Atmadharma magazine - Ank 101
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952).

< Previous Page   Next Page >


PDF/HTML Page 19 of 25

background image
ઃ ૧૦૨ઃ આત્મધર્મઃ ૧૦૧
ક્યાંય દોષ નહિ જ આવે, પણ વ્યાકરણની વિભક્તિ વગેરેમાં કદાચ કંઈ દોષ આવી જાય અને તારા જ્ઞાનના
ક્ષયોપશમમાં તે જણાઈ જાય તો તું તે જાણપણા ઉપર કે દોષ ઉપર મુખ્યપણે જોઈશ નહિ, પણ તેને ગૌણ કરીને
એકત્વસ્વભાવને જ મુખ્યપણે જોજે, તે સ્વભાવ તરફ જ વળજે.
જુઓ! આચાર્યભગવંતને શુદ્ધાત્મા દર્શાવવાનો વિકલ્પ ઊઠયો છે તે સામા શિષ્યની પણ શુદ્ધાત્માનો
અનુભવ કરવાની પાત્રતા સૂચવે છે. ‘હું દર્શાવું છું અને તમે તે પ્રમાણ કરજો’ એમ આચાર્યદેવે કહ્યું તો સામે
તે શુદ્ધાત્માને પ્રમાણ કરનારા જીવો ન હોય એમ બને જ નહિ. ‘દર્શાવું તો કરજો પ્રમાણ’ એમ કહેવામાં
આચાર્યદેવને ખાતરી છે કે શિષ્યે પૂર્વે અનંતકાળમાં જે રીતે શુદ્ધાત્માનું યથાર્થ શ્રવણ નથી કર્યું તે ભાવ
ટાળીને હવે જુદી જ રીતે અપૂર્વપણે શુદ્ધાત્માનું યથાર્થ શ્રવણ કરીને તે શુદ્ધાત્માને સમજી જશે. પૂર્વે તેં કદી
જેને નથી જાણ્યો એવો શુદ્ધાત્મા હું તને અત્યારે દર્શાવું છું, માટે તું અપૂર્વ ભાવે તે પ્રમાણ કરીને સ્વાનુભવ
કરજે.
આ રીતે આ સમયસારના સાંભળનાર અને કહેનાર બંનેને શુદ્ધાત્મા પ્રત્યેની અપાર હોંશ છે. ‘હું શુદ્ધ
આત્મા બતાવું છું અને તું તેની હા જ પાડીને તારા સ્વાનુભવથી પ્રમાણ કરજે’–આમ કહીને પછી તરત છઠ્ઠી
ગાથામાં શ્રી આચાર્યદેવ આત્માનો એકત્વ–વિભક્ત જ્ઞાયકસ્વભાવ દર્શાવે છે.
–શ્રી સમયસાર ગાથા પ ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી. વીર સં. ૨૪૬૭ અષાડ સુદ ૨
***
શ્રી સમયસારની છઠ્ઠી ગાથામાં આત્માને ‘જ્ઞાયક’ કહીને ૧–ઉપચરિતસદ્ભુત, ૨–અનુપચરિતઅસદ્ભુત
અને ૩–ઉપચરિતસદ્ભુત–એ ત્રણ પ્રકારના વ્યવહારનો નિષેધ કર્યો. છેલ્લે ગુણગુણીભેદરૂપ અનુપચરિત
સદ્ભૂત–વ્યવહાર બાકી રહ્યો તેનો નિષેધ સાતમી ગાથામાં કર્યો. એ રીતે છઠ્ઠી–સાતમી ગાથામાં
‘શુદ્ધજ્ઞાયકભાવ’ બતાવીને તેના આશ્રયે ચારે પ્રકારના વ્યવહારનો નિષેધ કર્યો. આ ‘જ્ઞાયકભાવ’ તે નિશ્ચય છે
અને તેનો આશ્રય કરવો તે મોક્ષમાર્ગ છે.
ભગવાન શ્રી આચાર્યદેવ અખંડજ્ઞાયકસ્વરૂપનો આશ્રય કરીને અપ્રમત્ત અને પ્રમત્તભાવરૂપ
મુનિદશામાં વર્તી રહ્યા છે. ક્ષણમાં વિકલ્પ ઊઠે છે અને વળી ક્ષણમાં તે વિકલ્પ તોડીને અભેદઅનુભવમાં
લીન થઈ જાય છે, તે વખતે તો ‘પ્રમત્ત–અપ્રમત્ત નથી ને જ્ઞાયક છું’ એવો વિકલ્પ પણ નથી, ત્યાં તો
જ્ઞાયકનો અનુભવ જ વર્તે છે. આવી દશામાં ઝૂલતાં ઝૂલતાં આ સમયસારની અદ્ભુત રચના થઈ ગઈ છે,
તેમાં અપૂર્વ ગંભીર ભાવો ભર્યા છે. ‘સમયસાર’ એટલે શુદ્ધઆત્મા, તેના વર્ણનની શરૂઆત કરતાં છઠ્ઠી
ગાથામાં જ ‘જે જ્ઞાયકભાવ છે તે પ્રમત્ત કે અપ્રમત્ત નથી’ એમ કહીને તે એક ગાથામાં જ આચાર્યદેવે ચાર
નયોનું વર્ણન સમાવી દીધું છે. તે આ પ્રમાણે–
(૧) ‘હું પ્રમત્ત–અપ્રમત્ત નથી’ એવો જે વિકલ્પ ઊઠે છે તેને જાણતાં ‘આ વિકલ્પ આત્માનો છે’ એમ
લક્ષમાં લેવું તે ઉપચરિત–અસદ્ભુત વ્યવહાર છે. અહીં આચાર્યદેવે ‘પ્રમત્ત–અપ્રમત્ત નથી’ એમ કહીને તે
વ્યવહારનું જ્ઞાન તો ગર્ભિતપણે કરાવી દીધું, અને ‘જ્ઞાયકભાવ’ બતાવીને તેનો નિષેધ પણ કર્યો.
(૨) જ્યાં છદ્મસ્થને જણાય તેવો રાગ છે ત્યાં છદ્મસ્થને ન જણાય તેવો રાગ પણ હોય જ છે; કેમ કે
જ્યાં બુદ્ધિપૂર્વકનો રાગ હોય ત્યાં જ્ઞાન એટલું સૂક્ષ્મ ન જ હોય કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ રાગને પણ પકડી શકે. જે જ્ઞાન
રાગમાં જોડાયેલું છે તે જ્ઞાનનો ઉપયોગ સ્થૂળ છે. જો અબુદ્ધિપૂર્વકના રાગને પણ પકડી શકે એવો સૂક્ષ્મ ઉપયોગ
થાય તો તો કેવળજ્ઞાન હોય અને ત્યાં રાગનો બિલકુલ અભાવ હોય. અહીં તો સાધકની વાત છે. સાધકને જે
અબુદ્ધિપૂર્વકનો વિકલ્પ છે તે અનુપચરિત અસદ્ભુત વ્યવહારનયનો વિષય છે. ‘જ્ઞાયકભાવ અપ્રમત્ત પણ નથી’
એમ કહીને ગર્ભિતપણે તે વ્યવહારનું જ્ઞાન કરાવીને તેનો નિષેધ કર્યો.
(૩) જ્ઞાન પરને જાણે છે–એમ કહેવું તે ઉપચરિતસદ્ભુત વ્યવહાર છે; ‘જ્ઞાયક તો જ્ઞાયક જ છે’ એમ
કહીને તે વ્યવહારનો પણ નિષેધ કર્યો. વ્યવહારનો નિષેધ કરવામાં ‘તે વ્યવહાર છે’ એમ તેનું જ્ઞાન તો