Atmadharma magazine - Ank 101
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 25

background image
ફાગણઃ ૨૪૭૮ઃ ૯૧ઃ
શ્રી શ્રાવીકા–બ્રહ્મચર્યાશ્રમના ઉદ્ઘાટન પ્રસંગે પૂ. ગુરુદેવશ્રીએ આશ્રમમાં પ્રવચન કર્યું તે પ્રસંગનું
દ્રશ્ય; પ્રવચન પછી શ્રીમાન વછરાજજી શેઠ ઊભા થઇને પૂ. ગુરુદેવશ્રીનો ઉપકાર માની રહ્યા છે.
છે–ધર્મ નથી. પ્રથમ તો દર્શનશુદ્ધિ વગર અજ્ઞાનીને સોળકારણભાવના જ યથાર્થ હોતી નથી. સોળકારણભાવના
જ્ઞાનીને જ હોય છે, પણ જ્ઞાની તે ભાવને આદરણીય માનતા નથી; જ્ઞાની તો જાણે છે કે શુદ્ધરત્નત્રયવડે નિજ
કારણ–પરમાત્માને આરાધવો તે જ સિદ્ધિનો ઉપાય છે.
પરમાત્મદશા કયાંથી પ્રગટે છે! અંદરમાં દરેક આત્મા પરમાત્મશક્તિથી પૂરો છે તેમાંથી જ પરમાત્મદશા
પ્રગટે છે. જેમ લીંડીપીપરને ઘસતાં ચોસઠપોરી તીખાસ પ્રગટે છે, તે કયાંથી પ્રગટે છે? ખરલમાંથી નથી પ્રગટતી
પણ તેનામાં જ ચોસઠપોરી તીખાસ શક્તિપણે હતી તે જ પ્રગટી છે; બહારથી નથી આવી તેમજ એક થી માંડીને
ત્રેસઠ પોરી સુધીની તીખાસમાંથી પણ ચોસઠપોરી તીખાસ આવી નથી, તે અધૂરી તીખાસનો તો અભાવ થઈને
પીપરના સામર્થ્યમાંથી જ પૂરી તીખાસ આવી છે. ઉંદરની લીંડી પણ લીંડીપીપર જેવી લાગે, પણ તેને ઘસતાં
તેમાંથી તીખાસ નહિ પ્રગટે, કેમ કે તેનામાં તેવો સ્વભાવ નથી. લીંડીપીપરમાં સ્વભાવ છે તેમાંથી જ તીખાસ
પ્રગટે છે, તે કોઈ સંયોગને લીધે નથી. તેમ આત્મા પરિપૂર્ણ પરમાત્મશક્તિથી ભર્યો છે, તેનાં શ્રદ્ધા–જ્ઞાન–
એકાગ્રતા વડે તેમાંથી પરમાત્મદશા પ્રગટે છે. પણ કાંઈ શરીરાદિને ઘસી નાંખવાથી પરમાત્મદશા પ્રગટતી નથી
કેમ કે તેનામાં તેવો સ્વભાવ નથી; તેમ જ અધૂરી દશામાંથી પણ પૂર્ણદશા આવતી નથી. ધુ્રવસ્વભાવ ત્રિકાળ
ભર્યો છે તેના જ અવલંબને અધૂરીદશાનો વ્યય થઈને પૂર્ણ પરમાત્મદશા પ્રગટી જાય છે. આ રીતે શુદ્ધઆત્માની
આરાધના તે જ સિદ્ધિનો ઉપાય છે. આ ઉપાયથી જ ભૂતકાળમાં અનંત સિદ્ધો થયા, વર્તમાનમાં આ ઉપાયથી જ
સિદ્ધ થાય છે અને ભવિષ્યમાં આ ઉપાયથી જ