Atmadharma magazine - Ank 108
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 25

background image
આસો: ૨૪૭૮ : ૨૩૭ :
(૪) જિનેન્દ્રના આગમના અભ્યાસથી અને શ્રદ્ધાપૂર્વક અનુભવથી ધર્મમાં નિષ્કંપતાદ્રઢતા–અચલતા થાય
છે તે વાત કરે છે:
આગમનો જાણનાર જ પરમાગમના અભ્યાસથી રત્નત્રયની વૃદ્ધિ તથા હાનિને જાણે છે, અને રત્નત્રયની
હાનિ–વૃદ્ધિને જે જાણે તે જ હાનિના કારણોને છોડીને અને વૃદ્ધિના કારણોને અંગીકાર કરીને, વિશુદ્ધતાને પ્રાપ્ત
થયો થકો દર્શનમાં–જ્ઞાનમાં–તપમાં તથા સંયમમાં સ્થિત થઈને જીવનપર્યંત તેમાં નિશ્ચલ પ્રવર્તે છે.
(પ) જિનાગમથી તપોભાવના
પ્રવીણ પુરુષ એવા શ્રી ગણધરદેવથી અવલોકન કરવામાં આવેલા બાહ્ય–અભ્યંતર બાર પ્રકારના તપમાં
સ્વાધ્યાય સમાન તપ કદી થયું નથી, થશે નહિ અને છે નહિ.
જોકે અનશનાદિ પણ તપ છે અને સ્વાધ્યાય પણ તપ છે, તોપણ સ્વાધ્યાયના બળ વિના સર્વ તપ
નિર્જરાનું કારણ નથી; જ્ઞાનસહિત તપ જ પ્રશંસનીય છે. આત્માની ઉજ્જવળતા–પરમ વીતરાગતા સ્વાધ્યાયના
બળથી જ થાય છે, તથા આત્મા અને મોહ–રાગાદિ કર્મો––એ બનેનું ભિન્નપણું જ્ઞાનમાં જ અનુભવગોચર થાય
છે; અને જ્ઞાનમાં જુદા દેખે ત્યારે જ જુદાપણામાં પ્રવર્તે કે આ તો રાગાદિક કર્મજનિત ભાવો છે અને આ હું
જ્ઞાન–દર્શનમય શુદ્ધઆત્મા છું, તે રાગાદિક આ પ્રકારે દૂર થશે–એ પ્રમાણે સમજીને અનશનાદિ તપ કરે તેને જ
કર્મની નિર્જરા થાય છે. માટે સ્વાધ્યાય સમાન તપ કદી થયું નથી, થશે નહિ અને છે નહિ.
સમ્યગ્જ્ઞાનરહિત અજ્ઞાની જીવ જે કર્મોનો લાખો–કરોડો ભવસુધી તપશ્ચરણ કરીને ખપાવે છે તે કર્મોને
સમ્યગ્જ્ઞાની જીવ ત્રણ ગુપ્તિરૂપ થયો થકો અંતર્મુહૂર્તમાં ખપાવે છે.
મિથ્યાજ્ઞાની જે તપ કરે છે તે આ લોક–પરલોકના ભોગની ચાહનાપૂર્વક કરે છે તેથી નવીન કર્મનું બંધન
જ થાય છે; અને સમ્યગ્દ્રષ્ટિ ભોજન કરતો હોય તોપણ વાંછાના અભાવથી તે નિર્જરા જ કરે છે, રાગ–દ્વેષના
અભાવને લીધે તેને નવીન કર્મબંધ થતો નથી. આ શુદ્ધતા છે અને જે કર્મબંધ કરે છે તે અશુદ્ધતા છે.
સ્વાધ્યાય–ભાવના વડે, કર્મના આગમનના કારણરૂપ જે મન–વચન–કાયાનો વેપાર તેનો અભાવ થતાં
ત્રણ પ્રકારની ગુપ્તિ થાય છે; અને ગુપ્તિ થવાથી મરણ સુધી આરાધના નિર્વિઘ્ન રહે છે. માટે સ્વાધ્યાય જ
આરાધનાનું પ્રધાન કારણ છે. અહીં એટલું વિશેષ છે કે જે સ્વાધ્યાય ભાવનામાં રત હોય તે જ પર જીવોને
ઉપદેશ દેનાર હોય, બીજે કોઈ પરના ઉપકારમાં સમર્થ નથી.
(૬) પરને ઉપદેશદાતા થવામાં ક્યા ગુણો પ્રગટ થાય છે તે કહે છે–
બીજા ભવ્ય જનોને સત્યાર્થ ધર્મનો ઉપદેશ દેવાથી પોતાને તેમ જ અન્ય શ્રોતાજનોને સંસારથી
ભયભીતતા થાય છે, તથા પરમ ધર્મમાં પ્રવર્તતથી સંસારપરિભ્રમણનો અભાવ થાય છે; માટે પોતાનો તેમ જ
પરનો ઉદ્ધાર જિનવચનના ઉપદેશથી જ થાય છે. વળી, પોતાના આત્માને તથા અન્ય જીવોને જિનેન્દ્રના
આગમનો ઉપદેશ કરવાથી ભગવાન સર્વજ્ઞની આજ્ઞાનું પાલન થાય છે જિનેન્દ્રના ધર્મમાં જેને અત્યંત પ્રીતિ હોય
તે જ, નિર્વાંછક અને અભિમાનરહિત થઈને ધર્મોપદેશ કરે છે, તેથી તેમાં વાત્સલ્યગુણ પણ પ્રગટ થાય છે. વળી
જિનેન્દ્રના ધર્મનો ઉપદેશ આપીને ધર્મનો પ્રભાવ પ્રગટ કરવામાં જેને ઉત્સાહ હોય તથા આત્મગુણ વધારવાની
વાંછા હોય તેને ‘પ્રભાવના’ નામનો ગુણ હોય જ છે. વળી સ્યાદ્વાદરૂપ પરમાગમમાં જેને અત્યંત પ્રીતિ હોય
તેને જ ધર્મનું ઉપદેશકપણું હોય, એટલે તેમાં ભક્તિ ગુણ પણ પ્રગટ થાય છે. વળી પરમાગમના સત્યાર્થ
ઉપદેશવડે ધર્મતીર્થની અવિચ્છિન્નતા રહે છે, તેની પરંપરા તૂટતી નથી, સર્વે જનો ધર્મનું સ્વરૂપ જાણતા રહે છે
અને ઘણા કાળ સુધી ધર્મનો પ્રવાહ ચાલે છે; તેથી પોતાનો તેમ જ પરનો ઉદ્ધાર, ભગવાનની આજ્ઞાનું પાલન,
વાત્સલ્ય, પ્રભાવના, ભક્તિ તથા ધર્મતીર્થની અવિચ્છિન્નતા––એ ગુણો ધર્મોપદેશના દાતાપણાથી જાણીને
આગમની આજ્ઞા પ્રમાણે ધર્મોપદેશમાં પ્રવર્તન કરવું તે જ પરમ કલ્યાણ છે.
આ પ્રમાણે જિનવયનોના અભ્યાસથી થતા ગુણો કહ્યા; આ જાણીને જિનેન્દ્રભગવાનના વચન દિન–રાત
નિરંતર પઢવા યોગ્ય છે. જિનવચન સિવાય કોઈ શરણ નથી, માટે તેને સર્વપ્રકારે હિતરૂપ જાણી તેની આરાધના
કરીને મનુષ્ય જન્મને સફળ કરો.
(જુઓ: ભગવતી આરાધના, શિક્ષા અધિકાર ગાથા: ૧૦૧ થી ૧૧૩)