Atmadharma magazine - Ank 101
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 25

background image
ફાગણઃ ૨૪૭૮ઃ ૧૦૧ઃ
‘દર્શાવું તો કરજો પ્રમાણ.....’
‘આ શબ્દ બ્રહ્મરૂપ પરમાગમથી દર્શાવેલા
એકત્વવિભક્ત આત્માને પ્રમાણ કરજો, હા જ પાડજો,
કલ્પના કરશો નહિ. આનું બહુમાન કરનાર પણ મહા
ભાગ્યશાળી છે.’
–પૂ. ગુરુદેવશ્રી.
શ્રી આચાર્યભગવાન કહે છે કે આ સમયસાર દ્વારા હું મારા આત્માના સ્વવૈભવથી એકત્વ–વિભક્ત શુદ્ધ
આત્માનું સ્વરૂપ દર્શાવું છું. તેનું શ્રવણ કરનાર હે શ્રોતાઓ! શ્રવણ કરતાં તમે પણ એકત્વ–વિભક્ત શુદ્ધ આત્મા
સિવાય બીજી વાત તમારામાં વચ્ચે લાવશો નહીં, અને મારામાં પણ તે જોશો નહીં. હું એકત્વ–વિભક્ત શુદ્ધ
આત્મા જ કહેવા માંગું છું. તો તે સાંભળતાં તમે પણ તેનું જ લક્ષ રાખજો.
આત્માના એકત્વ–વિભક્ત સ્વરૂપનું કથન કરતાં વચ્ચે ક્યાંક વિભક્તિ વગેરેનો દોષ આવી જાય તો તે
દોષને જોવામાં અટકશો નહિ, અને તમને વ્યાકરણાદિ ન આવડે તો તમારામાં પણ તે દોષને જોશો નહિ; કેમ કે
મારા લક્ષનું જોર ભાષા ઉપર નથી પણ શુદ્ધ આત્મા ઉપર જ છે, તેમાં તો મારી ભૂલ નહિ જ થાય, માટે તમે પણ
હું જેવો શુદ્ધ આત્મા દર્શાવવા માંગુ છું તેવા શુદ્ધ આત્માને જ લક્ષમાં રાખીને ઉપાદાન–નિમિત્તના ભાવની સંધિ
કરજો. એટલે હું મારા સ્વાનુભવથી જેવો શુદ્ધાત્મા કહેવા માંગુ છું તેવો શુદ્ધાત્મા તમે પણ સ્વાનુભવથી સમજી
જશો.
અહીં વ્યાકરણ વગેરેના જાણપણાનો મહિમા નથી પણ જે જ્ઞાન આત્મસ્વભાવ તરફ વળીને
શુદ્ધઆત્માનો સ્વાનુભવ કરે તે જ્ઞાનનો જ મહિમા છે. માટે આચાર્યદેવ કહે છે કે હે જીવ! તું શુદ્ધાત્માને જ પ્રમાણ
કરજે; અમારી વાણીના લક્ષે નહિ પણ તારા સ્વાનુભવથી તું પ્રમાણ કરજે; વાણીના લક્ષે તો વિકલ્પ થશે, તેની
મુખ્યતા કરીશ નહિ, બીજા કોઈ જાણપણાની મુખ્યતા કરીશ નહિ પણ શુદ્ધઆત્માની મુખ્યતા કરીને તેનો
સ્વાનુભવ કરજે. કોઈ કહે કે આ સમયસાર સાંભળીને શું કરવું?–તો આચાર્ય કુંદકુંદપ્રભુ કહે છે કે સ્વાનુભવથી
શુદ્ધઆત્માને પ્રમાણ કરવો.
આચાર્યદેવ કહે છે કે મારા આત્માનો જેટલો નિજવૈભવ છે તે સર્વથી હું આ એકત્વ–વિભક્ત આત્માને
દર્શાવીશ. હું જે રીતે દર્શાવું તે જ રીતે શ્રોતાએ સ્વયમેવ પોતાના અનુભવપ્રત્યક્ષથી પરીક્ષા કરીને પ્રમાણ કરવું.
બહારના જાણપણાના બોલમાં ક્યાંય ચૂકી જાઉં તો તે ગ્રહણ કરવામાં સાવધાન ન થવું. સાવધાની તો શુદ્ધ
આત્મામાં જ રાખવી.
હે જીવ! જો તું એકત્વ–વિભક્ત આત્મા સિવાય મારામાં બીજું લક્ષ કરીને અટકીશ તો તારામાં જ
દોષની ઉત્પત્તિ થશે. પર તરફ લક્ષ કરીને અટકયો તે જ દોષ છે. પ્રથમ તો તું તારામાં દોષ કરીને અટકીશ ત્યારે
બીજાના દોષ તરફ તારું લક્ષ જશે ને? પણ તું એકત્વ–વિભક્ત શુદ્ધાત્મા સિવાય બીજે ક્યાંય લક્ષ કરીને અટકીશ
નહિ એટલે મારામાં પણ તને દોષ જોવાનો વિકલ્પ ઊભો નહિ થાય. હું શુદ્ધાત્મા કહું છું અને તું તેની હા જ
પાડજે. હું જે બતાવવા નથી માગતો તેના ઉપર તું પણ વજન આપીશ નહિ, હું જે એકત્વ–વિભક્ત આત્મા
દર્શાવવા માંગુ છું તે લક્ષમાં લઈને તેની હા પાડજે.
શ્રી આચાર્યદેવ નિર્માનતાપૂર્વક કહે છે કે હું હજી છદ્મસ્થ છું. શ્રી તીર્થંકર–ભગવાનના દિવ્યધ્વનિમાં કે
ગણધરદેવની રચનામાં તો કોઈ પ્રકારની ભૂલ ન આવે, પણ મારું એટલું સામર્થ્ય નથી એટલે ક્યાંક વ્યાકરણ
વગેરેમાં દોષ આવી જવાનો સંભવ છે. સ્વાનુભવમાં તો હું નિઃશંક છું, મારા સ્વાનુભવથી હું શુદ્ધાત્માનું જે કથન
કરીશ તેમાં તો ક્યાંય ચૂક નહિ જ પડે. અહો! આચાર્યદેવને જેટલી નિઃશંકતા છે તેટલી જ નિર્માનતા છે. તેથી
કહે છે કે હું સર્વજ્ઞ નથી પણ છદ્મસ્થ છું, છતાં મને શુદ્ધ આત્માનું પ્રચુર સ્વસંવેદન વર્તે છે એટલે હું મારા
સ્વાનુભવથી શુદ્ધાત્માનું જે વર્ણન કરીશ તેમાં તો