ઃ પ૬ઃ આત્મધર્મઃ ૯૯
શ્રી નિયમસારની પ૩ મી ગાથાનું
સ્પષ્ટીકરણ
*
શ્રી નિયમસાર શાસ્ત્ર આચાર્યશિરોમણિ ભગવાન કુંદકુંદાચાર્યદેવે રચ્યું છે અને તેના પર સંસ્કૃત ટીકા
અધ્યાત્મમસ્ત મહામુનિવર શ્રી પદ્મપ્રભમલધારિદેવે રચી છે. અહીંથી (સોનગઢથી) શ્રી નિયમસારનો ગુજરાતી
અનુવાદ પ્રકાશિત થયો છે. તેમાં પ૩ મી ગાથાનો જે અર્થ કરવામાં આવ્યો છે તેના વિષે એક ભાઈએ શંકા વ્યક્ત
કરી છે અને તે અર્થને વિપરીત કહ્યો છે. વસ્તુતઃ તો પ્રસ્તુત અર્થ જ ટીકા સાથે પરિપૂર્ણ રીતે બંધબેસતો અને
ન્યાયસંગત છે; છતાં તે વિષે શંકા ઉપસ્થિત કરવામાં આવી હોવાથી નીચે પ્રમાણે સ્પષ્ટીકરણ કરવું ઉચિત ધારું છું.
મૂળ ગાથા, તેની સંસ્કૃત છાયા અને સંસ્કૃત ટીકા નીચે પ્રમાણે છેઃ
सम्मत्तस्स णिमित्तं जिणसुत्तं तस्स जाणया पुरिसा।
अंतरहेऊ भणिदा दंसणमोहस्स खयपहुदी।।५३।।
सम्यक्त्वस्य निमित्तं जिनसूत्रं तस्य ज्ञायकाः पुरूषाः।
अन्तर्हेतवो भणिताः दर्शनमोहस्य क्षयप्रभृतेः।।५३।।
अस्य सम्यक्त्वपरिणामस्य बाह्यसहकारिकारणं वीतराग–सर्वज्ञमुखकमलविनिर्ग्गतसमस्तवस्तु–
प्रतिपादनसमर्थद्रव्यश्रुतमेव तत्त्वज्ञानमिति। ये मुमुक्षवः तेप्युपचारतः पदार्थनिर्णयहेतुत्वात् अंतरंगहेतव
इत्युक्ताः दर्शनमोहनीयकर्मक्षयप्रभृतेः सकाशादिति।
ગાથા અને ટીકાનો અનુવાદ નીચે પ્રમાણે કરવામાં આવ્યો છેઃ
[सम्यक्त्वस्य निमित्तं] સમ્યક્ત્વનું નિમિત્ત [जिनसूत्रं] જિનસૂત્ર છે; [तस्य ज्ञायकाः पुरुषाः]
જિનસૂત્રના જાણનારા પુરુષોને [अन्तर्हेतवः] (સમ્યક્ત્વના) અંતરંગ હેતુઓ [भणिताः] કહ્યા છે,
[दर्शनमोहस्य क्षयप्रभृतेः] કારણકે તેમને દર્શનમોહના ક્ષયાદિક છે.
આ સમ્યક્ત્વપરિણામનું બાહ્ય સહકારી કારણ વીતરાગ–સર્વજ્ઞના મુખકમળમાંથી નીકળેલું સમસ્ત
વસ્તુના પ્રતિપાદનમાં સમર્થ એવું દ્રવ્યશ્રુતરૂપ તત્ત્વજ્ઞાન જ છે. જે મુમુક્ષુઓ છે તેમને પણ ઉપચારથી પદાર્થ–
નિર્ણયના હેતુપણાને લીધે (સમ્યક્ત્વપરિણામના અંતરંગહેતુઓ કહ્યા છે, કારણ કે તેમને દર્શનમોહનીયકર્મના
ક્ષયાદિક છે.
ટીકાકાર મુનિવરના અભિપ્રાયમાં મૂળ ગાથાનો શો અર્થ છે તે, ગાથા અને ટીકા સરખાવીને, આપણે
જોઈએઃ–
‘सम्यक्त्वस्य निमित्तं जिनसूत्रं’ એટલો ગાથાનો જે ભાગ છે તેની ટીકા ‘अस्य सम्यक्त्वपरिणामस्य
बाह्यसहकारिकारणं वीतरागसर्वज्ञमुखकमलविनिर्ग्गतसमस्तवस्तुप्रतिपादनसमर्थद्रव्यश्रुतमेव तत्त्वज्ञानमिति’
એ પ્રમાણે છે; માટે ટીકાના અર્થ સાથે સરખાવતાં નિઃસંદેહપણે સ્પષ્ટ થાય છે કે ગાથાના તે ભાગનો અર્થ
‘સમ્યક્ત્વનું નિમિત્ત જિનસૂત્ર છે’ એમ જ થઈ શકે.
‘तस्य ज्ञायकाः पुरुषाः अन्तर्हेतवो भणिताः दर्शनमोहस्य क्षयप्रभृतेः’ એટલો જે ગાથાનો ભાગ છે
તેની ટીકા ‘ये मुमुक्षवः तेप्युपचारतः पदार्थनिर्णयहेतुत्वात् अंतरंगहेतव इत्युक्ताः दर्शनमोहनीयकर्मक्षयप्रभृतेः
सकाशादिति’ એ પ્રમાણે છે; માટે ગાથાના આ ભાગનો અર્થ આમ જ થઈ શકે કે ‘જિનસૂત્રના જાણનારા
પુરુષોને (સમ્યક્ત્વના) અંતરંગહેતુઓ કહ્યા છે, કારણ કે તેમને દર્શનમોહના ક્ષયાદિક છે.’
આ સિવાય બીજો કોઈ અર્થ ટીકા સાથે સંગત જ નથી.
ગાથાનું વિસ્તૃત રૂપ તે જ ટીકા અને ટીકાનું સંક્ષિપ્ત રૂપ તે જ ગાથા. ગાથામાં સંક્ષેપથી સમાયેલા કસને
વિકસાવવામાં આવે તો ટીકા બને અને ટીકાના વિસ્તારને ઘટ્ટ બનાવીને સંક્ષેપવામાં આવે તો ગાથા બને. આ