Atmadharma magazine - Ank 099
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 21

background image
ઃ પ૮ઃ આત્મધર્મઃ ૯૯
અનેકાન્તમૂર્તિ ભગવાન આત્માની
કેટલીક શક્તિઓ
(૩)
* દશિ શક્તિ *
*
(વીર સં. ૨૪૭પ કારતક સુદ પ)
જ્ઞાનમાત્ર આત્મસ્વભાવની દ્રષ્ટિ કરતાં આત્માની અનંત શક્તિઓનું નિર્મળ પરિણમન અભેદપણે થાય
છે, તેનું આ વર્ણન છે. અનંત શક્તિઓમાંથી અહીં કેટલીક શક્તિઓ વર્ણવે છે, તેમાં એકલા દ્રવ્યસ્વભાવનું જ
વર્ણન છે. આ જ ચૈતન્યની અવિનાશી લક્ષ્મી છે. આત્મામાં બધી શક્તિઓનું એક સાથે જ પરિણમન થાય છે
પણ અનેક શક્તિઓ સમજાવવા માટે અહીં તેમનું જુદું જુદું વર્ણન કર્યું છે. રાગાદિ ભાવો તો આત્માના ત્રિકાળી
સ્વરૂપમાં છે જ નહિ; આત્મામાં બહુ બહુ તો આવા અનંત ગુણોનો ગુણભેદ છે; પરંતુ અભેદ આત્માની દ્રષ્ટિ
વગર એકલા ગુણભેદના લક્ષથી પણ આત્મા જણાય તેવો નથી.
આત્મા જ્ઞાનમૂર્તિ છે, તેના સ્વભાવમાં શરીર નથી, કર્મો નથી, અને રાગાદિ વિકાર પણ નથી. પર્યાયમાં
વિકાર થાય તેને ગૌણ કરીને, જે એકલો જ્ઞાનમાત્ર દ્રવ્યસ્વભાવ છે તેની દ્રષ્ટિથી પરિણમતાં નિર્મળ જ્ઞાનાદિ
અનંત ગુણો એક સાથે ઊછળે છે, તે જ આત્મા છે. આત્માના સ્વભાવમાં શું–શું છે તેની આ વાત છે, આત્મામાં
શું–શું નથી તેની વાત અત્યારે નથી; આત્મામાં દેહાદિની ક્રિયા નથી, રાગ નથી–તેનું અત્યારે વર્ણન નથી, પણ
આત્મામાં અનંતશક્તિઓ અસ્તિરૂપ છે તેનું આ વર્ણન છે. અનંત શક્તિરૂપ સ્વભાવની અસ્તિ કહેતાં તેનાથી
વિરુદ્ધ એવા રાગાદિભાવની નાસ્તિ તેમાં આવી જ જાય છે.
સૌથી પહેલાં તો ચૈતન્યમાત્ર ભાવને ધારણ કરનારી જીવત્વશક્તિનું વર્ણન કર્યું, તે જીવત્વશક્તિ
જીવદ્રવ્યને ટકાવી રાખવાનું કારણ છે. અહીં તો ભેદથી વર્ણન કરીને સમજાવ્યું છે, ખરેખર કાંઈ જીવત્વશક્તિ
અને જીવદ્રવ્ય જુદાં નથી; દ્રવ્ય કાંઈ જીવત્વશક્તિથી જુદું નથી કે જીવત્વશક્તિ તેને ટકાવે. આત્મદ્રવ્યનો જ
ચૈતન્યસ્વરૂપે અનાદિઅનંત ટકી રહેવાનો સ્વભાવ છે, તેને અહીં જીવત્વશક્તિ તરીકે ઓળખાવ્યો છે. ત્યાર પછી
ચિતિશક્તિ વર્ણવીને આત્માનો ચૈતન્યસ્વભાવ બતાવ્યો.
જુઓ ભાઈ! દરેકેદરેક આત્માનું સ્વરૂપ અહીં કહેવાય છે તેવું જ છે. એકેક આત્મા પોતાની અનંત–
શક્તિનો ધણી પરમેશ્વર છે; પણ દેહ સામે નજર કરીને ત્યાં જ પોતાપણું માનીને પોતાની પ્રભુતાને ભૂલી રહ્યો
છે. તેને અહીં આત્માની પ્રભુતા ઓળખાવે છે. અરે જીવ! તું પામર નથી પણ અનંતશક્તિમાન પરમેશ્વર છો.
અત્યારે પણ આત્મા પોતે અનંતશક્તિથી ભરેલો પ્રભુ છે, પણ શ્રદ્ધા અને જ્ઞાનરૂપી આંખ આડા પાટા બાંધી
દીધા છે તેથી પોતે પોતાની પ્રભુતાને દેખતો નથી.
અનંત શક્તિનો પિંડ ચૈતન્યમૂર્તિ આત્મા છે; તેનામાં શરીર–મન–વાણી કે કર્મો તો ત્રણકાળમાં કદી રહ્યા
જ નથી; પર્યાયમાં એક સમયપૂરતો વિકાર અનાદિથી રહ્યો છે, પરંતુ તે વિકાર કદી આત્માના સ્વભાવપણે થઈ
ગયો નથી, ક્ષણિક વિકાર વખતે પણ કાયમી સ્વભાવનો અભાવ