Atmadharma magazine - Ank 108
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 25

background image
: ૨૩૪ : આત્મધર્મ: ૧૦૮
આત્મામાં એવું અચિંત્ય જ્ઞાનસામર્થ્ય છે કે પોતાના સ્વક્ષેત્રમાં જ રહીને સમસ્ત પદાર્થોને એક સમયમાં જાણી લે
છે; આખા જગતમાં તેની આણ વર્તે છે. ત્રણલોકના નાથ એવા ચૈતન્ય બાદશાહનો હુકમ જગતમાં સર્વત્ર ચાલે
છે, તે જ્ઞાનની આજ્ઞા બહાર જગતમાં કાંઈ પણ થતું નથી. જુઓ, અજ્ઞાનીઓ ઈશ્વરને જગતના કર્તા કહે છે
એવી આ વાત નથી, પણ જ્ઞાનસામર્થ્યમાં ત્રણકાળ ત્રણલોક જણાઈ ગયા છે અને તે જ પ્રમાણે જગતમાં બની
રહ્યું છે, સર્વજ્ઞજ્ઞાનમાં જે જણાયું તેમાં કદી કાંઈ ફેરફાર થતો નથી––આ અપેક્ષાએ જ્ઞાનની આણ આખા
જગતમાં વર્તે છે, ––એમ કહ્યું છે. જે જીવ સર્વગતસ્વભાવને જાણે તેને સર્વજ્ઞતા પ્રગટ્યા વગર રહે નહિ. સાધક
જીવ સ્વસન્મુખ થઈને પોતાની આવી ભક્તિની પ્રતીત કરે છે અને તેને અલ્પકાળમાં તે શક્તિ ઊઘડી જાય છે.
જે જીવ આવી શક્તિની પ્રતીત નથી કરતો તેની અહીં વાત નથી. અહીં તો જે જીવ સમજવા માટે તૈયાર થઈને
ઝંખનાથી પૂછે તેને આચાર્યદેવ સમજાવે છે; એટલે ઉપાદાન–નિમિત્તની સંધિ સહિતનું આ વર્ણન છે.
સર્વગતશક્તિ આત્મામાં ત્રિકાળ છે; આ સર્વગતશક્તિને જે સ્વીકારે તેને પોતાના જ્ઞાનની ખીલવટ માટે
ક્યાંય નિમિત્તો સામે જોવાનું રહેતું નથી કેમ કે નિમિત્તોમાંથી સર્વગતશક્તિ આવતી નથી, સર્વગતશક્તિ
પોતાની છે; એ જ પ્રમાણે પુણ્ય–પાપ કે અલ્પજ્ઞપર્યાયની સામે પણ જોવાનું રહેતું નથી કેમ કે તેના આધારે
સર્વગતશક્તિ પોતાની છે; એ જ પ્રમાણે પુણ્ય–પાપ કે અલ્પજ્ઞપર્યાયની સામે પણ જોવાનું રહેતું નથી કેમ કે તેના
આધારે સર્વંગતશક્તિ રહેલી નથી. સર્વગતશક્તિ તો દ્રવ્યના આધારે રહેલી છે એટલે સર્વગતશક્તિ કબૂલનારે
દ્રવ્યની સામે જોવાનું જ રહે છે. જેની દ્રષ્ટિમાં નિમિત્તોની કે પુણ્યની રુચિ છે તેને પોતાના સર્વગતસ્વભાવની
પ્રતીત થતી નથી; અને પોતાની સર્વગત શક્તિને જાણનારો જીવ પુણ્યની કે નિમિત્તોના આશ્રયની રુચિ કરતો
નથી. જુઓ, એક સર્વગતશક્તિ કબૂલવામાં કેટલી જવાબદારી આવે છે? સર્વગતધર્મની પ્રતીત કરનારને
નિમિત્તના, પુણ્યના કે પર્યાયના આશ્રયની દ્રષ્ટિ છૂટીને, અંતરમાં ચિદાનંદ અખંડ દ્રવ્ય સન્મુખ દ્રષ્ટિ હોવી
જોઈએ. અખંડ દ્રવ્યની દ્રષ્ટિ કર્યા વગર ધર્મમાં એક ડગલું પણ આગળ ચલાય તેમ નથી.
આ પરિશિષ્ટમાં અનેક ધર્મોથી આત્મદ્રવ્યનું વર્ણન કરીને આચાર્યદેવે સ્પષ્ટ વસ્તુસ્વરૂપ ઓળખાવ્યું છે.
જેને સુખી થવું હોય તેણે યથાર્થ વસ્તુસ્વરૂપ ઓળખવું જોઈએ. જેવો વસ્તુસ્વભાવ હોય તેવો જાણે તો જ સાચું
જ્ઞાન થાય, અને સાચું જ્ઞાન થાય તો જ તેના ફળરૂપ સાચું સુખ તથા શાંતિ છે. આત્માનું જેવું સ્વરૂપ છે તેવું
જ્ઞાનમાં જાણે તો તેનો મહિમા આવે અને જ્ઞાન આત્મા સન્મુખ થાય, એટલે આત્મા અને જ્ઞાનની એકતા થતાં
વચ્ચેનો રાગ તૂટી જાય તેનું નામ સમ્યગ્જ્ઞાન અને વીતરાગતા છે, તે જ સુખનો ઉપાય છે, તે જ મોક્ષમાર્ગ છે,
તે જ ધર્મ છે. આત્માનો અસલી સ્વભાવ જાણતાં, જ્ઞાન અને રાગની એકત્વબુદ્ધિ ટળે ને જ્ઞાન અને સ્વજ્ઞેયની
(આત્મસ્વભાવની) એકત્વબુદ્ધિ થાય એનું નામ ભેદવિજ્ઞાન અથવા સમ્યગ્જ્ઞાન છે.
આત્મદ્રવ્યમાં સર્વગતધર્મ છે, તે ધર્મદ્વારા ધર્મી એવા અખંડદ્રવ્યની પ્રતીત કરીને–તેમાં એકાગ્ર થતાં
સર્વગતપણું (–કેવળજ્ઞાન) પ્રગટે છે. જેણે પોતાની સર્વગતશક્તિની પ્રતીત કરી તે કોઈ પરથી, વિકારથી કે
અલ્પજ્ઞતાના આધારે પોતાનું કેવળજ્ઞાન થવાનું માને નહિ. સર્વગતશક્તિવાળો આત્મા છે તેમાંથી જ સર્વજ્ઞપણું
ઊઘડે છે, તેની પ્રતીત કરીને તેમાં એકાગ્ર થતાં સર્વગતજ્ઞાન પ્રગટી જાય છે. આ સર્વગતધર્મની મુખ્યતાથી
આત્માને જાણવો તે સર્વગતનય છે; અભવ્યને આવો સર્વગતનય કદી હોતો નથી. સર્વગતનયથી છે; અભવ્યને
આવો સર્વગતનય કદી હોતો નથી. સર્વગતનયથી સર્વગતધર્મવાળા આત્માને જે જાણે તેને સર્વગતપણું પ્રતીત
કરનારને અખંડ આત્મસ્વભાવનો આશ્રય થાય છે.
સમ્યક્રૂપ એકેક ધર્મથી આત્માની પ્રતીત કરવા જતાં પણ ધ્રુવસ્વભાવનો જ આશ્રય થઈ જાય છે; કેમ કે
તે ધર્મ કોઈ પરના, વિકારના કે પર્યાયના આશ્રયે નથી, પણ ધર્મી એવા અખંડ દ્રવ્યના આશ્રયે જ તેના દરેક
ધર્મ રહેલા છે; માટે તે દ્રવ્યના આશ્રયે જ તેના ધર્મની યથાર્થ પ્રતીત થાય છે, પણ કોઈ પરના, નિમિત્તના કે
ભેદના આશ્રયે તેની પ્રતીત થતી નથી. જો દ્રવ્યથી તેના ધર્મને જુદો પાડીને પ્રતીતમાં લેવા જાય તો ત્યાં ધર્મીનું
કે ધર્મનું એકેયનું સાચું જ્ઞાન થતું નથી.
જુઓ, આ વાત કરીને એમ બતાવે છે કે હે જીવ! તારી અનંતશક્તિઓ તારામાં એક સાથે ભરી છે તેને
તું સંભાળ! તું જ તારો સર્વશક્તિમાન પરમેશ્વર છો–એનો