ–દ્વેષ–અજ્ઞાન તદ્ન ટળી ગયા છે એવા સર્વજ્ઞભગવંતોએ જ્ઞાનચક્ષુ વડે ચૌદ બ્રહ્માંડના ભાવોને પ્રત્યક્ષ જોયા,
તેમાં આત્માની શાંતિનો આ એક જ ઉપાય જોયો છે કે સામ્યભાવ તે આત્માની શાંતિ છે. પહેલાંં આત્માની
સમ્યક્શ્રદ્ધા કરવી તે પણ સામ્યભાવ છે. સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર એ ત્રણે સામ્યભાવ છે,
અને તે જ શુદ્ધ આત્માની ઉપાસનાનો ઉપાય છે.
જે પોતે અસંસારી–મુક્ત થયા છે તેમણે આવો જ ઉપાય પોતાના સર્વજ્ઞજ્ઞાનમાં જોયો છે કે હે જીવ! તારે
આ સમતા એ જ શાંતિનો ઉપાય છે. પણ સમતાભાવ કહેવો કોને? લોકો સામાન્ય મંદકષાયને સમતા કહે છે,
પણ તે ખરેખર સમતા નથી, પરંતુ વિષમતા છે. જ્ઞાનમૂર્તિ આત્મસ્વભાવનું ભાન થતાં, પુણ્ય સારું ને પાપ
ખરાબ–એવી પુણ્ય–પાપમાં વિષમતાની દ્રષ્ટિ ટળીને સામ્યભાવ પ્રગટે તેનું નામ સમતા છે. સમતાભાવ કહો કે
જ્ઞાયકભાવ કહો, તે જ ચૈતન્યની શાંતિનો રસ્તો છે. સર્વજ્ઞદેવે જ્ઞાનમાં ચૌદ બ્રહ્માંડના રસ્તા જોયા, તેમાં શાંતિનો
રસ્તો એક સામ્ય જ છે, એમ જોયું છે.
સાચો સમભાવ કોને હોય? લક્ષ્મી, શરીર વગેરે પર વસ્તુ મારી અને હું તેમાં ફેરફાર કરી શકું છું–એવી
જેની માન્યતા છે તેને અનુકૂળતા–પ્રતિકૂળતામાં સમભાવ રહી શકતો નથી. લક્ષ્મી હો કે ન હો, તે બંને મારું
સ્વરૂપ નથી, હું તે બંનેનો જાણનાર છું–એમ જેણે ભાન કર્યું તેને તે બંનેમાં ચૈતન્યના લક્ષે સમતાની પ્રતીત છે.
સમતાનો અર્થ જ જ્ઞાતાપણું છે. મારો આત્મા જ્ઞાતા છે, કોઈ સંયોગમાં ફેરફાર કરવાની મારી તાકાત નથી અને
રાગ–દ્વેષ તે મારું સ્વરૂપ નથી, વસ્તુમાં જેમ થાય તેનો હું જ્ઞાતા જ છું–આવી જ્ઞાનસ્વભાવની પ્રતીત પ્રગટયા
વગર કોઈને સામ્યભાવ હોય નહીં. શરીરમાં નીરોગતા હો કે રોગ હો, શત્રુ હો કે મિત્ર હો, શુભ હો કે અશુભ હો
તેમ જ જીવન હો કે મરણ આવો–તે બધામાં હું તો જ્ઞાતા જ છું, એક ઈષ્ટ અને બીજું અનિષ્ટ એવું મારા જ્ઞાનમાં
નથી, આવી જેને પ્રતીત થઈ છે તેને તે બધામાં સમતા જ