Atmadharma magazine - Ank 101
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 25

background image
ઃ ૯૪ઃ આત્મધર્મઃ ૧૦૧
જુઓ, ‘આઠમ–ચૌદસનો ઉપવાસ કરે છે ત્યારે જ આ પડિમા હોય છે ને બીજા દિવસોમાં આ પડિમા
નથી હોતી’ એમ નથી; તેને તેટલી સ્થિરતાનો અંશ વધીને રાગ તૂટી ગયો છે એટલે પ્રૌષધોપવાસપડિમા તેને
સદાય વર્ત્યા જ કરે છે; બીજા દિવસોમાં આહાર કરતો હોય ત્યારે પણ તેને આ પડિમા તો વર્તે જ છે, કેમ કે તે
વખતેય આઠમ–ચૌદસે આહાર કરવાના રાગનો તો તેને અભાવ જ વર્તે છે.
શ્રાવકને અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાનાવરણીય એ બે કષાયોનો તો અભાવ થઈ ગયો છે; એ
ઉપરાંત સ્વભાવનું અવલંબન જેમ જેમ વધતું જાય છે તેમ તેમ ત્રીજો પ્રત્યાખ્યાનાવરણીય કષાય પણ મંદ પડતો
જાય છે અને આત્માની શુદ્ધિ વધતી જાય છે; તે શુદ્ધતા અનુસાર આ અગિયાર પડિમા હોય છે; શુદ્ધતા ના જ આ
અગિયાર પ્રકારો છે.
(પ) સચિત્ત ત્યાગ પડિમાઃ આગળ વધતાં સચિત્ત વસ્તુના ગ્રહણનો ભાવ ન થાય એટલી સહજ–
વીતરાગતા થઈ જાય તેનું નામ પાંચમી પડિમા છે. આ પાંચમી પડિમાવાળાને પોતે સચિત્તમાંથી અચિત કરે
એવો ભાવ હોય, પણ પોતે સચિત્તઆહાર–પાણીને ગ્રહણ કરે નહિ.
અંતરમાં કારણ શુદ્ધપરમાત્માના અવલંબને પહેલાં સમ્યગ્દર્શન થતાં અપૂર્વ આત્મશાંતિ પ્રગટે છે, ને
પછી તેના વિશેષ અવલંબને અકષાય શાંતિ વધતાં પાંચમા ગુણસ્થાનની પડિમા પ્રગટે છે. સચેત આહારાદિનો
ત્યાગ તે તો બહારની વાત છે. ખરેખર આત્મા આહારાદિને ગ્રહી કે છોડી શકતો નથી, પણ અંતરમાં ચિદાનંદ
જ્ઞાતાની શાંતિ વધતાં તેવો સચેત આહાર પાણીનો આજ પતો નથી એટલે સચેત વસ્તુની સાથેનો નિમિત્ત–
નૈમિત્તિક સંબંધ પણ છૂટી જાય છે.–આનું નામ સચિત્તત્યાગ પડિમા છે. હું સચિત્ત આહારને ગ્રહી કે છોડી શકું
છું–એવી જેની બુદ્ધિ છે તેને સચિત્તત્યાગ પડિમા હોતી જ નથી, તેને તો દર્શનશુદ્ધિ પણ નથી. દર્શનશુદ્ધિ પછી
શ્રાવકને સ્વભાવના આશ્રયે જેમ જેમ વિશેષ રાગ છૂટતો જાય છે તેમ તેમ પડિમા વધતી જાય છે. જુઓ, આ
શ્રાવકના ધર્મની આરાધના! મુનિદશા અને શ્રાવકદશા તે અંતરની ચીજ છે.
(૬) રાત્રિભોજન ત્યાગ પડિમાઃ– છઠ્ઠી પડિમાવાળા શ્રાવકને સ્વભાવના આશ્રયે એવી શુદ્ધતા થઈ
ગઈ છે કે રાત્રીભોજનનો નિયમપૂર્વક અતિચારરહિત ત્યાગ થઈ ગયો છે. અંદર ચિદાનંદ સ્વરૂપમાં સ્થિરતા
વધતાં ચારે પ્રકારનાં રાત્રિભોજનનો વિકલ્પ પણ નથી આવતો તેનું નામ રાત્રિભોજનત્યાગપડિમા છે. આ
પડિમાવાળા શ્રાવકને દિવસના ભાગમાં ખાવાનો ભાવ આવે અને ખાતો હોય ત્યારે પણ
રાત્રિભોજનત્યાગપડિમા વર્તે છે.
સામાન્યપણે તો રાત્રિભોજનનો ત્યાગ શ્રાવકને હોય જ, પણ આ પડિમાવાળાને તો નિયમપૂર્વક
રાત્રિભોજનનો ત્યાગ છે ને અંદર સ્વભાવની તેટલી શુદ્ધતા વધી છે. અંતરમાં શુદ્ધતા થઈ માટે બહારમાં
રાત્રિભોજન છૂટયું, અથવા તો બહારમાં રાત્રિભોજન છૂટયું માટે અંદર શુદ્ધતા થઈ–એમ નથી; પણ એવો સહજ
નિમિત્તનૈમિત્તિક સંબંધ છે કે અંતરમાં સ્વરૂપની શુદ્ધતા વધતાં રાગ છૂટયો તે અનુસાર તેનાં નિમિત્તો પણ છૂટી
જાય છે. દેહની ને આહારની ક્રિયા તો તે ક્ષણે તેનાં કારણ થાય છે ને તેના કારણે અટકે છે, હું તો જ્ઞાતા છું–એવા
ભાનપૂર્વક સ્વરૂપમાં સ્થિરતાના અંશો જેમ જેમ વધતાં જાય છે તેમ તેમ આ પડિમાઓ હોય છે.
(૭) બ્રહ્મચર્યપડિમાઃ આ શ્રાવકના ધર્મની વાત ચાલે છે. સ્વભાવનાં આશ્રયે રત્નત્રયની
આરાધના કરતાં જેમ જેમ રાગ છૂટતો જાય તેમ તેમ આ પડિમાઓ હોય છે. જ્ઞાનાનંદ પરમ બ્રહ્મસ્વરૂપ
નિજ આત્માનું ભાન થઈને તેમાં એટલી લીનતા પ્રગટી કે વિષયનો ભાવ જ છૂટી ગયો, અને બહારમાં
નિમિત્તપણે દેહની તેવી ક્રિયા પણ છૂટી ગઈ, તેનું નામ બ્રહ્મચર્યપડિમા છે. અંતરની શુદ્ધપરિણતિ સાથે
સંધિપૂર્વકની આ વાત છે. આ બ્રહ્મચર્યપડિમામાં નિયમપૂર્વકનું શુદ્ધ બ્રહ્મચર્ય હોય છે. આ પહેલાં સામાન્ય
બ્રહ્મચર્યનો શુભભાવ હોય પણ તેને પડિમા ન કહેવાય. અંતરમાં ચિદાનંદ સ્વરૂપના ભાન સહિત વિશેષ
શુદ્ધતાં પ્રગટતાં રાગનો સહજ ત્યાગ થાય ત્યારે જ પડિમા કહેવાય. એકલું બહારમાં છોડીને કે શુભરાગ
કરીને પોતાને વ્રત કે પડિમાધારી માની બેસે, ને અંદરમાં શુદ્ધપરિણતિનું તો ઠેકાણું ન હોય તેને વ્રત કે
પડિમા હોય નહિ. તેને માટે તો કહ્યું છે કે–
લહ્યુંસ્વરૂપ ન વૃત્તિનું ગ્રહ્યું વ્રત અભિમાન,
ગ્રહે નહિ પરમાર્થને લેવા લૌકિક માન.