: ૧૯૬: આત્મધર્મ: ૯૩
(ख) તે ચાર પ્રકારમાંથી (૧) સંસારી રાગી જીવને, (૨) અર્હંત ભગવાનને તથા (૩) એક છૂટા પરમાણુને
ક્યા ક્યા પર્યાયો હોય છે?
(ग) મહાવીર ભગવાનના પર્યાયોને સીમંધર ભગવાનના તથા ઋષભદેવ ભગવાનના પર્યાયો સાથે સરખાવો.
ઉત્તર: ૩
(क) ગુણના વિકારને (એટલે કે વિશેષકાર્યને) પર્યાય કહે છે. પર્યાયના ચાર પ્રકાર: ૧–સ્વભાવ અર્થપર્યાય
૨–વિભાવઅર્થપર્યાય; ૩–સ્વભાવ વ્યંજનપર્યાય અને ૪–વિભાવવ્યંજનપર્યાય.
(ख) સંસારી અજ્ઞાની જીવને વિભાવઅર્થપર્યાય તથા વિભાવવ્યંજનપર્યાય હોય છે.
અર્હંત ભગવાનને સ્વભાવઅર્થપર્યાય, વિભાવ અર્થપર્યાય તથા વિભાવવ્યંજનપર્યાય હોય છે.
એક છૂટા પરમાણુને સ્વભાવઅર્થપર્યાય ને સ્વભાવવ્યંજનપર્યાય હોય છે.
(ग) મહાવીર ભગવાન સિદ્ધ છે, તેમને સ્વભાવઅર્થપર્યાય તથા સ્વભાવવ્યંજનપર્યાય છે. સીમંધર ભગવાન
અર્હંત છે, તેમના જ્ઞાન વગેરે ગુણના સ્વભાવઅર્થપર્યાય છે તે તો મહાવીર ભગવાન જેવા જ છે, પણ
તેમને બીજા કેટલાક ગુણના વિભાવઅર્થપર્યાયો પણ છે, તથા વિભાવવ્યંજનપર્યાય છે. મહાવીર
ભગવાનને વિભાવપર્યાયો નથી.
મહાવીર ભગવાન અને ઋષભદેવ ભગવાન–એ બંનેના સ્વભાવઅર્થપર્યાયો તો સરખા જ છે, પણ તેમના
સ્વભાવવ્યંજનપર્યાયની આકૃતિમાં એટલો ફેર છે કે મહાવીર ભગવાનની આકૃતિ નાની છે ને ઋષભદેવ
ભગવાનની આકૃતિ મોટી છે.
પ્રશ્ન: ૪
(क) વર્તમાન કાળે આ ભરતક્ષેત્રમાં જન્મેલા જીવને સળંગ ક્યા ક્યા શરીરો રહ્યાં છે?
(ख) માતાના ઉદરમાં આવેલ જીવને ક્યા શરીરો ઊપજતાં નથી?
(ग) ગૃહીત અને અગૃહીત મિથ્યાદર્શનમાં તફાવત શો?
ઉત્તર: ૪
(क) વર્તમાનકાળે આ ભરતક્ષેત્રમાં જન્મેલા જીવને કાર્મણ અને તૈજસ એ બે શરીરો સળંગ રહ્યાં છે.
(ख) માતાના ઉદરમાં આવેલ જીવને કાર્મણ અને તૈજસ એ બે શરીરો નવાં ઊપજતાં નથી; તેમ જ આહારક
અને વૈક્રિયિક શરીરો પણ ઊપજતાં નથી.
(ग) ગૃહીત મિથ્યાદર્શન તો કુગુરુ વગેરેના ઉપદેશથી, જન્મ્યા પછી નવું ગ્રહણ કરેલું છે, અને અગૃહીત
મિથ્યાદર્શન કોઈના ઉપદેશ વગર અનાદિથી ચાલ્યું આવે છે. ગૃહીત મિથ્યાદર્શન તો જીવે પૂર્વે છોડ્યું પણ
છે પણ અગૃહીત મિથ્યાદર્શન અજ્ઞાની જીવે કદી છોડ્યું નથી. ગૃહીત મિથ્યાદર્શન છૂટવા છતાં અગૃહીત
મિથ્યાદર્શન રહી જાય છે; અગૃહીત મિથ્યાદર્શન છૂટે તેને ગૃહીત મિથ્યાદર્શન પણ છૂટી જ જાય છે.
એકવાર પણ અગૃહીત મિથ્યાદર્શન છોડે તો જીવની મુક્તિ થયા વગર રહે નહિ. પોતાના આત્માના
સ્વરૂપ સંબંધી ભૂલ તે અગૃહીત મિથ્યાદર્શન છે અને દેવગુરુશાસ્ત્રના સ્વરૂપસંબંધી ભૂલ તે ગૃહીત
મિથ્યાદર્શન છે.
પ્રશ્ન: પ
નીચેના પ્રશ્નોના જવાબ લખી તેનાં કારણો આપો–
(૧) પૈસા વડે ધર્મ થાય?
(૨) સિદ્ધ પરમાત્માને આકાર હોય?