છે; પણ (૨) ભિન્ન આત્માના એકત્વની વાત જીવે કદી સાંભળી નથી. તેમાંથી ન્યાયઃ
સાંભળી? શ્રી આચાર્યદેવ કહે છે કે તે જીવોએ શબ્દો ભલે ન સાંભળ્યા હોય, પરંતુ કામ–ભોગની કથાના
શ્રવણનું જે કાર્ય છે તેને તો તેઓ કરી જ રહ્યા છે, શબ્દો ન સાંભળવા છતાં તેના ભાવ પ્રમાણે ઊંધુંં વર્તન
તો તેઓ કરી જ રહ્યા છે; કામ–ભોગની કથા સાંભળનારા અજ્ઞાની જીવો જે (વિકારનો અનુભવ) કરી
રહ્યા છે અને કહી રહ્યા છે તેવું તે જીવો કથા સાંભળ્યા વગર પણ કરી જ રહ્યા છે, માટે તેમણે પણ કામ–
ભોગ–બંધનની કથા સાંભળી છે એમ આચાર્યદેવે કહ્યું. શુદ્ધાત્માના ભાન વગર અનંતવાર નવમી
ગ્રૈવેયકના ભવ કરનારો જીવ, અને બીજો નિત્યનિગોદનો જીવ–એ બંને એક જ જાતના છે, બંને
અશુદ્ધઆત્માનો જ અનુભવ કરી રહ્યા છે. નિગોદના જીવને શ્રવણનું નિમિત્ત મળ્યું નથી અને નવમી
ગ્રૈવેયક જનાર જીવને શ્રવણનું નિમિત્ત મળવા છતાં તેનું ઉપાદાન સુધર્યું નથી માટે તેણે શુદ્ધાત્માની વાત
સાંભળી એમ અહીં અધ્યાત્મશાસ્ત્રમાં ગણતા નથી. કામ–ભોગની કથા તો નિમિત્ત છે, તે સાંભળવાનું ફળ
શું?–કે વિકારનો અનુભવ; તે વિકારનો અનુભવ તો નિગોદનો જીવ કરી જ રહ્યો છે, માટે તે જીવે કામ–
ભોગની કથા સાંભળી છે.
આત્માના શુદ્ધ સ્વભાવની વાર્તા તે જીવોએ કદી સાંભળી નથી. કેમ કે અંતરની રુચિથી તેનું પરિણમન કર્યું નથી,
શુદ્ધાત્માનો અનુભવ કર્યો નથી માટે તેણે શુદ્ધાત્માની વાત સાંભળી પણ નથી. શુદ્ધાત્માનું શ્રવણ કર્યું એમ તો
ત્યારે કહેવાય કે જો તેનો આશય સમજી તે–અનુસાર પરિણમે! એટલે ભાવપૂર્વકના શ્રવણને જ અહીં શ્રવણમાં
ગણ્યું છે. નિમિત્ત સાથે ઉપાદાનના ભાવનો મેળ થાય તો જ તે નિમિત્ત કહેવાય. અનાદિથી કામ–ભોગ–બંધનની
કથાના નિમિત્તો સાથે જીવના ઉપાદાનનો મેળ થયો છે, પરંતુ શુદ્ધજ્ઞાયક–એકત્વ–વિભક્ત આત્મસ્વરૂપને
બતાવનાર નિમિત્ત સાથે તેના ઉપાદાનનો મેળ થયો નથી માટે તેણે શુદ્ધ આત્માની વાત સાંભળી પણ નથી.
અહીં તો ઉપાદાન–નિમિત્તની સંધિપૂર્વક કથન છે; નિમિત્ત તરીકે એવા અપૂર્વ શ્રવણને સ્વીકાર્યું છે કે જેવું શ્રવણ
કર્યું તેવી રુચિ અને અનુભવ પણ કરે જ.
શબ્દો કાને પડયા તે કાંઈ શુદ્ધાત્માનું શ્રવણ નથી પણ શ્રવણ પરિચય અને અનુભવ ત્રણેની એકતા એટલે
કે જેવો શુદ્ધાત્મા સાંભળ્યો તેવો જ પરિચયમાં–રુચિમાં લઈને તેનો અનુભવ કરે એનું નામ શુદ્ધાત્માનું
શ્રવણ છે, એવું શ્રવણ જીવે પૂર્વે કદી કર્યું નથી માટે હવે તું શુદ્ધાત્માની રુચિના અપૂર્વભાવે આ સમયસારનું
શ્રવણ