Atmadharma magazine - Ank 101
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 25

background image
ઃ ૯૮ઃ આત્મધર્મઃ ૧૦૧
ઉપર જ દ્રષ્ટિ છે. આવી જ્ઞાયકભાવની ઉપાસના એટલે કે તેની શ્રદ્ધા તેનું જ્ઞાન અને તેમાં લીનતા તે મોક્ષમાર્ગ છે.
૨૪૭૬ અષાડ સુદ ૯ઃ શ્રી સમયસાર ગા. ૬ ઉપરના પ્રવચનમાંથી.
પઃ સ્વભાવ અને વિભાવનું ભેદજ્ઞાન
(પર્યાયનું સત્પણું)
એક વસ્તુમાં બીજી વસ્તુનો અભાવ છે તેથી એક વસ્તુને બીજી વસ્તુ કાંઈ લાભ કે નુકસાન કરી શકે
નહિ, આવો સિદ્ધાંત છે. અહીં પ્રશ્ન થાય છે કેઃ આત્મસ્વભાવમાં રાગનો અભાવ છે, જેમાં જેનો અભાવ હોય
તેમાં તે કાંઈ નુકસાન કરે નહિ, તો રાગ આત્માને નુકસાનનું કારણ છે કે નથી?
નીચેના ત્રણ પ્રકારથી તે પ્રશ્નનો ઉત્તર આપવામાં આવે છે–
(૧) દ્રષ્ટિની અપેક્ષાએ આત્મામાં રાગનો અભાવ જ છે, દ્રષ્ટિના વિષયભૂત અખંડ સ્વભાવમાં રાગ છે જ
નહિ તેથી તે નુકશાન કરે નહિ; એટલે રાગ અખંડ સ્વભાવને નુકસાન કરતો નથી ને સ્વભાવની દ્રષ્ટિને
પણ નુકસાન કરતો નથી. રાગને લીધે પ્રતીત કાંઈ કાચી થઈ ગઈ–એમ નથી.
(૨) જે રાગ છે તે જ્ઞાનની અપેક્ષાએ જ્ઞેય છે, રાગને અને જ્ઞાનને જ્ઞેયજ્ઞાયકસંબંધ છે. રાગ છે તેને સાધક
જાણે છે પણ જ્ઞાનને અને રાગને એકમેક માનતા નથી; એટલે ખરેખર રાગ આત્માને નુકશાન કરતો
નથી પણ આત્માનું જ્ઞેય જ છે.
(૩) હવે ચારિત્ર અપેક્ષાએ જોતાં જરા સૂક્ષ્મ વાત છે. રાગ તે ચારિત્રગુણની વિકારી દશા છે, પરંતુ તે રાગ
ચારિત્રની પ્રગટેલી નિર્મળતાને કાંઈ નુકસાન કરતો નથી. રાગ વખતે પણ ચારિત્રની વર્તમાન પર્યાયમાં
જે નિર્મળતા પ્રગટી છે તે તો પ્રગટી જ છે, તે નિર્મળતાનો કાંઈ રાગ અભાવ કરતો નથી. માટે ચારિત્રની
વર્તમાન પ્રગટેલી નિર્મળતામાં તે સમયનો રાગ નુકસાન કરતો નથી. જુઓ, સ્વભાવ અને રાગ બંને
જુદા પડી ગયા, સ્વભાવમાં રાગનો અભાવ, રાગમાં સ્વભાવનો અભાવ.
જેમકે ચોથા ગુણસ્થાને સમ્યગ્દ્રષ્ટિને સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટયું છે તેટલી ચારિત્રની નિર્મળતા પ્રગટી
છે અને તે પર્યાયમાં અપ્રત્યાખ્યાનનો રાગ પણ છે, છતાં તે રાગ ચારિત્રની પ્રગટેલી નિર્મળતાને
(સ્વરૂપાચરણને) નુકસાન કરતો નથી. વળી એ જ પ્રમાણે છઠ્ઠા–સાતમા ગુણસ્થાને મુનિને ચારિત્રની ઘણી
નિર્મળતા પ્રગટી છે અને સંજ્વલનનો અતિ અલ્પ રાગ રહ્યો છે; પણ તે રાગ તે ભૂમિકામાં પ્રગટેલા
નિર્મળચારિત્રને કાંઈ નુકશાન કરતો નથી.–આમ છતાં ચારિત્રમાં રાગને નુકસાનકર્તા કહેવામાં આવે છે તેનું
કારણ શું છે તે સમજવું જોઈએ. તે આ પ્રમાણે છેઃ સમ્યગ્જ્ઞાને વસ્તુના અભેદસ્વભાવને જાણ્યો છે તેમજ દર્શન–
જ્ઞાન–ચારિત્ર આદિ ગુણભેદને પણ જાણ્યા છે તથા તેની પર્યાયને પણ જાણી છે. તે જ્ઞાનમાં ચારિત્રની પૂર્ણતાનું
સ્વરૂપ જણાયું છે; ચારિત્ર ગુણનું પૂર્ણ સ્વરૂપ રાગરહિત હોવું જોઈએ તેવું વર્તમાન પર્યાયમાં નથી માટે પર્યાયમાં
તેટલું નુકસાન છે.
આમ ગુણ પર્યાયની સરખામણી અપેક્ષાએ, જેટલો રાગ છે તેટલું ચારિત્રપર્યાયમાં નુકસાન છે–એમ
કહેવામાં આવે છે. ચારિત્રનું પરિણમન પૂરું નથી, ચારિત્રની પૂર્ણદશા પ્રગટી નથી એ અપેક્ષાએ નુકસાન કહ્યું;
પણ જેટલી નિર્મળતા પ્રગટી છે તેમાં તો કાંઈ રાગ નુકસાન કરતો નથી, તે પર્યાય સત્ છે. જે નિર્મળતા છે તેમાં
રાગનો અભાવ છે તેથી તે નિર્મળતાને રાગ નુકસાન કરતો નથી.
અહો! પ્રગટેલી નિર્મળ પર્યાયને રાગ પણ નુકસાન કરતો નથી તો પછી કર્મ કાંઈ નુકસાન કરે એ તો
વાત જ કયાં રહી? કર્મ કોને નુકસાન કરે? જેટલી નિર્મળતા પ્રગટી છે તે તો પ્રગટી જ છે, તેમાં કર્મ કાંઈ કરી
શકે નહિ, અને જે નિર્મળતા પોતે પ્રગટી જ નથી તેમાં પણ કર્મ શું કરે? જે પર્યાય પ્રગટેલી છે તે તો સત્ છે,
તેમાં કર્મ કાંઈ ફેરફાર ન કરી શકે, અને જે પર્યાય પ્રગટી જ નથી એટલે કે અસત્ છે તેમાં પણ કર્મ કાંઈ કરી શકે
નહિ. આ રીતે કર્મ આત્માની પર્યાયમાં કાંઇ કરતું નથી. આવા સમય–સમયના સત્ની નિરપેક્ષતા જે જીવ
યથાર્થપણે જાણે તે જીવ પરથી નિરપેક્ષ થઈને દ્રવ્યસન્મુખ થયાં વિના રહે નહીં.
રાત્રિચર્ચા–અષાડ સુદ ૧ઃ ૨૪૭૭