Atmadharma magazine - Ank 092
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 21

background image
: ૧૭૪ : આત્મધર્મ ૨૪૭૭: જેઠ:
મિથ્યાભાવ કરે છે તે મિથ્યાભાવથી પણ પર વસ્તુઓ જુદી જ છે; તેથી આત્માને કોઈ પરવસ્તુ ઉપાદેય નથી
પણ પોતાનો ધ્રુવ આત્મા જ ઉપાદેય છે.–એમ જે જાણે તેને જ આત્માનું ધ્યાન થાય છે. આ જાણ્યા વગર
આત્માનું ધ્યાન થતું નથી. પરથી ભિન્ન પોતાનો આત્મા જ ઉપાદેય છે એમ નક્કી કરીને જે જીવ પરમ શુદ્ધ
આત્માને ધ્યાનમાં ધ્યાવે છે તેને મોહનો નાશ થાય છે ને સમ્યકત્વ પ્રગટ થાય છે.
જે જીવ વિકારને પોતાનું સ્વરૂપ માને તેને વિકાર રહિત પરમ શુદ્ધ આત્માનું ધ્યાન હોતું નથી. પહેલાંં,
પરથી મને લાભ–નુકસાન થાય અને પુણ્ય–પાપ મારું કર્તવ્ય છે–એમ જે શ્રદ્ધાએ માન્યું હતું તે શ્રદ્ધામાં શુદ્ધ
આત્માની ઉપલબ્ધિ ન હતી; હવે, ઉપયોગાત્મક ધ્રુવ આત્મા જ હું છું–એમ ઓળખાણ વડે તે મિથ્યાશ્રદ્ધા છોડીને
શુદ્ધ આત્માની જેણે અંતરમાં પ્રાપ્તિ કરી છે તેને જ આત્મધ્યાન હોય છે ને તેને જ મોહનો ક્ષય થાય છે.
[૪] પરમાં એકાગ્રતાથી આત્મા પીડાય છે
આત્માનો સ્વભાવ જ્ઞાતાદ્રષ્ટા છે. તે પરલક્ષે અટકતાં તેની અખંડતા પીલાય છે એટલે કે પરલક્ષે
અટકતાં જ્ઞાનસ્વભાવની એકતામાં ભંગ પડીને વિકારની ઉત્પત્તિ થાય છે. જેમ તલ જો છૂટા રહે તો અખંડ રહે
છે, ને ઘાણીમાં જતાં તે અખંડ રહેતા નથી પણ પીલાય છે, તેમ જ્ઞાતાશક્તિનો પિંડ આત્મા, જો પોતાના
ધ્રુવસ્વભાવના આશ્રયે એકલો રહે તો તેના જ્ઞાન–દર્શન–આનંદ વગેરે અખંડ રહે છે, ને પરલક્ષે રોકાતાં તેની
અખંડતા ભેદાય છે એટલે કે ત્યાં વિકારની ઉત્પત્તિ થઈને જ્ઞાતાસ્વભાવ તેમાં પીડાય છે.
અહીં શ્રી આચાર્યદેવે શુદ્ધાત્માને જાણીને તેના ધ્યાનની વાત લીધી છે. ધ્યાનના ચાર પ્રકાર છે; તેમાં
આર્ત્તધ્યાન અને રૌદ્રધ્યાન અધર્મરૂપ છે, ને ધર્મધ્યાન તથા શુક્લધ્યાન ધર્મરૂપ છે. પરમાં કે વિકારમાં પોતાપણું
માનીને ત્યાં ઉપયોગની એકાગ્રતા કરતાં આત્માના ચૈતન્યપ્રાણ પીડાય છે, તેથી તે આર્ત્તધ્યાન અને રૌદ્રધ્યાન છે.
મારો આત્મા શુદ્ધ, ઉપયોગસ્વરૂપ છે તે જ મારે ધ્રુવ છે–એમ શુદ્ધાત્માને લક્ષમાં લઈને ત્યાં એકાગ્ર થવું તે
ધર્મધ્યાન અને શુક્લધ્યાન છે, તેમાં ચૈતન્યપ્રાણ અખંડ રહે છે.
[૫] શુદ્ધાત્માનું ધ્યાન તે ધર્મ, પરનું ધ્યાન તે અધર્મ
આત્માનો ધર્મ તેમ જ અધર્મ–એ બંને ધ્યાનસ્વરૂપ છે. ધર્મમાં આત્મસ્વભાવમાં એકાગ્રતારૂપ સ્વભાવનું
ધ્યાન છે, ને અધર્મમાં પરમાં એકાગ્રતારૂપ પરનું ધ્યાન છે. પર લક્ષે ભલે દયાદિના શુભપરિણામમાં એકાગ્ર થાય
તો પણ પરમાર્થે તે અધર્મધ્યાન જ છે. ધર્મધ્યાનમાં તો આત્માના શુદ્ધ ધ્રુવસ્વભાવનો જ આશ્રય છે. આત્માના
ધ્રુવસ્વભાવના જ આશ્રયે કલ્યાણ છે, પરના આશ્રયે કલ્યાણ નથી–એમ નક્કી કરીને જે જીવ પોતાના શુદ્ધ
આત્માને ધ્યાનમાં ધ્યાવે છે તે જીવને મોહનો ક્ષય થાય છે. પરના લક્ષે એકાગ્રતાથી તો આત્માને ભૂંડા ધ્યાનની
જ ઉત્પત્તિ થાય છે ને તેનું ફળ સંસાર છે. ધર્મધ્યાનના બે પ્રકારોમાં ધર્મધ્યાન તે મંદ છે ને શુક્લધ્યાન તે ઉગ્ર છે;
તે બંને ભલા–ધ્યાન છે ને તેમનામાં જ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર આવી જાય છે. તથા અધર્મધ્યાનના બે
પ્રકારોમાં આર્ત્તધ્યાન તે મંદ છે તે રૌદ્રધ્યાન તે તીવ્ર છે; એ બંને ભૂંડા ધ્યાન છે ને સંસારનું કારણ છે. આત્માના
શુદ્ધસ્વભાવને ચૂકીને, ક્ષણિક વિભાવને કે સંયોગને પોતાનું સ્વરૂપ માનીને તેના આશ્રયે જે અટકે તેને મોહનો
ક્ષય થતો નથી પણ મોહની ઉત્પત્તિ જ થાય છે. પહેલાંં પર તરફના વલણવાળા શુભાશુભભાવ થતા હોવા છતાં
ધર્મી જીવને તેના આશ્રયની બુદ્ધિ નથી; તેના નિર્ણયના ધ્યેયમાં તો શુદ્ધ ધ્રુવ આત્માનો જ આશ્રય છે એટલે તેને
વારંવાર શુદ્ધઆત્મામાં એકાગ્રતાનું રટણ રહ્યા કરે છે. વિકાર ભાવો થવા હોવા છતાં તેનાથી ભિન્ન શુદ્ધઆત્માનો
જેણે નિર્ણય કર્યો તેને તે શુદ્ધાત્મામાં એકાગ્રતાથી મોહનો ક્ષય થાય છે. માટે પહેલાંં દેહાદિથી અત્યંત ભિન્ન અને
ક્ષણિક વિકારથી પણ ભિન્ન, ત્રિકાળ ઉપયોગસ્વરૂપી ધ્રુવ શુદ્ધઆત્માનો આત્મામાં નિર્ણય કરવો જોઈએ.
પર્યાયમાં વિકાર હોવા છતાં જ્ઞાને તેનાથી ભિન્ન ચૈતન્યતત્ત્વને જાણ્યું છે ને શ્રદ્ધાએ અખંડ શુદ્ધચૈતન્યતત્ત્વને
ધ્યેયમાં લીધું છે,–આવી જેની દશા છે તે જીવને શુદ્ધ આત્મામાં પ્રવૃત્તિદ્વારા શુદ્ધાત્મપણું હોય છે તેમ જ તેને
શુદ્ધાત્માનું ધ્યાન હોય છે. જેને સંયોગ અને વિકારથી પાર શુદ્ધ ચૈતન્યતત્વની પ્રતીતિ નથી તે જીવ બાહ્ય
સંયોગમાંથી કલ્યાણ લેવા માગે છે ને બાહ્યસંયોગના કે વિકારના આશ્રયે તે મોહને ટાળવા માગે છે;
કોઈ વાણીમાંથી,