Atmadharma magazine - Ank 101
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952).

< Previous Page   Next Page >


PDF/HTML Page 21 of 25

background image
ઃ ૧૦૪ઃ આત્મધર્મઃ ૧૦૧
ધિકભાવ છે, તે આત્માનું શુદ્ધસ્વરૂપ નથી માટે ‘અસદ્ભુત’ છે–એમ સમજતાં ઉપાધિરહિત શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન
થાય છે.
વળી, જે બુદ્ધિપૂર્વક વિકલ્પ થાય છે તે એમ જણાવે છે કે ત્યાં અબુદ્ધિપૂર્વકના વિકલ્પ પણ છે. કેમ કે જ્યાં
બુદ્ધિપૂર્વક રાગ છે ત્યાં જ્ઞાન પૂરું કાર્ય કરતું નથી, તેથી ત્યાં જ્ઞાનમાં ન પકડી શકાય તેવો સૂક્ષ્મ રાગ છે. જો જ્ઞાન
પૂરું કાર્ય કરે (સૂક્ષ્મ રાગને પણ જાણે તેવું થઈ જાય) તો કેવળજ્ઞાન થઈ જાય અને ત્યાં વિકાર હોય જ નહિ.
માટે ‘વિકાર છે’ એમ જે ઉપચરિત અસદ્ભુત વ્યવહારનય જાણે છે તે એમ સિદ્ધ કરે છે કે બીજો ખ્યાલમાં ન
આવે તેવો વિકાર પણ છે; અને જેમ આ બુદ્ધિપૂર્વકનો વિકાર અસદ્ભુત છે તેમ તે અબુદ્ધિપૂર્વકનો વિકાર
અસદ્ભુત છે. આ રીતે પહેલો નય બીજા નયનો સાધક છે.
(૨–૩) અબુદ્ધિપૂર્વકના રાગને અનુપચરિત અસદ્ભુત વ્યવહાર કહ્યો તે એમ સાબિત કરે છે કે તે
રાગથી પણ જ્ઞાન જુદું છે. રાગને જ્ઞાન જાણે ત્યાં પણ જ્ઞાન તો જ્ઞાન જ છે, જ્ઞાનમાં રાગની ઉપાધિ નથી. ‘આ
રાગ છે’ એમ અબુદ્ધિપૂર્વક રાગ જુદો પાડીને ખ્યાલમાં નથી આવતો તેથી તે ‘અનુપચરિત’ છે, પણ તે
અબુદ્ધિપૂર્વકનો રાગ પણ અસદ્ભુત છે એટલે તે રાગથી પણ જ્ઞાન જુદું છે એમ આ નય સિદ્ધ કરે છે; એ રીતે
બીજો નય ત્રીજા નયનો સાધક છે. જો કે બધાય નયોનું પરમાર્થ તાત્પર્ય તો શુદ્ધ સ્વભાવની દ્રષ્ટિ કરવી તે જ છે,
પણ નયોનો પરસ્પર સંબંધ બતાવવા પહેલા નયને બીજા નયનો સાધક કહ્યો છે.
જે સાધક જીવ શુદ્ધાત્માને સાધી રહ્યો છે તેના જ્ઞાનમાં ‘નય’ હોય છે. જો કેવળજ્ઞાન થઈ ગયું હોય તો
તો એક સાથે લોકાલોકને પ્રત્યક્ષ જ્ઞેય કરે અને તે જ્ઞાનમાં નય હોય નહિ. સાધકના જ્ઞાનનું પરિણમન હજી
ઓછું, અને રાગ પણ થાય છે. તે રાગને જ્ઞાન જાણે છે પણ હજી જ્ઞાનનો ઉપયોગ તદ્ન સૂક્ષ્મ થયો નથી તેથી
અવ્યક્ત રાગને તે જુદો પકડી શકતો નથી, વ્યક્તરાગને પકડી શકે છે. વ્યક્તરાગ અવ્યક્તરાગને સિદ્ધ કરે છે, ને
અવ્યક્તરાગને પણ ‘અસદ્ભુત’ કહેતાં તે ઔપાધિકભાવ છે, જ્ઞાનનું મૂળસ્વરૂપ નથી એમ સિદ્ધ થાય છે.
(૩–૪) રાગને જાણનારું જ્ઞાન રાગની ઉપાધિવાળું નથી; જ્ઞાન તે તો જ્ઞાન જ છે. જ્ઞાનપર્યાય પોતાની
છે, તે જ્ઞાન રાગને જાણે છે એમ કહેવું તે ઉપચરિત સદ્ભુત વ્યવહાર છે. જ્ઞાનપર્યાય છે તે જ્ઞેયને લીધે નથી
પણ જ્ઞાન સામાન્યને લીધે જ છે, એટલે કે જ્ઞાન પરનું નથી પણ જ્ઞાન તો આત્માનું જ છે. ‘જ્ઞાન પરને જાણે
છે’ તેને ઉપચાર કહીને એમ બતાવ્યું કે ખરેખર જ્ઞાનનો સંબંધ પર સાથે નથી પણ જ્ઞાન તો જ્ઞાન જ છે એટલે
જ્ઞાનનો સંબંધ ત્રિકાળી ગુણ સાથે છે. આ રીતે ઉપચરિત સદ્ભુતવ્યવહાર અનુપચરિત સદ્ભુત વ્યવહારને
સાબિત કરે છે.
‘જ્ઞાન પરનું નથી, જ્ઞાન તો આત્માનું છે’ એમ કહેવામાં પણ હજી ગુણ–ગુણીભેદનો વ્યવહાર છે; આ
છેલ્લો વ્યવહાર છે. રાગને જાણનારું જ્ઞાન રાગનું નથી પણ સામાન્યજ્ઞાનની તે પર્યાય છે, તેથી જ્ઞાનની તે પર્યાય
સામાન્યજ્ઞાન–સ્વભાવને સાબિત કરે છે. પર્યાય ત્રિકાળી ગુણને સિદ્ધ કરે છે ને ગુણમાં વિકાર નથી એટલે
વિકારથી જીવનું જુદાપણું સિદ્ધ થાય છે.–એ રીતે, શુદ્ધ આત્મા દ્રષ્ટિમાં આવે તે આ અધ્યાત્મનયોનું તાત્પર્ય છે.
વિકાર અને વિકારરહિત સ્વભાવ–એ બંનેને નહિ જાણે તો સ્વભાવ તરફ વળીને વિકારનો અભાવ
ક્યાંથી કરશે? હું આત્મા જ્ઞાયક છું–એમ લક્ષ કરીને, પર્યાયમાં જે વિકાર થાય છે તેને પણ જાણ. વિકાર મારામાં
થાય છે, અને મારા સ્વભાવમાં તે અસદ્ભુત છે એમ જાણે તો તેનો નિષેધ થાય.
(૪–પ) અહીં તો હવે ગુણ–ગુણીભેદરૂપ સૂક્ષ્મ વ્યવહારની વાત આવી છે. ‘આત્મા જ્ઞાનસ્વરૂપ છે’
એટલો ભેદનો વિકલ્પ પણ સ્વાનુભવને રોકનારો છે. જ્ઞાન અને આત્મા એમ જુદી જુદી બે વસ્તુઓ નથી, છતાં
ભેદ પાડીને કથન કરવું તે વ્યવહાર છે, અને જ્ઞાન આત્માનું ત્રિકાળીસ્વરૂપ છે તેથી તે વ્યવહાર અનુપચરિત
સદ્ભુત છે. ‘જ્ઞાન તે આત્મા’ એમ કહેનારો આ અનુપચરિત સદ્ભુતવ્યવહાર પણ ‘જ્ઞાયકઆત્મા’ ને જ
સાબિત કરે છે. આ નયમાં ગુણગુણીભેદ હોવા છતાં તે જ્ઞાનને અભેદ આત્મા તરફ લઈ જાય છે; એ રીતે ચોથો
પ્રકાર પાંચમા પ્રકારને સાધે છે. જ્ઞાયક આત્માને દ્રષ્ટિમાં લેવો તે જ બધા નયોનું તાત્પર્ય છે. જ્યારે વ્યવહારના
ભેદો ઉપરનું લક્ષ છોડીને અભેદ આત્માને લક્ષમાં લીધો ત્યારે વ્યવહારદ્વારા પણ પરમાર્થને જ સાધ્યો–એમ
કહેવાય છે. પણ જો ભેદરૂપ વ્યવહારનો જ આશ્રય કરીને રોકાય