Atmadharma magazine - Ank 099
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 21

background image
પોષઃ ૨૪૭૮ઃ પ૭ઃ
કસોટી પ૩ મી ગાથા ઉપર અજમાવીએ એટલે કે તેની ગાથાને (ગાથાના અર્થને) વિસ્તારીએ તો શ્રી
પદ્મપ્રભદેવકૃત ટીકા બને છે અને શ્રી પદ્મપ્રભદેવકૃત ટીકાને સંક્ષેપી નાખીએ તો તે મૂળ ગાથારૂપે (–ગાથાના
અર્થરૂપે) થઈને ઊભી રહે છે. આ રીતે સિદ્ધ થાય છે કે ગાથાનો જે અર્થ કરવામાં આવ્યો છે તે જ અર્થ વ્યાજબી
છે અને ટીકાકાર મહામુનિવરે તે જ અર્થને કુંદકુંદ–ભગવાનના હૃદયમાં રહેલો પારખીને ટીકારૂપે વિકસાવ્યો છે;
બીજો કોઈ અર્થ ઘટતો નથી.
અહીં એમ કહ્યું છે કે કોઈ જીવના સમ્યક્ત્વપરિણામમાં જિનસૂત્ર ‘બાહ્ય સહકારી કારણ’ છે અને અન્ય
મુમુક્ષુઓ* (સમ્યગ્દ્રષ્ટિઓ, મુનિઓ વગેરે) તે જીવના સમ્યક્ત્વપરિણામમાં ઉપચારથી ‘અંતરંગ હેતુઓ’ છે
કારણ કે તે મુમુક્ષુઓને (જ્ઞાનીઓને) દર્શનમોહના ક્ષયાદિક છે. અહીં કોઈ જીવના સમ્યક્ત્વપરિણામમાં તેનાથી
ભિન્ન એવા અન્ય જ્ઞાનીઓને અંતરંગહેતુભૂત કહ્યા હોવાથી ‘ઉપચાર’ શબ્દ વાપર્યો છે, અને તે જ્ઞાનીઓ
દર્શનમોહના ક્ષયાદિવાળા હોવાથી અર્થાત્ સમ્યક્ત્વપરિણામે પરિણમેલા હોવાથી તેમને (ભલે ઉપચારથી પણ)
‘અંતરંગ’ હેતુઓ કહ્યા છે. સમ્યક્ત્વપરિણમનરહિત કેવળ શાસ્ત્રપાઠી જીવોને દર્શનમોહના ક્ષયાદિ નહિ હોવાથી
તેઓ (ઉપચારથી પણ) અંતરંગ–હેતુપણાને પ્રાપ્ત નથી. જિનસૂત્રને પણ કોઈ રીતે અંતરંગ–હેતુપણું નથી. આ
રીતે કોઈ પણ જીવને સમ્યક્ત્વપરિણામ અર્થે, સમ્યક્ભાવે પરિણત અન્ય જ્ઞાનીપુરુષો અંતરંગનિમિત્ત છે એમ
અહીં મહામુનિવરે પ્રણીત કર્યું છે. જિનસૂત્રને અંતરંગનિમિત્ત કહ્યું નથી અને કેવળ શાસ્ત્રપાઠી મિથ્યાદ્રષ્ટિ
જીવોની તો અહીં ગણતરી જ કરી નથી.
અધ્યાત્મમસ્ત યોગીન્દ્રે આવી સ્પષ્ટ વાત કરી હોવા છતાં જો કોઈને સમ્યક્ભાવે પરિણમેલા
જ્ઞાનીપુરુષોનું (ઉપચારથી) અંતરંગ–હેતુપણું ભાસતું ન હોય અને જિનસૂત્રનું, શાસ્ત્રપાઠી મિથ્યાદ્રષ્ટિઓનું અને
સમ્યક્ત્વભાવે પરિણમેલા જ્ઞાનીપુરુષોનું–ત્રણેનું સમાનપણું જ ભાસતું હોય તો તેમણે મધ્યસ્થતાપૂર્વક ફરીફરીને
વિચારવું યોગ્ય છે અને મહામુનિવરોએ નિરૂપેલું જ્ઞાનીપુરુષોનું અંતરંગનિમિત્તપણું હૃદયમાં બેસાડવાયોગ્ય છે.
જેમ મહાત્માઓના જ્ઞાનમાં જ્ઞાનીપુરુષોને વિષે સમ્યક્ત્વનું અંતરંગ–નિમિત્તપણું સ્પષ્ટ ભાસ્યું તે જ્ઞાનને
અનંતશઃ વંદન હો!
–હિંમતલાલ જેઠાલાલ શાહ–સોનગઢ.
______________________________________________________________________________
*જ્ઞાનીઓને મુમુક્ષુઓ કહેવામાં આવે છે. શ્રી નિયમસારની ટીકામાં ઘણાં સ્થળોએ મુનિઓને પણ મુમુક્ષુઓ કહ્યા છે.
*
જ્ઞાનનું કાર્ય
પ્રશ્નઃ–આંખેથી દેખાય છે?
ઉત્તરઃ–ના, જ્ઞાનવડે જ દેખાય–જણાય. આંખ તો અનંત રજકણનો પિંડ છે,
તેને ખબર નથી કે અમે કોણ છીએ. પણ તેને જાણનારો (–આત્મા) તેનાથી જુદો
રહીને જાણ્યા કરે છે. જ્ઞાનવડે ટાઢું–ઊનું વગેરે જણાય છે. જ્ઞાન જ્ઞાનમાં જાણવાની
ક્રિયા કરે છે, તે જ્ઞાનની ક્રિયામાં જ્ઞાન અર્થાત્ આત્મા પોતે પોતાને જાણે અને પર
તેમાં ભિન્નપણે જણાય, એવો જ્ઞાનનો સ્વભાવ છે. તે (જ્ઞાન) દરેક આત્માનો ગુણ છે.
પોતે પોતાને જ્ઞેય કરે તો બધા ધર્મ જણાય છે. આ દેહમાં રહેલો આત્મા દેહથી જુદો છે
એમ ન જાણે તો અંતરમાં જુદાપણાના જ્ઞાનનું કાર્ય જે શાંતિ તે થાય નહિ, પણ
અજ્ઞાનનું કાર્ય અશાંતિ–જે જીવ અનાદિથી કરી રહ્યો છે તે–થાય.
સમયસાર–પ્રવચન ભાગ ૧ પૃ. ૧૭.
*