આસો: ૨૪૭૮ : ૨૩૧:
‘આત્મા કોણ છે
ને કઈ રીતે પમાય?’
[૧]
શ્રી પ્રવચનસારના પરિશિષ્ટમાં ૪૭ નયોદ્વારા આત્મદ્રવ્યનું
વર્ણન કર્યું છે, તેના ઉપર પૂ. ગુરુદેવશ્રીનાં
વિશિષ્ટ અપૂર્વ પ્રવચનોનો સાર
(અંક ૧૦૬ થી ચાલુ)
• શ્રી પ્રવચનસારના પરિશિષ્ટમાં જિજ્ઞાસુ શિષ્ય પૂછે છે કે–પ્રભો! ‘આ આત્મા કોણ
છે અને કઈ રીતે પ્રાપ્ત કરાય છે? ’
• તેના ઉત્તરમાં શ્રી આચાર્યદેવ કહે છે કે ‘આત્મા અનંત ધર્મોવાળુ એક દ્રવ્ય છે,
અને અનંત નયાત્મક શ્રુતજ્ઞાન–પ્રમાણ પૂર્વક સ્વાનુભવ વડે તે જણાય છે.
• આવા આત્મદ્રવ્યનું ૪૭ નયોથી વર્ણન કર્યું છે, તેમાંથી ૧૯ નયો ઉપરના પ્રવચનો
અત્યાર સુધીમાં આવી ગયા છે, ત્યાર પછી આગળ અહીં આપવામાં આવે છે.
(૨૦) સર્વગતનયે આત્માનું વર્ણન
સાધક જીવ પોતાના શ્રુતજ્ઞાનને સ્વસન્મુખ કરીને અનંત ધર્મસ્વરૂપ આત્માને સ્વાનુભવથી જાણે છે;
સર્વગતનયથી જોતાં તે આત્મા, ખુલ્લી રાખેલી આંખની માફક, સર્વવર્તી છે. જેમ ખુલ્લી આંખ બધા પદાર્થોમાં
પહોંચી વળે છે તેમ આત્માનું જ્ઞાન સર્વ પદાર્થોમાં પહોંચી વળે છે તેથી આત્મા સર્વમાં વ્યાપક છે. ખરેખર
આત્મા પોતાનું સ્વક્ષેત્ર છોડીને કાંઈ પરદ્રવ્યમાં પેસી જતો નથી; પણ તેના જ્ઞાનસામર્થ્ય વડે તે સર્વે પદાર્થોને
જાણી લ્યે છે, તે અપેક્ષાએ તેને સર્વવ્યાપક કહ્યો છે–એમ સમજવું. આ પણ આત્માનો એક ધર્મ છે, ને તે જ
વખતે તેની સાથે બીજા અનંતધર્મો રહેલાં છે. બીજા ધર્મોનો સર્વથા નિષેધ કરીને એકાંત એક ધર્મને જ પકડી
બેસે, તો તે નય કહેવાય નહિ, તે તો મિથ્યાજ્ઞાન છે. મિથ્યાજ્ઞાનમાં નય હોય નહીં.
જેમ ખુલ્લી આંખ બધાને દેખે છે એટલે ‘આંખ બધે ઠેકાણે પહોંચી વળે છે’ એમ કહેવામાં આવે છે, તેમ
આત્મા લોકાલોકના સમસ્ત પદાર્થોને જાણે છે તે અપેક્ષાએ તેનામાં સર્વગતધર્મ છે. આત્માનું જ્ઞાન બધાને
જાણતાં જાણે કે બધામાં વ્યાપતું હોય! –એમ સર્વગતધર્મ કહીને જ્ઞાનસામર્થ્ય બતાવ્યું છે. આત્મા પોતે ફેલાઈને
કાંઈ સર્વ પદાર્થોમાં વ્યાપી જતો નથી પણ પૂરું જ્ઞાન ખીલતાં તે સર્વ પદાર્થોનેજાણી લે છે તે અપેક્ષાએ તેને
‘સર્વગત’ કહ્યો છે. પોતાના આત્મામાં આવો સર્વગત સ્વભાવ સદાય છે, તેન.ી પ્રતીત કરતાં જ્ઞાનનું પરિણમન
વિકાસરૂપે થઈને એવું ખીલે છે કે એક સમયમાં સર્વને જાણી લ્યે. કેવળજ્ઞાન થયા પહેલાંં પણ આત્મામાં
‘સર્વંગતધર્મ’ તો છે, પણ તેની પ્રતીત કરે તેને સર્વગત એવું કેવળજ્ઞાન પ્રગટે છે. આત્માનાં સર્વગતપણાની
પ્રતીત કરે અને સર્વજ્ઞતા ન પ્રગટે એમ બને નહીં.
પ્રશ્ન:– એક જીવ સર્વજ્ઞ થતાં તેના કેવળજ્ઞાનમાં લોકાલોકના બધા ભાવો જણાયા, અને જેમ તેના
જ્ઞાનમાં જણાયું છે તેમ જ થવાનું છે, તો પછી જીવોને પુરુષાર્થ કરવાનું ક્યાં રહ્યું? કેવળી ભગવાને જે જોયું છે
તેમાં કાંઈ ફેરફાર તો થવાનો નથી!
ઉત્તર:– કેવળી ભગવાનના જ્ઞાનમાં જેમ જણાયું તેમ જ થશે, તેમાં ફેરફાર થવાનો નથી–એ વાત સાચી,