Atmadharma magazine - Ank 091
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 21

background image
: ૧૪૫ : : આત્મધર્મ : ૯૧
અહો! પોતાના
પુનિત પ્રભાવ દ્વારા
જેમણે અનેક સુમુમુક્ષુઓ
ને મોક્ષમાર્ગમાં પ્રેર્યા છે...
અને ભ્રષ્ટ થતા અનેક
જીવોને વાત્સલ્યપૂર્વક
ફરી સન્માર્ગમાં દ્રઢપણે
સ્થાપિત કર્યા છે.....એવા
આ ત્રિકાલ મંગળસ્વરૂપ
પવિત્ર આત્મા પૂ.
ગુરુદેવના પુનતિ
શરણમાં રહીને અપૂર્વ
આત્મકલ્યાણની ઉપાસના
કરતાં મુમુક્ષુજનોનાં હૈયા
આનંદથી અતિ ઉલ્લસિત
થાય છે અને શિર
તેઓશ્રીના ચરણમાં ઝૂકી
જાય છે.
*
હે કૃપાનિધિ, પૂ.
ગુરુદેવ! આપ આત્માર્થી
જીવોના હૃદયના આરામ
અને જીવનના આધાર
છો.....ઊંડા ઊંડા અંધારે
ભટકતા અનેક જિજ્ઞાસુ
જીવોને કલ્યાણમાર્ગની
કેડી આપના જ પુનિત
પ્રતાપે સાંપડી છે....અમ–
મુમુક્ષુઓના જીવનમાં
આપનો પરમ ઉપકાર
છે... સર્વ મંગલ પ્રસંગોમાં
આપનો જ મહાન ઉપકાર
છે....આપ અમારા
આત્મઉદ્ધારક છો...તેથી
અમારા અંતરમાંથી
પોકાર ઊઠે છે કે–
‘स्वस्ति श्री सद्गुरवे’
*
“ચૈતન્યભાનુનો ઉદય”:
(વૈશાખ સુદ ૨)
(૧) આજે, ભવ્યજીવોરૂપી કમલને વિકસાવનારા ચૈતન્ય ભાનુનો ઉદય થયો...
(૨) સૂર્ય ઉદય પામીને રાત્રિના અંધકારનો નાશ કરે તે પહેલાંં તો–અજ્ઞાનઅંધકારનો નાશ કરનારા
ચૈતન્યભાનુનો ઉદય થયો...
(૩) ભવ્યજીવોના સંસાર–સમુદ્રને સૂકવી નાખનારા ઉગ્ર ચૈતન્યભાનુનો ઉદય થયો...
(૪) અજ્ઞાન–અંધકારમાં આથડતા જીવોને મુક્તિમાર્ગના પ્રકાશક ચૈતન્યભાનુનો ઉદય થયો...
(૫) જૈનશાસનરૂપી આકાશમાં એક ઝળહળતા ચૈતન્યભાનુનો ઉદય થયો...
હે સાધર્મી બંધુઓ...!
(૧) ચાલો! એ ચૈતન્યભાનુના દિવ્યકિરણોને ઝીલીને આત્મકમલને વિકસાવીએ...
(૨) ચાલો! એ ચૈતન્યભાનુના દિવ્ય તેજને ઝીલીને અજ્ઞાન–અંધકારને મિટાવીએ...
(૩) ચાલો! એ ચૈતન્યભાનુના દિવ્ય પ્રતાપને ઝીલીને ભવસમુદ્રને સૂકવી નાખીએ...
(૪) ચાલો! એ ચૈતન્યભાનુના દિવ્ય પ્રકાશમાં મુક્તિમાર્ગે ગમન કરીએ...
(૫) ચાલો! એ ચૈતન્યભાનુથી જૈનશાસનને દીપાવીએ......