Atmadharma magazine - Ank 092
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951).

< Previous Page   Next Page >


PDF/HTML Page 19 of 21

background image
: ૧૭૮: આત્મધર્મ ૨૪૭૭: જેઠ:
અત્યારે ચૈતન્યતત્ત્વના મહિમાની સાચી વાત સાંભળવા મળવી પણ ઘણી દુર્લભ થઈ પડી છે. જે જીવ ઘણો
જિજ્ઞાસુ ને ઘણો લાયક થઈને આત્મસ્વભાવની આ વાત સાંભળે તેનું કલ્યાણ થઈ જાય તેમ છે.
[૧૩] જ્યાં લાભબુદ્ધિ ત્યાં એકતાબુદ્ધિ; જ્યાં એકતાબુદ્ધિ ત્યાં એકાગ્રતા
આત્માની અવસ્થામાં પરલક્ષે જે વિકાર થાય છે તે વિકારથી પર વસ્તુઓ જુદી છે માટે પર વસ્તુઓ
આત્માને વિકાર કરાવતી નથી. જીવ પોતે સ્વલક્ષ છોડીને પરલક્ષ વડે તેને વિકારનું નિમિત્ત બનાવે તો તે
વિકારનું નિમિત્ત થાય છે. અને જીવ પોતે સ્વલક્ષમાં રહીને વિકાર ન કરે તો તે પરવસ્તુઓ જીવના જ્ઞાનનું જ્ઞેય
થાય છે. આ રીતે પહેલાંં તો પરથી આત્માનું તદ્ન ભેદજ્ઞાન કરવું જોઈએ. અને આત્માની અવસ્થામાં ક્ષણિક
વિકાર થાય છે તે પરલક્ષે જ થાય છે તેથી જ્યાં પરથી અત્યંત જુદાપણું નક્કી કર્યું ત્યાં વિકારથી જુદાપણાનો
નિર્ણય પણ તેમાં આવી જ ગયો. ધ્રુવ ચૈતન્યસ્વભાવની સન્મુખ થતાં જ પરથી અને વિકારથી ભેદજ્ઞાન
થઈ ગયું. ભલે અવસ્થામાં વ્યવહાર હોય–રાગ હોય–નિમિત્ત હોય, પણ તે કોઈથી મારો ધર્મ થતો નથી, મારો
ધર્મ તો ધ્રુવ ચૈતન્યના આશ્રયે જ થાય છે–આમ ધર્મીને નિર્ણય છે. શુદ્ધ આત્માની શ્રદ્ધા–જ્ઞાન કરતાં પરમાં ને
વિકારમાં એકતાબુદ્ધિ ટળી જાય છે. પરમાં એકતાબુદ્ધિ હતી ત્યારે સ્વભાવમાં એકતારૂપ પરિણમન (–
સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર) થતું ન હતું, ને જ્યાં સ્વભાવમાં એકતારૂપ પરિણમન થયું ત્યાં પરમાં એકતાબુદ્ધિરૂપ
પરિણમન ટળી ગયું. જીવ જેનાથી પોતાને લાભ માને તેનું લક્ષ અને તેમાં એકતાબુદ્ધિ છોડે નહિ. અજ્ઞાની જીવ
શુભરાગથી ને નિમિત્તથી લાભ માનતો હોવાથી તે તેમાં જ લક્ષ અને એકતાબુદ્ધિ છોડતો નથી તેથી મિથ્યાદ્રષ્ટિ
રહે છે. ધર્મી જીવ રાગ અને નિમિત્તને જાણે છે પણ તેનાથી પોતાને લાભ માનતા નથી, તેથી તેમાં એકતાબુદ્ધિ
કરતા નથી; પણ ધ્રુવ ચૈતન્યસ્વભાવના આધારે જ લાભ માને છે તેથી તેમાં જ એકતાબુદ્ધિ છે. અને જયાં
એકતાબુદ્ધિ થઈ છે ત્યાં જ–ધ્રુવ ચૈતન્યસ્વભાવમાં જ–વારંવાર લક્ષને એકાગ્ર કર્યા વિના રહેતા નથી. અને તે
કોઈ પરથી કે વિભાવથી લાભ માનતા નથી તેથી પરથી અને વિકારથી એકાગ્રતા ખસ્યા વિના રહેતી નથી.–
આવા ધર્મી જીવોને પરમ નિજસ્વભાવનું ધ્યાન હોય છે. ને તે ધ્યાનના બળે તેનો મોહ ક્ષય થઈ જાય છે. તે
ધર્મી સાકાર હો કે અનાકાર હો–તે બંનેને, ચૈતન્યના ધ્યાનથી મોહનો ક્ષય થઈ જાય છે.
[૧૪] ક્ષયોપશમ હોવા છતાં ક્ષાયક જેવી દ્રઢતા
શ્રી આચાર્યદેવે ધ્રુવસ્વભાવના આશ્રયે મોહના ક્ષયની જ વાત કરી છે. અભેદ શુદ્ધસ્વભાવ તરફ ઢળતાં
મિથ્યાત્વની દ્રઢ ગાંઠ ક્ષય પામે છે. આ પંચમકાળના જીવને ક્ષાયકસમ્યકત્વ હોતું નથી તેની આચાર્યદેવને ખબર
છે છતાં આચાર્યદેવ પોતાની દ્રઢ પ્રતીતિના બળે અપ્રતિહતભાવે મોહના ક્ષયની જ વાત કરે છે. ક્ષયોપશમ–
સમ્યકત્વથી પણ જે મિથ્યાત્વનો અભાવ થયો તે મિથ્યાત્વ ફરીને કદી થવાનું નથી, ક્ષાયકસમ્યકત્વ પામતાં સુધી
વચ્ચે શ્રદ્ધામાં ભંગ પડવાનો નથી, માટે ક્ષયોપશમ–સમ્યકત્વ હોવા છતાં અમે મોહનો ક્ષય જ દેખીએ છીએ. –
એમ શ્રી આચાર્યદેવના ભાવમાં જોર છે. મોહના ક્ષયનો આ જ ઉપાય છે.
દિવ્યધ્વનિમાં ભગવાને કહેલી પ્રભુતા
અત્યારે મહાવિદેહક્ષેત્રમાં શ્રી સીમંધર પરમાત્મા તીર્થંકરપણે બિરાજી રહ્યા છે અને ત્યાં ધર્મપ્રવાહ
ધોખબંધ ચાલી રહ્યો છે. અહીંથી ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ સીમંધરભગવાન પાસે ગયા હતા ને ત્યાં આઠ
દિવસ રહીને ભગવાનના સાક્ષાત્ દિવ્યધ્વનિને સાંભળ્‌યો હતો. લગભગ સંવત્ ૪૯માં એ બનાવ બન્યો હતો. તે
દિવ્યધ્વનિ ઝીલીને પાછા ભરતમાં પધાર્યા પછી તેમણે શ્રી સમયસાર વગેરેની રચના કરી. તેમાં તેઓ કહે
છે: ‘ભગવાન દિવ્યધ્વનિમાં કહેતા હતા કે–હે જીવો! અમે સિદ્ધ છીએ, તેમ સિદ્ધ છો. અમે પરમાત્મા છીએ, તમે
પણ પરમાત્મા છો. દરેક આત્મા પોતાના સ્વભાવથી પરિપૂર્ણ પરમેશ્વર છે. તમે તમારી પ્રભુતાને ઓળખો.
જેટલા જીવો પ્રભુ થયા છે તે બધાય પોતાના પ્રભુત્વને ઓળખીને તેના જ આધારે પ્રભુ થયા છે. પ્રભુતા ક્યાંય
બહારથી આવતી નથી પણ સ્વભાવમાં શક્તિ છે તેમાંથી જ તે પ્રગટે છે. માટે પહેલાંં સ્વભાવશક્તિને ઓળખો.’
(લાઠી: પંચકલ્યાણક–પ્રવચનમાંથી)