Atmadharma magazine - Ank 101
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 25

background image
ઃ ૯૬ઃ આત્મધર્મઃ ૧૦૧
અને એલક એવા બે પ્રકાર છે. તે ક્ષુલ્લક કે એલકને પોતાને માટે કરેલો આહાર લેવાની વૃત્તિ ન ઊઠે. તેને રોગ
થયો હોય ને તેને માટે કોઈ ખાસ આહારાદિ બનાવે તો તે લ્યે નહિ. તેને તે આહાર લેવાનો ભાવ જ ન આવે, એવી
ચૈતન્યના આશ્રયે શુદ્ધતા વધી ગઈ છે. શુદ્ધતા વધતાં રાગ છૂટયો ત્યાં ઉદિષ્ટ આહારને છોડયો એમ નિમિત્તથી
કહેવાય છે. ખરેખર આહાર છૂટયો તે તો નિમિત્તના કારણે સ્વયં છૂટયો છે, આત્માએ તેને છોડયો નથી.
અગિયાર પડિમાની વસ્તુસ્થિતિ આવી છે. તેમાં પહેલી છ પડિમાવાળા જઘન્ય શ્રાવક છે; સાત–આઠ–નવ
પડિમાવાળા મધ્યમ શ્રાવક છે અને દસ–અગિયાર પડિમાવાળા ઉત્તમ શ્રાવક છે. પણ એ ખાસ ધ્યાન રાખવાયોગ્ય
છે કે આ પડિમાઓ સમ્યગ્દર્શનપૂર્વક જ હોય છે. સમ્યગ્દર્શનપૂર્વક ચૈતન્યના આનંદનો અનુભવ વધતાં હઠ વગર
સહજપણે આવી પડિમાઓ હોય છે. જુઓ, શ્રાવકની આવી દશા હોય છે. તેનું નામ ભક્તિ છે, તેનું નામ
રત્નત્રયની આરાધના છે અને તે શ્રાવકોનો ધર્મ છે; તે સિવાય રાગમાં ધર્મ નથી, તેમ જ બહારનાં પદાર્થોનું તો
ગ્રહણ કે ત્યાગ આત્મા કરી શકતો જ નથી. આત્મામાં ‘ત્યાગોપાદાન શૂન્યત્વ’ નામનો ધર્મ છે એટલે આત્મા
પરનું ગ્રહણ કે ત્યાગ કરતો નથી. આવા આત્માના ભાનપૂર્વક હઠ વિનાની વીતરાગી દશા પ્રગટે ત્યાં આવી પડિમા
હોય છે. હઠ કરીને બહારમાં ત્યાગ કરે તેથી કાંઈ પડિમા થઈ જતી નથી શુદ્ધ સ્વભાવમાં અંતર્મુખ વલણથી જેમ
જેમ ગુણની શુદ્ધતા પ્રગટતી જાય છે તેમ તેમ આવી વીતરાગી પડિમા શ્રાવકને પ્રગટતી જાય છે.
આ રીતે જે વીતરાગીપર્યાયને ભજે તે શ્રાવક ભક્ત છે, તે રત્નત્રયનો આરાધક છે. સ્વભાવના આશ્રયે
જેટલી ગુણની નિર્મળતા થાય છે તેટલી પડિમા કાયમ હોય છે; ત્યાં ગુણની શુદ્ધિ અનુસાર રાગનો ત્યાગ અને
તેના નિમિત્તોનો ત્યાગ હોય છે. અંતરમાં શુદ્ધરત્નત્રયની આરાધના વગરના વ્રત–તપ ત્યાગ અને પડિમા એ તો
બધાંય બાળવ્રત, બાળતપ, બાળત્યાગ ને બાળપડિમા છે; ‘બાળ’ એટલે મૂર્ખાઈ ભરેલાં–અજ્ઞાનીનાં વ્રત–તપ–
ત્યાગ–પડિમા છે. ચૈતન્યસ્વભાવનું ભાન કરીને શ્રાવક રત્નત્રયને જેટલો ભજે છે તેટલી ભક્તિ છે અને તેટલો
ધર્મ છે, તેને જ શુદ્ધતા અનુસાર યથાર્થ પડિમા વગેરે હોય છે.
શ્રાવકની પડિમાનું આવું સ્પષ્ટ વર્ણન આ પહેલી જ વાર વ્યાખ્યાનમાં આવ્યું છે. *
પં..... ચા..... મૃ..... ત
૧. આત્મજ્ઞાનીની સેવા
(દેશનાલબ્ધિનો નિયમ)
સમયસારની ચોથી ગાથામાં શ્રી આચાર્યદેવ કહે છે કે આત્માને જાણનારાઓની સંગતિ–સેવા–ઉપાસના પૂર્વે
કદી કરી નથી.–આમ કહીને અહીં અપૂર્વ દેશનાલબ્ધિ સિદ્ધ કરવા માંગે છે. પૂર્વે શુદ્ધાત્માના શબ્દો તો કાને પડયા પણ
તેને શુદ્ધાત્માના શ્રવણ તરીકે એટલે કે દેશનાલબ્ધિ તરીકે અહીં નથી સ્વીકારતાં. અહીં તો એવી જ દેશનાલબ્ધિ
લીધી છે કે જે દેશનાલબ્ધિ મળ્‌યા પછી જીવ પાછો ન ફરે. અને એ દેશનાલબ્ધિ આત્મજ્ઞાની પાસેથી જ મળે છે–એવો
નિયમ બતાવવા અહીં આત્મજ્ઞાનીની સેવા–સંગતિ કરવાની વાત મૂકી છે. જો અજ્ઞાનીના ઉપદેશથી પણ અનાદિ
મિથ્યાદ્રષ્ટિને દેશનાલબ્ધિ થઈ જતી હોય તો ‘આત્મજ્ઞાનીની સેવા’ ની વાત શા માટે કરે? આચાર્યદેવ કહે છે કે
જીવોને ભિન્ન આત્માનું એકપણું જ પૂર્વે કદી સાંભળવામાં, પરિચયમાં કે અનુભવમાં આવ્યું નથી;–કેમ? કે પોતામાં
અનાત્મજ્ઞપણું હોવાથી, અને બીજા આત્માને જાણનારાઓની સંગતિ –સેવા નહિ કરી હોવાથી. અહીં અનાદિ
અજ્ઞાનીને જ્ઞાની બનાવવા માટે વાત લીધી છે, તેથી દેશનાલબ્ધિ જ્ઞાની પાસેથી જ મળે–એ વાત મૂકી છે. આ
સંબંધમાં અત્યારે ઘણી ગરબડ ચાલી રહી છે, પણ આચાર્યદેવે સ્પષ્ટ વાત કરી છે તે વિચારતા નથી.
સમયસાર ગા. ૪ ઉપરના પ્રવચનમાંથીઃ અષાડ સુદ૧ ૨૪૭૬
૨ઃ પર્યાયમૂઢ પરસમય છે,
(નામથી જૈન પણ ભાવથી બૌદ્ધ)
આત્મા અનંત ધર્મોથી અભેદરૂપ નિત્ય ટકનારું દ્રવ્ય છે; તે નિત્ય આત્માના આશ્રયે નિર્મળદશા પ્રગટે
છે–એમ ન માનતાં જે ક્ષણિક પર્યાયના આશ્રયે નિર્મળદશા પ્રગટવાનું માને છે તે જીવ પર્યાયમૂઢ છે, તે બૌદ્ધમતિ
જેવો છે. વસ્તુ તો દ્રવ્ય–ગુણ–પર્યાયસ્વરૂપ છે; તેમાં ત્રિકાળી દ્રવ્ય–ગુણના આશ્રયે નવી નવી પર્યાયો પ્રગટે છે.–
જો આમ જાણે તો તો પર્યાય દ્રવ્ય તરફ વળી જાય, એટલે કે દ્રવ્યનો આશ્રય કરીને પર્યાય નિર્મળપણે પરિ–