Atmadharma magazine - Ank 092
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 21

background image
: ૧૭૨ : આત્મધર્મ ૨૪૭૭: જેઠ:
આત્માનો અનુભવ કરવો તે જ સમ્યક્શ્રદ્ધાનું લક્ષણ છે.–આવો સમ્યગ્દર્શનનો નિશ્ચય–વ્યવહાર છે. (ચૈતન્યમૂર્તિ
ભગવાન આત્માનો અનુભવ કરીને સમ્યગ્દર્શન પ્રગટ કરવું એ જ આત્માર્થી જીવનું પહેલું કર્તવ્ય છે. એ સિવાય
જગતના બીજા કોઈ બાહ્ય કર્તવ્યને આત્માર્થી જીવ પોતાનું કર્તવ્ય માનતા જ નથી.)
અહો! જીવનો સ્વભાવ જ્ઞાયક શુદ્ધચૈતન્ય છે, તેમાં તો બંધન કે અપૂર્ણતા નથી. એ જ્ઞાયકસ્વભાવની
દ્રષ્ટિથી તો જીવમાં બંધ–મોક્ષ વગેરે સાત તત્ત્વો નથી. પણ વર્તમાન અવસ્થામાં વિકારથી ભાવબંધની લાયકાત
છે. કર્મોએ જીવને રખડાવ્યો નથી. કર્મ તો નિમિત્તમાત્ર છે. જીવ પોતાના વિકારથી રખડયો ત્યારે કર્મોને નિમિત્ત
તરીકે રખડાવનાર કહ્યાં. મોટા મોટા નામધારી ત્યાગીઓ ને વિદ્વાનો પણ આ વાતમાં ગોથાં ખાય છે. જેમ
પાણીના સંયોગનું જ્ઞાન કરાવવા માટે પિત્તળના કલશને પણ ‘પાણીનો કલશ’ કહેવાય છે તેમ જીવ જ્યારે
પોતાના ઊંધા ભાવથી રખડે છે ત્યારે નિમિત્ત તરીકે જડ કર્મો હોય છે તે બતાવવા માટે ‘કર્મે જીવને રખડાવ્યો’
એમ વ્યવહારનું કથન છે, એને બદલે અજ્ઞાનીઓ તે કથનને જ વળગી પડ્યા. કર્મો જીવને રખડાવે એવી
માન્યતાને અહીં તો વ્યવહારશ્રદ્ધામાં પણ લીધી નથી. જીવ અજીવને જુદા જુદા જાણે, જીવની અવસ્થામાં
બંધતત્ત્વની યોગ્યતા છે ને પુદ્ગલમાં કર્મરૂપ થવાની તેની સ્વતંત્ર યોગ્યતા છે–એમ બંનેને ભિન્ન ભિન્ન જાણે તેને
અહીં વ્યવહારશ્રદ્ધા કહેવામાં આવે છે, ને તે સમ્યગ્દર્શનનો વ્યવહાર છે.
હજી લોકોને સમ્યગ્દર્શનના વ્યવહારનું પણ ઠેકાણું નથી ત્યાં તો ચારિત્રના વ્યવહારમાં ઉતરી પડે
છે. અનાદિની બાહ્યદ્રષ્ટિ છે તેથી ઝટ બાહ્યત્યાગમાં ઉતરી પડે છે. બહારથી કાંઈક ત્યાગ દેખાય એટલે અમે
કાંઈક કર્યું–એમ માનીને સંતોષ લ્યે, પણ અંદર તો મોટું મિથ્યાત્ત્વ પોષાય છે તેનું ક્યાં ભાન છે? અનંત
સંસારપરિભ્રમણનું કારણ મિથ્યાત્વ છે તેને તો ટાળવાની દરકાર પણ કરતો નથી. બાહ્યત્યાગ કરીને અનંતવાર
જીવ નવમી ગ્રૈવેયકે ગયો ને ચાર ગતિમાં રખડયો. નવમી ગ્રૈવેયકે જનારની વ્યવહારશ્રદ્ધા તો ચોખ્ખી હોય છે;
અત્યારના ઘણા લોકોમાં તો તેવી નવતત્ત્વની વ્યવહારશ્રદ્ધાનું પણ ઠેકાણું નથી. તો પછી, ધર્મનો માર્ગ તો
અંતરની પરમાર્થશ્રદ્ધામાં છે તેની તો વાત જ શું? અત્યારે આ વાત બીજે ક્યાંય ચાલતી જોવામાં આવતી નથી.
જીવ અને અજીવની સમય સમયની સ્વતંત્રતા કબૂલ કરીને સાત તત્ત્વોને જાણે તેને તો
વ્યવહારસમ્યગ્દર્શન થયું; અને વિકલ્પ રહિત થઈને અંતરમાં અભેદ ચૈતન્યતત્વનો અનુભવ અને પ્રતીત કરે
ત્યારે પરમાર્થસમ્યગ્દર્શન થાય છે, તે જ ધર્મ છે, તે જ આત્માર્થી જીવનું પહેલું કર્તવ્ય છે.
[અહીં સુધી, નવતત્ત્વમાંથી જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા અને બંધ એ આઠ
તત્ત્વોનું વિવેચન થયું છે, નવમા મોક્ષતત્ત્વનું વિવેચન બાકી છે, તે હવેના વ્યાખ્યાનમાં આવશે.]
શુદ્ધિપત્રક : આત્મધર્મ અંક ૯૧
પૃષ્ઠ–કોલમ–લાઈન અશુદ્ધ શુદ્ધ
૧૪૪–૧–૧૧ પુનતિ શરણમાં પુનિત શરણમાં
૧૫૫–૧–૨૬ બે ગોલ વગર બે બોલ વગર
૧૫૫–૨–૨૧ જ્ઞેયોનો સ્વભાવને જ્ઞેયોના સ્વભાવને
૧૫૭–શ્લોક सम्यग्यानविलोचनैः सम्यग्ज्ञानविलोचनैः
૧૫૮–૧–૨૩ રસ્તો સ્વભાવ જ છે. રસ્તો સામ્યભાવ જ છે.
૧૫૮–૨–૪ જ્ઞાતાપણાનો પ્રતીત જ્ઞાતાપણાની પ્રતીત