સ્વલક્ષ કરવાનું રહેતું નથી. પરવસ્તુ છે ને તેના લક્ષે વિકાર પણ પોતાની પર્યાયમાં થાય છે–એમ માને તો
પરલક્ષથી છૂટીને સ્વલક્ષ તરફ વળવાનું બને. જગતમાં પરદ્રવ્ય છે એમ મનાવે, પર ઉપર જીવનું લક્ષ જાય છે ને
જીવની પર્યાયમાં વિકાર થાય છે–એમ મનાવે, તે વિકારરહિત ધ્રુવ ચૈતન્યસ્વભાવ ત્રિકાળ છે તેને પણ મનાવે
અને પરલક્ષ છોડીને તે ધ્રુવસ્વભાવનું ધ્યાન કરવાનું જે બતાવે તે જ સાચા દેવ–ગુરુ–શાસ્ત્ર છે. પરંતુ, તે ખોટા
દેવ–ગુરુ–શાસ્ત્ર કે આ સાચા દેવ–ગુરુ–શાસ્ત્ર તે બંને આ આત્માને પરદ્રવ્ય છે, તેના લક્ષે આત્મા અશુદ્ધ થાય છે,
ને તે બંનેથી ભિન્ન પોતાનો ચૈતન્યસ્વભાવ ધ્રુવ છે તેના લક્ષે જ શુદ્ધતા થાય છે–એમ નક્કી કરીને જે ધ્રુવ
ચૈતન્ય આત્માની શ્રદ્ધા–જ્ઞાન કરે છે તે આત્મા વિશુદ્ધ થાય છે. ધ્રુવ ચૈતન્યસ્વભાવ તો ત્રિકાળ શુદ્ધ છે જ, ને
તેના આલંબને શ્રદ્ધા–જ્ઞાન કરતાં પર્યાયમાં પણ તે આત્મા વિશુદ્ધ થયો છે. સ્વજ્ઞેયને ચૂકીને પરજ્ઞેયમાં અટકતાં
વિકારની ઉત્પત્તિ થાય છે ને ચૈતન્યની શુદ્ધતા હણાય છે. મારા નિર્વિકારી ધ્રુવ ચૈતન્યતત્ત્વને જ સ્વજ્ઞેય કરીને
તેના આલંબને એકાગ્ર થાઉં તો આત્માને શુદ્ધતાનો લાભ થાય, એમ સમજીને જે પરમ શુદ્ધ આત્માને ધ્યાવે છે
તેને મોહનો ક્ષય થાય છે.
થાય છે. અને એ રીતે અંતરાત્મા થઈને ત્યાર પછી પૂર્ણ પરમાત્મદશા પ્રગટ કરવા માટે પણ તે પરમ શુદ્ધ
આત્માને જ ધ્યાવે છે. આ શુદ્ધ આત્માનું ધ્યાન તે જ સમ્યક્દર્શન–જ્ઞાન–ચારિત્ર છે, તે જ મોક્ષમાર્ગ છે, તે જ
ધર્મ છે, તે જ શુદ્ધ ઉપયોગ છે; ધર્મના જેટલા પ્રકાર કહો તે બધાય તેમાં આવી જાય છે.
શુદ્ધ ચૈતન્યતત્ત્વને જ ધ્રુવ મહિમાવાળું શરણરૂપ જાણ્યું એટલે તેમાં જ એકાગ્ર થવાનું રહ્યું. શુદ્ધ ચિદાનંદ
આત્માની પ્રતીત, જ્ઞાન ને રમણતા એ ત્રણે ય આત્માના ધ્યાનસ્વરૂપ જ છે. જગતમાં સ્વ અને પર ભિન્ન ભિન્ન
તત્ત્વો છે, તેમાં સ્વભાવમાં વળવા જવું છે, પરમાં વળવાથી લાભ નથી–એમ જેણે નક્કી કર્યું હોય તે જ ચૈતન્યનું
ધ્યાન કરી શકે.
નિમિત્તાદિ પર પદાર્થો મારી નિર્મળદશાનું કારણ નથી. ક્ષણિક શુભ–અશુભભાવો થતા હોવા છતાં આવા
સ્વભાવનો નિર્ણય કરવો જોઈએ; સ્વભાવના નિર્ણયનું જોર વિકારને તોડી નાંખે છે. નીચલી સાધકદશામાં
ભક્તિ–પ્રભાવનાદિના ભાવ હોય, વ્રતાદિ ભાવ હોય, પણ સાધક જીવ તે શુભરાગને ધર્મનું કારણ માનતા નથી.
સાધકની શ્રદ્ધામાં ધ્રુવ ચૈતન્યસ્વભાવનું જ આલંબન છે, તે ક્યારેય ખસતું નથી; શ્રદ્ધામાં ધ્રુવ ચૈતન્યસ્વભાવ
આવ્યો છે તે ક્યારેય ભૂલાતો નથી. મુનિને છઠ્ઠે ગુણસ્થાને મહાવ્રત વગેરેના શુભભાવ આવેે પણ તે ધર્મ નથી,
ધ્રુવ ચૈતન્યસ્વભાવમાં એકાગ્રતા તે જ ધર્મ છે. મુનિઓને સહજ વસ્ત્રરહિત નિર્ગ્રંથ નિર્દોષદશા હોય છે ને
અંતરમાં નિજ પરમ શુદ્ધ આત્માને જ શ્રદ્ધા–જ્ઞાનમાં લઈને ધ્યાવે છે. ચોથા ગુણસ્થાનવાળા ધર્મીને પણ
કોઈ સમયે શ્રદ્ધામાંથી પરમ શુદ્ધ આત્માનું ધ્યાન ટળતું નથી, શ્રદ્ધાવડે તે સદાય–પર્યાયે પર્યાયે પરમ શુદ્ધ
આત્માને ધ્યાવે છે. તેથી તે ‘વિશુદ્ધ આત્મા’ થયો છે. આવું વિશુદ્ધ આત્માપણું ચોથા ગુણસ્થાનથી શરૂ થાય છે;
તેને ‘જિનેશ્વરનો લઘુનંદન’ કહેવાય છે.