* માનસ્થંભ *
પરમ પૂજ્ય ગુરુદેવશ્રીના પુનિત પ્રતાપે સૌરાષ્ટ્રમાં દિન–પ્રતિદિન મહાન ધર્મપ્રભાવના થઈ રહી છે; તે
ધર્મપ્રભાવનાના મહાન પ્રતીકરૂપે સૌરાષ્ટ્રમાં સર્વપ્રથમ સોનગઢમાં ૬૨ ફૂટ ઊંચો ભવ્ય માનસ્થંભ તૈયાર કરવાનું
નક્કી થયું છે. તેનું શિલાન્યાસ વૈશાખ વદ સાતમ ને શુક્રવારે થવાનું છે.
સ્વર્ગાદિમાં શાશ્વતા માનસ્થંભો છે, ભગવાનના સમવસરણમાં ચારે બાજુ માનસ્થંભ હોય છે અને
અત્યારે ભારતમાં પણ શ્રી સમ્મેદશિખરજી, મહાવીરજી, પાવાગઢ, અજમેર, તારંગા, આરા, ચિત્તોડ, દક્ષિણ કન્નડ,
મુલબિદ્રી, કારકલ, શ્રવણ બેલગોલ, મૈસુર વગેરે અનેક ઠેકાણે માનસ્થંભ છે; પરંતુ સૌરાષ્ટ્રમાં ઘણા લાંબા
વખતથી માનસ્થંભ નહિ હોવાથી કેટલાક લોકોને પ્રશ્ન થાય છે કે ‘માનસ્થંભ તે શું છે?’ માનસ્થંભ તે
જૈનધર્મની એક અગત્યની વસ્તુ છે, જેમ જિનમંદિર એક જરૂરી વસ્તુ છે તેમ માનસ્થંભ પણ જરૂરી વસ્તુ છે.
માનસ્થંભ ઉપર ચાર બાજુ શ્રી જિનપ્રતિમા બિરાજમાન હોય છે. દૂરથી જ માનસ્થંભને દેખતાં માનથી યુક્ત
એવા મિથ્યાદ્રષ્ટિ લોકોનું અભિમાન ગળી જાય છે તેથી તેને ‘માનસ્થંભ’ કહેવાય છે; ઈંદ્રદ્વારા તેની પૂજા થતી
હોવાથી તેને ‘ઈંદ્રધ્વજ’ પણ કહેવાય છે. માનસ્થંભ તે જૈનધર્મનો વૈભવ દેખાડનાર છે તેથી તેને ‘ધર્મવૈભવ’
પણ કહેવાય છે.
સોનગઢમાં જૈનધર્મના વૈભવરૂપ માનસ્થંભ તૈયાર કરવાના મંગલકાર્યને મુમુક્ષુ ભક્તજનોએ ઘણા
ઉલ્લાસપૂર્વક વધાવી લીધું છે. ગયા અંકમાં જાહેર કરેલ માનસ્થંભ–ફંડમાં નીચે મુજબ નવી રકમો આવી છે–
૮૯૧૨૨) ગયા અંકમાં જણાવ્યા મુજબ.૧૦૧) મગનલાલ ત્રિભુવનદાસ સોનગઢ
૧૦૦૧) શેઠ જગતપ્રસાદ જૈન. મુંબઈ૧૦૧) વિજયાબેન (હરજીવન નાગજી વોરાના ધર્મપત્ની)
૧૦૭૮) આફ્રિકા (મોસી) મંડળ તરફથી નીચે પ્રમાણે પ૧) ચંચળબેન ચત્રભુજ ચૂડા
પ૦૧) ભાઈ રાયશી ધરમશી (ચેલાવાળા) પ૧) શાહ પેથરાજ ધરમશી
પ૦૧) વીરચંદ જેઠાલાલ (ચેલાવાળા) પ૧) કંકુમા ગોસળીઆ
પ૧) ભાઈ રણમલ વીરજીની કંપની (ચેલાવાળા) પ૧) શાહ કેશવલાલ મહીજી (બોરસદવાળા)
૨પ) મણીબેન જેઠાલાલ (ચેલાવાળા) પ૧) ડી. ટી. શાહ મુંબઈ
૨પ૧) શેઠ છગનલાલ લધુભાઈ જામનગર પ૧) ભાઈ રામજી રૂપશી સોનગઢ
૨૦૧) શાહ વાડીલાલ જગજીવન કલોલ ૨પ) પ્રેમીબેન લાઠીવાળા
૧૦૧) શાહ ચુનીલાલ લક્ષ્મીચંદ વઢવાણ શહેર૨પ) કંચનબેન (પ્રેમીબેનના પુત્રી)
૧૦૧) શેઠ અમૃતલાલ હંસરાજ ઈંદોર૨પ) કામદાર જગજીવન ગોપાળજી
૧૪૪) આફ્રિકા–નાઈરોબી મંડળ તરફથી શિલિંગ
૨૧૬ નીચે મુજબ૨પ) ઘડિયાળી પ્રેમચંદ મોતીચંદ મોરબી.
૧પ૧) દલીચંદ ત્રીભોવન ખારા ૯૨૬૦૭।)
૪૦) શાન્તાબેન (બાણું હજાર, છસો સવાસાત)
૨પ) કસ્તુરબેન
૨૧૬ શિલિંગ તેના રૂા. ૧૪૪
(ગયા અંકમાં નાઈરોબી મુમુક્ષુ મંડળ (આફ્રિકા) તરફથી આવેલી રકમો જાહેર કરેલ તેમાં એક નામ
છાપવું બાકી રહી ગયેલ છે તે આ પ્રમાણે છે–શેઠ ભગવાનજી કચરાભાઈ તરફથી શિલિંગ ૭પ૧ આ રકમ
સરવાળામાં આવી ગઈ છે.)