આસો: ૨૪૭૮ : ૨૩૫ :
જે જ્ઞાન એમ માને કે ‘આત્મા સર્વથા ક્ષણિક જ છે અથવા સર્વથા નિત્ય જ છે’ –તો તે જ્ઞાનના
વિષયભૂત થાય એવી કોઈ વસ્તુ જગતમાં નથી, એટલે તે જ્ઞાન મિથ્યા છે, તે મિથ્યાજ્ઞાનમાં નય પણ હોય નહિ.
નય તો ક્યારે કહેવાય? કે વસ્તુનું પ્રમાણજ્ઞાન થયું હોય ત્યારે નય કહેવાય. પણ વસ્તુના ભાન વગર એકાંત
નિત્ય કે એકાંત ક્ષણિક માને તો નય કહેવાય નહિ, તે તો કુનય છે. મિથ્યાજ્ઞાનમાં નય ન હોય, મિથ્યાજ્ઞાનને
વિષય પણ ન હોય, પરંતુ મિથ્યાજ્ઞાનમાં નિમિત્ત તો હોય.
એકેક આત્મા અનંત ધર્મોથી પરિપૂર્ણ છે, આવડા મોટા આત્માને આખો જાણ્યા વિના શ્રદ્ધા–જ્ઞાનમાં
સાચું બળ આવે નહિ એટલે તે સમ્યક્ થાય નહિ. આત્માનો જેવડો મહિમા છે તેવડો જાણતાં શ્રદ્ધા–જ્ઞાન તેની
સન્મુખ થઈને સમ્યક્ થઈ જાય છે. જેમ એકેક આત્મામાં પોતાના અનંત ધર્મો છે તેમ એકેક પુદ્ગલપરમાણુમાં
પણ તેના અનંતધર્મો છે; જગતના દરેક દ્રવ્યમાં પોતપોતાના અનંતધર્મો છે, પણ અહીં તો આત્માની જ
પ્રધાનતા છે. બધાને જાણનારો તો આત્મા છે, આત્મા વગર ‘બીજાનું અસ્તિત્વ છે’ એમ જાણે કોણ? માટે
‘જાણનાર’ તરીકે આત્માનો મહિમા છે. આત્મા જ બધાને જાણે છે માટે સર્વ દ્રવ્યમાં આત્મા જ ઉત્તમ પદાર્થ છે.
–આવા આત્માને જાણવો તે મોક્ષનું કારણ છે.
–એવા આત્માને જાણવા માટે જિજ્ઞાસુ શિષ્યે પ્રશ્ન પૂછ્યો હતો, તેના ઉત્તરમાં ‘અનંતધર્મોવાળું
આત્મદ્રવ્ય છે’ એમ કહીને પછી આચાર્યદેવે ૪૭ ધર્મોથી તેનું વર્ણન કર્યું છે; તેમાં ૨૦ મા બોલમાં
‘સર્વગતનયથી સર્વવર્તી’ કહીને જ્ઞાનનું પરિપૂર્ણ જાણવાનું સામર્થ્ય બતાવ્યું અને ૨૧ મા બોલમાં
‘અસર્વગતનયથી આત્મવર્તી’ કહીને જ્ઞાન પરમાં જઈને જાણતું નથી પણ પોતામાં રહીને જ જાણે છે––એમ
બતાવ્યું.
અહીં ૨૧ મા અસર્વગતનયથી આત્માનું વર્ણન પૂરું થયું. ।। ૨।।
આ પરિશિષ્ટમાં ૪૭ નયોથી આત્માનું વર્ણન કર્યા પછી, ‘આત્મા કેવો છે’ તે વિષેનું કથન પૂરું કરતાં
આચાર્યદેવ એમ કહેશે કે: ‘આ રીતે સ્યાત્કારશ્રીના વસવાટને વશ વર્તતા નયસમૂહો વડે જુએ તોપણ, અને
પ્રમાણ વડે જુએ તોપણ, સ્પષ્ટ અનંત ધર્મોવાળા નિજ આત્મદ્રવ્યને અંદરમાં શુદ્ધચૈતન્યમાત્ર દેખે છે જ. ’ ––
એટલે કોઈ પણ નયથી આત્માનું વર્ણન કર્યું હોય પણ તેનું તાત્પર્ય તો અંદરમાં શુદ્ધચૈતન્યમાત્ર નિજ
આત્મદ્રવ્યને દેખવું તે જ છે––એ ખાસ ધ્યાન રાખવું.
જિનાગમના અભ્યાસનું ફળ
અને
તેના નિરંતર અભ્યાસનો ઉપદેશ
ભોઆત્મન્! આ જિનેન્દ્ર ભગવાનના વચન દિનરાત નિરંતર પઢવા યોગ્ય છે. જિનવચન સિવાય કોઈ
શરણ નથી, માટે તેને સર્વ પ્રકારે હિતરૂપ જાણી, તે જિનાગમની આરાધના કરીને મનુષ્ય–જન્મને સફળ કરો!
જિનાગમના અભ્યાસથી જે ગુણ પ્રગટ થાય છે તે સંક્ષેપથી કહે છે–
(૧) આત્મહિતનું પરિજ્ઞાન જિનાગમથી થાય છે. (અજ્ઞાનીજનો ઈન્દ્રિયજનિત સુખને જ હિતરૂપ જાણે
છે... અને સમ્યગ્જ્ઞાની જન તો તે ઈન્દ્રયવિષયોને તૃષ્ણા