: ૨૩૬ : આત્મધર્મ: ૧૦૮
વધારનારા, આકુળતા ઉપજાવનારા, પરાધીનતા સહિત અલ્પકાળ રહીને નાશ થઈ જનારા તથા ભયસહિત અને
દુર્ગતિમાં લઈ જનારા જાણીને છોડે છે. કદાચ ચારિત્રમોહના ઉદયને વશ તે ઈન્દ્રિયવિષયોને ભોગવે છે––એમ
જગતને ભલે દેખાય પણ અંતરંગમાં તો તે તેનાથી અત્યંત ઉદાસીન વર્તે છે. આ રીતે જિનાગમથી જ
આત્મહિતનું જ્ઞાન થાય છે.)
(૨) જિનાગમના અભ્યાસથી મિથ્યાત્વ, અવિરતિ, કષાય તથા યોગનો અભાવ થતાં ભાવસંવર થાય છે.
(૩) વળી જિનાગમના અભ્યાસથી ધર્મને વિષે તથા ધર્મના ફળને વિષે નિરંતર તીવ્ર અનુરાગ વધતાં
નવીન નવીન સંવેગ–વૈરાગ્ય થાય છે.
(૪) જિનાગમના અભ્યાસથી રત્નત્રયધર્મમાં અત્યંત નિષ્કંપતા થાય છે; કેમકે જિનાગમથી દર્શન–
જ્ઞાનચારિત્રને અચલ નિજરૂપ જાણશે તે જ ધર્મનાં નિષ્કપતાને ધારણ કરશે.
(પ) વળી જિનાગમથી તપોભાવના થાય છે; જિનાગમથી જે સ્વ–પરનો ભેદ જાણશે તે જ કષાયમળને
આત્માથી દૂર કરવા તપશ્ચરણ કરશે, તેથી જિનાગમથી જ તપની ભાવના થાય છે.
(૬) વળી જિનેન્દ્રના સ્યાદ્વાદરૂપ આગમ જેણે સારી રીતે જાણ્યા હોય તેને જ પ્રમાણનયથી ચાર
અનુયોગનું યથાતવ્ ઉપદેશકપણું બને છે, તેથી જિનાગમથી જ પરોપદેશકપણું થાય છે.
––આ રીતે જિનાગમના સેવનથી પ્રગટ થતા ગુણો કહ્યા.
૧. આત્મહિતનું જ્ઞાન ૨. ભાવસંવર
૩. નવીન સંવેગ ૪. રત્નત્રયધર્મમાં અત્યંત નિષ્કંપતા
પ. તપોભાવના ૬. યથાવત્ પરોપદેશકપણું
–આ છએ ગુણો જિનાગમના અભ્યાસથી પ્રગટે છે.
(૧) આત્મહિત જાણવાથી શું થાય છે તે કહે છે:–
આત્મજ્ઞાન વડે જ જીવ–અજીવ–આસ્રવ–બંધ–સંવર–નિજરા–મોક્ષરૂપ સર્વ પદાર્થોનું સત્યસ્વરૂપ જાણવામાં
આવે છે તથા આ લોક તથા પરલોક સંબંધી હિત–અહિત પણ તે જ્ઞાનથી જ જણાય છે.
આત્મહિતને નહિ જાણનારો મૂઢ જીવ મોહને પામે છે, મોહથી કર્મબંધ થાય છે, અને કર્મબંધથી જીવ
અનંત સંસાર–સમુદ્રમાં પરિભ્રમણ કરે છે.
આત્મહિતને જાણનારા જીવને હિતમાં પ્રવૃત્તિ તથા અહિતથી નિવૃત્તિ થાય છે. માટે આત્મહિત શીખવા
યોગ્ય છે.
(૨) જિનાગમના અભ્યાસથી સંવર થવાનું બતાવે છે:–
સ્વાધ્યાય કરનાર સાધુ પાંચ ઈન્દ્રિયોના સંવરરૂપ થાય છે એટલે સ્પર્શ–રસ–ગંધ–રૂપ–શબ્દ એ પાંચ
પ્રકારના ઈન્દ્રિય–વિષયોથી તે રોકાઈ જાય છે, મન–વચન–કાયાની ત્રણ ગુપ્તિરૂપ થાય છે, તથા મનની
એકાગ્રતારૂપ થાય છે અને વિનયથી સહિત હોય છે; માટે જિનાગમની સ્વાધ્યાયથી જ ઈન્દ્રિય દ્વારા–મન વચન
કાયા દ્વારા તથા કષાય દ્વારા આવતા કર્મો અટકી જાય છે ને તેથી મહાન સંવર થાય છે.
(૩) સ્વાધ્યાયથી નવીન નવીન સંવેગની ઉત્પત્તિ થવાનું કહે છે–
જેમ જેમ શ્રુતનું અવગાહન કરે છે–અભ્યાસ કરે છે–અર્થચિંતન કરે છે તેમ તેમ નવા નવા ધર્માનુરાગરૂપ
સંવેગની શ્રદ્ધા વડે જીવને આનંદની પ્રાપ્તિ થાય છે. કેવું છે શ્રુત! પૂર્વે અનંત કાળમાં જેનું શ્રવણ કર્યું નથી, અને
કદાચિત્ કોઈ પર્યાયમાં તેનું શ્રવણ કર્યું તોપણ યથાર્થ અર્થના શ્રદ્ધાન–અનુભવન–આસ્વાદનના અભાવને લીધે
તે નહિ શ્રવણ કરવા તુલ્ય જ થયું. વળી તે શ્રુતમાં અતિશયરૂપ રસનો ફેલાવ છે; કેમ કે જ્ઞાન આત્માનું નિજરૂપ
છે અને તેમાં સર્કલ પદાર્થ પ્રતિબિંબિત થાય છે. જેમ જેમ જીવ તેનો અનુભવ કરે તેમ તેમ અજ્ઞાનભાવના
નાશપૂર્વક અપૂર્વ આનંદ ઉલ્લસે છે. આવા શ્રુતનો જેમ જેમ અભ્યાસ કરે છે તેમ તેમ જીવને નવીન નવીન
ધર્માનુરાગ જાગે છે તથા સંસાર ભોગોથી ભયભીતતા વધે છે, તેથી નવા નવા સંવેગનું (વૈરાગ્યનું) કારણ પણ
આ જિનેન્દ્રના પરમાગમનું સેવન જ છે.