Atmadharma magazine - Ank 101
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952).

< Previous Page   Next Page >


PDF/HTML Page 20 of 25

background image
ફાગણઃ ૨૪૭૮ઃ ૧૦૩ઃ
–૨–
શ્રી સમયસારની છઠ્ઠી–સાતમી ગાથામાં આવી જતા – વ્યવહારના ચાર પ્રકારો અને
નિશ્ચયના આશ્રયે તેમનો નિષેધ
(આ વિષયનો પહેલો હપ્તો પૂર્વે અપાઈ ગયો છે, અહીં બીજો હપ્તો આપવામાં આવ્યો છે.)
આવી જાય છે, કેમ કે સાધકને પોતાની પર્યાયમાં જે વ્યવહાર છે તેનો નિષેધ કરે છે ને! જો વ્યવહાર બિલકુલ
હોય જ નહિ તો તેનો નિષેધ કરવાનું પણ રહેતું નથી.
(૪) આત્માને ‘શુદ્ધજ્ઞાયકભાવ’ કહીને શુદ્ધનયનું સ્થાપન કર્યું છે.
એ પ્રમાણે એક જ ગાથામાં ત્રણ પ્રકારના વ્યવહાર અને એક નિશ્ચય એમ ચાર પ્રકાર સમાડી દીધા છે;
અને શુદ્ધ નયનો અભેદ વિષય બતાવીને ત્રણે પ્રકારના વ્યવહારનો નિષેધ કર્યો છે. જો કે અહીં છઠ્ઠી ગાથામાં
આત્માને શુદ્ધ જ્ઞાયક કહ્યો તેમાં ગર્ભિતપણે ગુણગુણી ભેદરૂપ વ્યવહારનો નિષેધ પણ આવી જાય છે; છતાં
સાતમી ગાથામાં તેનો સ્પષ્ટપણે નિષેધ કર્યો છે. આ રીતે સમયસારમાં સર્વ પ્રકારના વ્યવહારનો નિષેધ કરીને
અભેદ જ્ઞાયક–સ્વભાવની દ્રષ્ટિ કરાવવાનો શ્રી આચાર્યદેવનો આશય છે.
ગુણભેદવડે આત્માને લક્ષમાં લેવા જતાં પણ અશુદ્ધતાનું વેદન થાય છે, ગુણભેદના લક્ષે શુદ્ધઆત્મા
અનુભવમાં આવતો નથી. છઠ્ઠી ગાથા સાંભળીને શિષ્ય એટલો તો તૈયાર થઈ ગયો છે કે ગુણભેદનો વિકલ્પ પણ
અશુદ્ધતા છે–અને શુદ્ધાત્માનો અનુભવ તે વિકલ્પથી પણ પાર છે–એમ તેણે પકડી લીધું છે; તેથી પૂછે છે કે
પ્રભો! દર્શન–જ્ઞાન–ચારિત્રથી પણ આત્માને અશુદ્ધપણું આવે છે તો એ ત્રણભેદ કેમ કહેવામાં આવ્યા છે? તેના
ઉત્તરમાં આચાર્યદેવ ગુણભેદનો પણ નિષેધ કરીને અભેદ જ્ઞાયકસ્વરૂપ બતાવે છે, તે જ સમ્યગ્દર્શનનો વિષય છે.
છઠ્ઠી અને સાતમી આ બે ગાથામાં તો આખા સમયસારના મૂળિયાં છે.
ગુણ–ગુણીભેદ તે વ્યવહારનો ઊંચો એટલે કે છેલ્લો પ્રકાશ છે. જ્યાં તેનો નિષેધ કર્યો ત્યાં તેની નીચેના
વ્યવહારોનો તો નિષેધ આવી જ ગયો. ‘જ્ઞાન તે આત્મા’ એટલો ભેદરૂપ વ્યવહાર પણ જ્યાં નથી પાલવતો ત્યાં
‘રાગ તે આત્મા’ એવો વ્યવહાર તો કેમ પાલવે? ‘ચારે પ્રકારના વ્યવહારનો નિષેધ કરીને જ્ઞાયક–સ્વભાવની
દ્રષ્ટિ કર’ એમ ઉપદેશમાં કહેવાય, પણ ખરેખર તો જ્ઞાયક–સ્વરૂપની દ્રષ્ટિ કરતાં તે ચારે પ્રકારના વ્યવહારનો
નિષેધ થઈ જાય છે,–નિશ્ચયસ્વભાવનો આશ્રય લેતાં જ વ્યવહારનો આશ્રય છૂટી જાય છે.
આ વિષય ખાસ સમજવા જેવો છે.
***
છ ગાથા સુધીમાં ક્યાંય ‘વ્યવહાર’ શબ્દ નહોતો આવ્યો; પહેલવહેલો આ સાતમી ગાથામાં ‘વ્યવહાર’
શબ્દ કહ્યો છે; આ ગાથામાં ગુણ–ગુણી ભેદરૂપ સૂક્ષ્મ વ્યવહારની વાત છે. જ્યાં ગુણ–ગુણીભેદને પણ વ્યવહાર
કહીને તેનો નિષેધ કર્યો ત્યાં તેની નીચેના નયો તો વ્યવહાર છે જ–એ વાત આવી જાય છે.
બે ગાથામાં નીચેના પાંચ નયોની વાત આવી–
(૧) ઉપચરિત અસદ્ભુત વ્યવહાર(૨) અનુપચરિત અસદ્ભુત વ્યવહાર
(૩) ઉપચરિત સદ્ભુત વ્યવહાર(૪) અનુપચરિત સદ્ભુત વ્યવહાર
(પ) શુદ્ધ નિશ્ચય.
હવે આ પાંચે પ્રકારોમાં પહેલો–પહેલો પ્રકાર બીજા–બીજા પ્રકારનો સાધક છે, એટલે વ્યવહાર દ્વારા પણ
પરમાર્થ જ બતાવવાનો અભિપ્રાય છે–તે વાત કરે છે.
રાગ–દ્વેષ તે પોતાનું પરિણમન છે તેથી તેને આત્મા જાણવો ત્યાંથી નયની શરૂઆત કરી છે. પણ પર
વસ્તુ સાથે આત્માની એકતા જાણે તેને તો આત્માનો વ્યવહાર ગણ્યો નથી. પરથી તો આત્મા ભિન્ન જ છે.
રાગને આત્મા કહેનારો અસદ્ભુત વ્યવહારનય છે તે પરથી આત્માની ભિન્નતા બતાવે છે, અને રાગ અસદ્ભુત
છે. એમ બતાવીને તેનો નિષેધ કરવાનું જણાવે છે.
(૧–૨) આત્મા જ્ઞાયક છે, તેના સ્વરૂપમાં વિકાર નથી, પણ તેની પર્યાયમાં વિકાર થવાની લાયકાત છે. તેમાં
જે બુદ્ધિપૂર્વક વિકાર થાય તે વિકારને આત્માનો જાણવો તે ઉપચરિત અસદ્ભુત વ્યવહારનય છે. વિકાર તે ઔપા–