Atmadharma magazine - Ank 108
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 25

background image
: ૨૩૮ : આત્મધર્મ: ૧૦૮
ભવ્ય જીવોના કલ્યાણ – અર્થે
ઉપકારી શ્રી ગુરુઓએ
કેવો ઉપદેશ આપ્યો?
[‘સમસ્ત જનશસન સર!’]

ઉપકારી શ્રી ગુરુઓએ શુદ્ધનયના ગ્રહણનું ફળ મોક્ષ જાણીને એનો
ઉપદેશ પધાનતાથી દીધો છે... વીતરાગી સંતોનો પોકાર છે કે શુદ્ધ સ્વભાવના
આશ્રયથી જ મોક્ષ થાય છે, એ સિવાય બીજા કોઈ પણ ઉપાયથી મોક્ષ ત્રણકાળ
ત્રણલોકમાં થતો નથી.

ભૂતાર્થસ્વભાવના આશ્રયે જ કલ્યાણ થાય છે, માટે ભૂતાર્થસ્વભાવને દેખાડનારો શુદ્ધનય જ આશ્રય
કરવા યોગ્ય છે, આવો શ્રીગુરુઓનો ઉપદેશ છે; વ્યવહારનય આશ્રય કરવા જેવો નથી. એક અભેદ
આત્મવસ્તુમાં ગુણ–ગુણીના ભેદ પાડીને કથન કરવું તે વ્યવહાર છે. જ્ઞાન અને જ્ઞાનીના ભેદથી કહેનારો જે
વ્યવહાર તેનાથી પણ પરમાર્થ માત્ર જ કહેવામાં આવે છે; આ રીતે વ્યવહારનય પરમાર્થનો પ્રતિપાદક છે, પણ તે
વ્યવહાર પોતે અનુસરવા યોગ્ય નથી; પરમાર્થસ્વભાવ જ આશ્રય કરવા યોગ્ય છે.
વ્યવહાર તે પરમાર્થનો પ્રતિપાદક છે, –પણ કોને? કે જે જીવ વ્યવહાર ઉપરનું લક્ષ છોડીને પરમાર્થ
સ્વભાવને લક્ષમાં લઈ લ્યે તેને; જે જીવ પરમાર્થ સ્વભાવને લક્ષમાં લ્યે નહિ ને વ્યવહારનો જ આશ્રય કરીને
અટકી જાય તે તો વ્યવહારમૂઢ અજ્ઞાની છે, તેને સમજાવવા આચાર્યદેવ કહે છે કે હે ભાઈ! વ્યવહારનય પોતે તો
અભૂતાર્થ છે, તેથી તે આશ્રય કરવા જેવો નથી. વ્યવહારથી ભેદ પાડીને કથન કર્યું ત્યાં પણ અમારો આશય તો
પરમાર્થને જ બતાવવાનો હતો; માટે તું વ્યવહારનો આશ્રય છોડ ને અભેદરૂપ પરમાર્થ વસ્તુને લક્ષમાં લે.
અહો! આચાર્યદેવ કહે છે કે વ્યવહાર પણ પરમાર્થનો જ પ્રતિપાદક છે; ‘જ્ઞાન તે આત્મા’ એમ ભેદ
પાડીને કહેનારો વ્યવહાર પણ ‘પરમાર્થરૂપ આત્મા’ જ બતાવે છે; ‘જ્ઞાન તે આત્મા’ એમ કહેનારો વ્યવહાર
કાંઈ રાગને કે પરને નથી બતાવતો; માટે તું ભેદની સામે જોઈને ન અટકતાં અભેદવસ્તુને પકડી લેજે.
વ્યવહારથી ભેદ પાડીને કથન કર્યું તે વખતે કહેનારનો આશય અભેદનું પ્રતિપાદન કરવાનો છે અને સામો
સમજનાર પણ તે આશયને પકડીને પરમાર્થ સમજી જાય છે, તેથી ત્યાં ‘વ્યવહારે પણ પરમાર્થનું જ પ્રતિપાદન
કર્યું’ એમ કહેવાય છે. જુઓ, આમાંથી તો એવું તાત્પર્ય નીકળે છે કે–કથન ભલે નિશ્ચયથી હો કે વ્યવહારથી હો,
પણ પરમાર્થસ્વરૂપ સમજીને તેનો જ આશ્રય કરવા યોગ્ય છે, વ્યવહારનય આશ્રય કરવા યોગ્ય નથી; જે જીવ
વ્યવહારના આશ્રયે લાભ થવાનું માને તેને તો નિશ્ચય કે વ્યવહારનું કાંઈ ભાન નથી, તેને આચાર્યદેવ
‘અનાદિરૂઢ વ્યવહારમાં મૂઢ’ કહે છે.
કોઈ એમ પૂછે કે જો વ્યવહારનય પરમાર્થનો પ્રતિપાદક છે તો તે વ્યવહારનો આશ્રય શા માટે ન કરવો?
આચાર્યદેવ તેને ઉત્તર આપે છે કે અરે ભાઈ! ‘વ્યવહારનય પરમાર્થનો જ પ્રતિપાદક છે’ ––એમ કહીને અમે તો
તને પરમાર્થનું લક્ષ કરવાનું કહ્યું હતું, તેને બદલે જો તું વ્યવહારના આશ્રયે લાભ માનીને તેને જ વળગી રહે તો
તને કહીએ છીએ કે તે વ્યવહાર તો અભૂતાર્થ છે, તેના અશ્રયે લાભ નથી, માટે તેનો આશ્રય છોડ, ને
શુદ્ધનયવડે પરમાર્થસ્વભાવનું અવલંબન કર. જેઓ શુદ્ધનયનો આશ્રય કરે છે તેઓ જ સમ્યગ્દ્રષ્ટિ છે, જેઓ
શુદ્ધનયનો આશ્રય નથી કરતા ને વ્યવહારનો આશ્રય કરે છે તેઓ સમ્યગ્દ્રષ્ટિ નથી. ધર્મી જીવ શુદ્ધનયના
અવલંબનથી પોતાને સહજ એક જ્ઞાયકસ્વભાવપણે અનુભવે છે. આવા શુદ્ધનયનો આશ્રય જીવે પૂર્વે