PDF/HTML Page 21 of 21
single page version
કેમકે તેની વાત કદી સાંભળી નથી. કેટલાક બોલકા તો એવું
ભરડે કે તત્ત્વનો કાંઈ મેળ હોય નહિ! અંતરની વસ્તુને જાણ્યા
વિના બહારની વાતોના ધડાકા કરે. બાપુ! અનંતકાળમાં તને
સમ્યક્ વસ્તુસ્થિતિની ખબર પડી નથી, તેં અંતરની જિજ્ઞાસાથી
સત્ સાંભળ્યું પણ નથી. આ તો પૂર્વે અનંત કાળે નહિ પ્રાપ્ત
થયેલ એવી અપૂર્વ ચીજ છે. આ સમજ્યા વિના કોઈનું કલ્યાણ
થાય તેમ નથી.
થાય એવું સત્ય નથી. તું જુદો સ્વતંત્ર છો, તને કોઈ બીજો
સમજાવી શકે નહિ. તારી તૈયારી વિના બીજો કોઈ તને નિમિત્ત
પણ થઈ શકે નહિ. સામો જીવ પોતાની પાત્રતાથી સમજે તો
સમજવામાં બીજો નિમિત્ત કહેવાય, અને ન સમજે તો બીજો તેને
નિમિત્ત પણ ન કહેવાય. આ તો પોતે પોતાનું સ્વરૂપ સમજીને
પોતાનું કલ્યાણ કરી લેવાની વાત છે, જગત સમજે કે ન સમજે,
પણ જે સત્ય છે તે કાંઈ ફરે તેમ નથી. જગત ન સમજે તેથી
કાંઈ સત્ય ફરીને અસત્ ન થઈ જાય. બીજા ન સમજે તેથી કાંઈ
પોતાનું કલ્યાણ અટકી જતું નથી. દરેક જીવ સ્વતંત્ર છે, તેથી
બીજા જીવો ન સમજે ને વિરોધ કરે તોપણ જ્ઞાનીને પોતાની
સમજણમાં શંકા પડતી નથી.