Atmadharma magazine - Ank 092
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 21

background image
: જેઠ: ૨૪૭૭ આત્મધર્મ : ૧૭૩ :
શુદ્ધાત્માનું ધ્યાન તે જ ધર્મ;
અને તે માટેની પાત્રતાનું વર્ણન
[વીર સં. ૨૪૭૫ના વૈશાખ વદ ૧૩ના રોજ લાઠીમાં
શ્રી પ્રવચનસાર ગા. ૧૯૪ ઉપર પૂ. ગુરુદેવશ્રીનું પ્રવચન]
[૧] કલ્યણન ઉપય
જે જીવને પોતાનું કલ્યાણ કરવું છે તેણે કલ્યાણ કઈ રીતે થાય તે જાણવું જોઈએ. આત્મા સિવાય બીજી
વસ્તુના આશ્રયે કલ્યાણ થાય નહીં. પર ચીજોથી આત્માને ભિન્ન જાણે તો પરની એકાગ્રતા છોડીને આત્મામાં
એકાગ્રતા કરે, તે કલ્યાણ નો ઉપાય છે.
[૨] આત્મામાં એકાગ્રતા કોને થાય?
આત્મા સિવાય બીજી ચીજો છે તેને જો ન માને તો તે પરની રુચિ છોડીને શુદ્ધ આત્માની રુચિ કરવાનો
અવકાશ રહેતો નથી. આત્મા સિવાય શરીર, મન, વાણી વગેરે પદાર્થો જગતમાં બિલકુલ નથી–એમ કોઈ કહે તો
તે વાત મિથ્યા છે. પર વસ્તુઓ જેમ છે તેમ તેને જ્ઞાનમાં જાણવી જોઈએ. જ્ઞાનનો સ્વભાવ સ્વ–પરપ્રકાશક છે
તેથી તે પરને પણ જાણે છે. અહીં, એક તરફ શુદ્ધ આત્મા અને બીજી તરફ બધા પરદ્રવ્યો–એમ બે વિભાગ
પાડીને શ્રી આચાર્યદેવ કહે છે કે આ આત્માને શુદ્ધઆત્મા જ ઉપલબ્ધ કરવા યોગ્ય છે. શુદ્ધ આત્મા સિવાય પર
વસ્તુઓ આત્માને અશુદ્ધતાનું કારણ છે. પર વસ્તુના લક્ષે અટકતાં આત્માને અશુદ્ધતાની ઉત્પત્તિ થાય છે તેથી
અહીં ૧૯૩ મી ગાથામાં આચાર્યદેવે પરવસ્તુને અશુદ્ધતાનું કારણ કહી દીધું છે. ‘શુદ્ધ આત્મા ધ્રુવ હોવાથી તે જ
પ્રાપ્ત કરવા યોગ્ય છે, એ સિવાય પરવસ્તુઓ આત્માને અશુદ્ધતાનું કારણ છે’–એમ જેણે નક્કી ન કર્યું હોય તેને
ધ્રુવ શુદ્ધ આત્માની શ્રદ્ધા ને એકાગ્રતા થતી નથી. તેમ જ ‘પરવસ્તુઓ આત્મામાં અશુદ્ધતાને નીપજાવતી નથી
પણ આત્મા પરના લક્ષે રોકાય તો પર વસ્તુને અશુદ્ધતાનું કારણ ઉપચારથી કહેવામાં આવે છે’–એમ ન જાણે તો
પણ શુદ્ધ આત્માની શ્રદ્ધા થતી નથી, અને શુદ્ધ આત્માની શ્રદ્ધા વગર તેમાં એકાગ્રતા રૂપ ધ્યાન પણ હોય નહીં.
[૩] મોહગ્રન્થિ છેદવાનો ઉપાય
પરથી ભિન્ન પોતાના શુદ્ધ આત્માને ધર્મી જીવ કેવો જાણે છે તેનું વર્ણન ૧૯૨ તથા ૧૯૩ મી ગાથામાં
કર્યું; હવે તેની સાથે ૧૯૪ મી ગાથાની સંધિ કરે છે: ‘હું પરનો નથી, પર મારાં નથી, હું એક જ્ઞાન છું.... હું
આત્માને એ રીતે જ્ઞાનાત્મક, દર્શનભૂત, અતીન્દ્રિય મહા પદાર્થ, ધ્રુવ, અચલ, નિરાવલંબ અને શુદ્ધ માનું
છું....શરીરો, ધન સુખ–દુઃખ શત્રુ–મિત્રજનો–એ કાંઈ જીવને ધ્રુવ નથી, ધ્રુવ તો ઉપયોગાત્મક આત્મા છે. તેથી તે
શુદ્ધ આત્મા જ ઉપલબ્ધ કરવા યોગ્ય છે.’–એ રીતે પૂર્વે કહ્યું, તે પ્રમાણે જાણીને જે પોતાના શુદ્ધાત્માને ધ્યાવે છે
તેને મોહગ્રંથિ ક્ષય થઈ જાય છે–એમ ૧૯૪ મી ગાથામાં કહે છે–
जो एवं जाणित्ता झादि परं अप्पगं विसुद्धप्पा।
सागारोऽणागारो खवेदि सो मोहदुग्गंट्ठिं।।
१९४।।
–આ જાણી, શુદ્ધાત્મા બની, ધ્યાવે પરમ નિજ આત્મને, સાકાર અણ–આકાર હો, તે મોહગ્રંથિ ક્ષય કરે. ૧૯૪
જે આમ જાણીને વિશુદ્ધાત્મા થયો થકો પરમ આત્માને ધ્યાવે છે, તે–સાકાર હો કે અનાકાર હો–
મોહદુર્ગ્રંથિને ક્ષય કરે છે.
જ્ઞાયકસ્વભાવી આત્મા ધ્રુવ છે, એ સિવાય આત્માને કોઈ પરવસ્તુઓનો સંયોગ ધ્રુવ નથી. આત્માથી
સમસ્ત પરવસ્તુઓ જુદી છે ને મલિનતાથી પણ પર ચીજ જુદી છે; અજ્ઞાની જીવ પરથી મને લાભ–નુકસાન
થાય એવો