Atmadharma magazine - Ank 092
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 21

background image
: જેઠ: ૨૪૭૭ આત્મધર્મ : ૧૭૧:
ખરેખર વસ્તુસ્થિતિ તેમ નથી. ‘नमो अरिहंताणं’ ના અર્થમાં પણ અજ્ઞાનીઓને વાંધા ઊઠે તેવું છે. અરિહંત
એટલે કર્મરૂપી વેરીને હણનાર, એટલે ભગવાનના આત્માએ જડ કર્મોને હણ્યા–એમ અજ્ઞાની તો ખરેખર માની
લેશે, પણ જ્ઞાની કહે છે કે–ના, ખરેખર એમ નથી, જડકર્મો આત્માના વેરી છે ને ભગવાને કર્મોને હણ્યા એ કથન
તો નિમિત્તથી છે. કાંઈ જડકર્મો આત્માના વેરી નથી, તેમ જ આત્મા કાંઈ જડકર્મોનો સ્વામી નથી કે તે
તેને ટાળે? જીવ અજ્ઞાનભાવથી પોતે પોતાનો વેરી હતો ત્યારે નિમિત્તકર્મોને ઉપચારથી દુશ્મન કહ્યા, અને જીવે
શુદ્ધતા પ્રગટ કરીને અશુદ્ધતા ટાળી ત્યાં નિમિત્તરૂપ કર્મો પણ સ્વયં ટળી ગયા, તેથી આત્માએ કર્મો ટાળ્‌યાં એમ
ઉપચારથી કહેવાય છે. આમ જીવ અજીવ બંનેનું જુદાપણું રાખીને શાસ્ત્રોના અર્થ સમજવા જોઈએ.
અરિહંત ભગવાન ભાષાવર્ગણાને ગ્રહણ કરે ને પછી સામા જીવની યોગ્યતા પ્રમાણે તે ભાષા છોડે–એમ
ભગવાનને અજીવના કર્તા માને છે તે આજ્ઞાની છે, તેણે જીવને અજીવનો સ્વામી માન્યો છે, વસ્તુની
સ્વતંત્રતાની તેને ખબર નથી, તેમ જ કેવળીના સ્વરૂપની પણ તેને ખબર નથી; કેવળીને વાણીના કર્તા માનીને
તે કેવળીપ્રભુનો અવર્ણવાદ કરે છે. વીતરાગદેવ શું વસ્તુસ્વરૂપ કહે છે તે સમજ્યા વિના ઘણાનો મનુષ્યદેહ
નકામો ચાલ્યો જાય છે. સાત તત્ત્વોમાં જીવ અને અજીવના સ્વતંત્ર નિમિત્તનૈમિત્તિકપણાની શ્રદ્ધા કરવી તે તો
વ્યવહારશ્રદ્ધામાં આવી જાય છે, પરમાર્થશ્રદ્ધા તો તેથી જુદી છે. જેટલા પ્રમાણમાં જીવ શુદ્ધતા કરે ને
અશુદ્ધતા ટળે તેટલા જ પ્રમાણમાં કર્મો નિર્જરી જાય, છતાં બંનેનું પરિણમન સ્વતંત્ર છે. નિમિત્તનૈમિત્તિક
સંબંધને લઈને પર્યાયમાં તેવો મેળ થઈ જાય છે.
આઠમું બંધતત્ત્વ છે. વિકારભાવમાં જીવ અટકે તેનું નામ બંધન છે. બંધાવાયોગ્ય જીવની અવસ્થા છે ને
તેમાં નિમિત્તરૂપ જડકર્મ છે તેને બંધન કરનાર કહેવાય છે. પણ કર્મે જીવને બંધન કરાવ્યું એમ નથી. લાયકાત
તો જીવની અવસ્થાની છે. આત્મામાં બંધનની લાયકાત થઈ માટે કર્મને બંધાવું પડ્યું–એમ પણ નથી, ને કર્મને
લીધે જીવ બંધાયો–એમ પણ નથી. જેણે સ્વભાવના એકપણાની શ્રદ્ધા કરી તેને પર્યાયની યોગ્યતાનું યથાર્થજ્ઞાન
થાય છે. માત્ર નવતત્ત્વને જાણે પણ અંતરમાં સ્વભાવની એકતા તરફ ન વળે તો યથાર્થજ્ઞાન થાય નહિ ને
સમ્યગ્દર્શનનો લાભ થાય નહિ.
જેમ માતા–પિતાને હસતાં દેખીને કોઈ બાળક પણ ભેગો હસવા લાગે, પણ શા માટે હસે છે તેની તેને
ખબર નથી; તેમ જ્ઞાની આત્માના સત્ સ્વભાવની અપૂર્વ વાત કરે છે, ત્યાં તે સમજીને, તેની હા પાડીને જે
ઉત્સાહ બતાવે છે તે તો આત્માનો અપૂર્વ લાભ પામે છે. અને કેટલાક જીવો તે વાત સમજ્યા વગર ઉત્સાહ
બતાવે છે–જ્ઞાની કાંઈક આત્માની સારી વાત કહે છે એમ ધારીને હા પાડીને માની લ્યે છે પણ તેનો શું ભાવ છે
તે પોતે અંતરમાં સમજતો નથી તો તેને આત્માની સમજણનો યથાર્થ લાભ થાય નહિ, માત્ર પુણ્ય બંધાઈને છૂટી
જાય. અંતરમાં જાતે તત્ત્વનો નિર્ણય કરે તેની જ ખરી કિંમત છે. જાતે તત્ત્વનો નિર્ણય કર્યા વગર હા પાડશે
તે ટકશે નહિ.
પ્રશ્ન:– પર્યાયદ્રષ્ટિથી નવતત્ત્વ જાણવા તે વ્યવહાર છે, તેનાથી અભેદ આત્માની શ્રદ્ધાનો તો કાંઈ લાભ
થતો નથી, તેથી તેમાં હોંશ કેમ આવે?
ઉત્તર:– વ્યવહારની હોંશ કરવાનું કોણ કહે છે?–પણ જેને અભેદ આત્માના અનુભવની હોંશ છે તેને
વચ્ચે નવતત્ત્વની વ્યવહારશ્રદ્ધા આવી જાય છે. અભેદસ્વભાવના લક્ષ તરફ વળતાં પ્રથમ આંગણા તરીકે, ખોટા
તત્ત્વોની માન્યતા છોડીને સાચા નવતત્ત્વનો નિર્ણય કરવામાં હોંશ આવ્યા વગર રહે નહિ, પણ તેમાં નવતત્ત્વના
વિકલ્પની પ્રધાનતા નથી પણ અભેદ સ્વભાવનું લક્ષ કરવાની પ્રધાનતા છે. નવતત્ત્વનો નિર્ણય પણ કુતત્ત્વોથી
છોડાવવા પૂરતો કાર્યકારી છે. જો પહેલેથી જ અભેદ ચૈતન્યને લક્ષમાં લેવાનો આશય હોય તો વચ્ચે આવેલી
નવતત્ત્વની શ્રદ્ધાને વ્યવહારશ્રદ્ધા કહેવાય. પણ જેને પહેલેથી જ વ્યવહારના આશ્રયની બુદ્ધિ છે તે જીવ તો
વ્યવહારમૂઢ છે, તેને નવતત્ત્વની વ્યવહારશ્રદ્ધા પણ સાચી નથી.
માત્ર નવતત્ત્વના નિર્ણયથી સમ્યગ્દર્શન થતું નથી, પણ અભેદસ્વરૂપના અનુભવમાં નથી પહોંચી શક્યો
ત્યાં વચ્ચે અભેદના લક્ષે નવતત્ત્વનો નિર્ણય આવ્યા વગર રહેતો નથી. જેમ બારદાન વગર માલ હોતો નથી ને
બારદાન પોતે પણ માલ નથી તેમ નવતત્ત્વને જાણ્યા વગર સમ્યક્શ્રદ્ધા થતી નથી ને નવતત્ત્વના વિચાર તે પોતે
પણ સમ્યક્શ્રદ્ધા નથી. વિકલ્પથી જુદો પડીને અભેદ