Atmadharma magazine - Ank 101
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 25

background image
ફાગણઃ ૨૪૭૮ઃ ૯પઃ
અંતરની શુદ્ધપરિણતિના ભાન વગર, બાહ્યક્રિયાકાંડમાં કે રાગમાં ધર્મ માનીને જે પોતાને વ્રતધારી માને
છે તેને ખરેખર વ્રત નથી પણ વ્રતનું અભિમાન છે, અંતરના સ્વરૂપના ભાનપૂર્વક તેમાં એકાગ્રતા વધતાં તેમાંથી
વ્રત અને પડિમા આવે છે, કાંઈ બહારમાંથી વ્રત કે પડિમા આવતાં નથી. કોઈ કહે કે ‘મને સાત પડિમા આપો.’
ત્યાં સામો કહે કે ‘લ્યો, આ સાત પડિમા.’–તો શું કોઈ બીજા પાસેથી પડિમા આવતી હશે? પડિમા કોઈ બીજા
પાસેથી આવતી નથી તેમ જ બહારમાં વેશ ફેરવવાથી પડિમા થઈ જતી નથી. પડિમા તો અંતરની વસ્તુ છે.
સ્વભાવમાં સ્થિરતા વધતાં રાગરહિત પર્યાય પ્રગટે છે તે અનુસાર પડિમા છે; એવી પડિમા પોતે પોતાના
સ્વભાવમાંથી જ્યારે પ્રગટ કરે ત્યારે શ્રીગુરુએ પડિમા આપી એમ વ્યવહારથી કહેવાય છે.
(૮) આરંભ ત્યાગ પડિમાઃ– પાંચમી પડિમામાં સચેતનો ત્યાગ હતો, પણ ત્યાં હજી સચેતમાંથી
અચેત કરવાના આરંભપરિણામનો ત્યાગ ન હતો; અહીં તો સ્વરૂપમાં એટલી સ્થિરતા વધી કે સચેતમાંથી
અચેત કરવાના આરંભનો ભાવ પણ આવતો નથી. લીલોતરી કાપવી, ચૂલો સળગાવવો વગેરે આરંભના
ભાવ આઠમી પડિમાવાળા શ્રાવકને હોતા નથી. કોઈ પરને હણવાની કે બચાવવાની પર્યાય હું કરી શકતો
નથી, હું તો જ્ઞાનસ્વરૂપ છું–આવું ભાન તો ધર્મીને ચોથા ગુણસ્થાને થઈ ગયું છે, ત્યારપછી જ્ઞાનસ્વરૂપના
અવલંબનમાં સ્થિર થતાં એવી શુદ્ધતા વધી કે આરંભનો રાગ જ છૂટી ગયો ને બહારમાં આરંભની ક્રિયા
પણ સ્વયમેવ છૂટી ગઈ,–આનું નામ આઠમી પડિમા છે. ‘આરંભનો ત્યાગ’ એમ નિમિત્તથી કહેવાય છે,
ખરેખર આત્માએ બહારની ક્રિયાને છોડી નથી. તેમ જ બહારમાં આરંભ છૂટયો તેથી અંદરમાં શુદ્ધતા
પ્રગટી–એમ પણ નથી. અંદરમાં શુદ્ધતા વધતાં રાગ છૂટી ગયો ત્યાં નિમિત્તથી એમ બોલાય કે આત્માએ
આરંભનો ત્યાગ કર્યો. ખરેખર બહારના ત્યાગમાં આત્માની પડિમા નથી, પણ અંદરના ચિદાનંદસ્વભાવમાં
એકાગ્રતા વધતાં શુદ્ધતાનો અંશ વધ્યો ને આરંભનો ભાવ છૂટી ગયો તેનું નામ પડિમા છે. આ
પડિમાવાળા શ્રાવકને સ્વભાવનું અવલંબન એટલું વર્તે છે કે ચોવીસે કલાક આરંભત્યાગ પડિમા વર્તે છે,
આરંભનો ભાવ તેને ઉત્પન્ન જ થતો નથી.
(૯) પરિગ્રહ ત્યાગ પડિમાઃ આઠમી પડિમા સુધી પરિગ્રહનો રાગ હોય, પણ પછી અંદરમાં ચિદાનંદ
સ્વરૂપનું વિશેષ આલંબન લેતાં પરિગ્રહનો રાગ છૂટી જાય છે, ત્યાં પરિગ્રહને છોડયો એમ નિમિત્તથી કહેવાય છે.
ખરેખર તો સ્વભાવના આશ્રયે શુદ્ધતા થતાં રાગ થતો જ નથી, તેથી રાગનો ત્યાગ પણ વ્યવહારથી છે. જુઓ,
આમાં વ્યવહાર પણ આવી જાય છે.–કઈ રીતે? કે ધુ્રવ ચૈતન્યનું અવલંબન લેતાં શુદ્ધતા થઈ તે નિશ્ચય, અને
રાગ છૂટયો તે વ્યવહાર; તેમ જ રાગ છૂટતાં રાગના નિમિત્તો સાથેનો સંબંધ છૂટી ગયો, ત્યાં આત્માએ તે
નિમિત્તોને છોડયા–એમ કહેવું તે અસદ્ભૂતવ્યવહાર છે. શુદ્ધતા વધતાં રાગનો અને તેના નિમિત્તનો સંબંધ છૂટી
જ જાય એવો નિયમ છે. આ નવમી પડિમાવાળાને હજી વસ્ત્ર હોય છે, પણ પૈસા વગેરેનો પરિગ્રહ હોતો નથી.
પૈસા નજીક આવવા કે દૂર જવા તે તો જડની ક્રિયા છે, તેનો કર્તા આત્મા નથી. રાગ હતો ત્યારે લક્ષ્મી વગેરેનો
પરિગ્રહ કહ્યો અને રાગ છૂટતાં લક્ષ્મી વગેરે પરિગ્રહને છોડયો–એમ કહ્યું. આ તરફ ચૈતન્યમાં સ્થિરતા વધી ત્યાં
પૈસા વગેરે પરિગ્રહ તરફનો ભાવ છૂટી ગયો–તેનું નામ પરિગ્રહ ત્યાગ પડિમા છે.
જુઓ, આ વીતરાગદર્શનમાં શ્રાવકની પડિમા! આમાં હઠ નથી પણ સહજ છે; સ્વરૂપમાં જેમ જેમ
સ્થિરતા થતી જાય છે તેમ તેમ આ પડિમા હોય છે.
(૧૦) અનુમતિ ત્યાગ પડિમાઃ આ પડિમાવાળા શ્રાવક પોતાને માટે આહાર વગેરેની અનુમતિ
આપતા નથી. મારે માટે આમ કરજો–એવું દસમી પડિમાવાળા કહે નહિ; શરીરમાં રોગાદિ થાય ત્યાં ‘મારે માટે
અમુક ચીજ બનાવજો’ એમ પોતાના માટે આહારની અનુમોદનાનો વિકલ્પ પણ આવતો નથી, એવી અંદરની
શુદ્ધતા વધી ગઈ છે. કોઈ તેને પૂછે કે ‘તમારે માટે શું કરું?’ તો તે જવાબ આપે નહિ. હજી આ પડિમાવાળા
પોતાને માટે બનાવેલો આહાર લ્યે, પણ પોતે એવી અનુમતિ ન આપે કે મારા માટે અમુક ચીજ કરજો.
(૧૧) ઉદિૃષ્ટ ત્યાગ પડિમાઃ– આ પડિમાવાળા શ્રાવક પોતાને માટે તૈયાર કરેલો આહાર લેતા નથી.
સહજપણે તેને તેવા આહારનો વિકલ્પ તૂટી જાય છે–એટલી સ્વરૂપની સ્થિરતા વધી ગઈ છે. આ પડિમાવાળા
શ્રાવકમાં ક્ષુલ્લક