: ૩૦ : આત્મધર્મ : ૧૧૦
કારણ–કાર્યભાવ
પ્રથમ જ સર્વ સિદ્ધાંતનું મૂળ એ છે કે વસ્તુના
કારણ–કાર્ય જાણવા; જેટલા સંસારથી પાર થયા છે તે
સર્વે પરમાત્માનાં કારણ–કાર્ય જાણી જાણીને થયા છે.
ત્રણે કાળે જે પરમાત્માને ધ્યાવવાથી મુક્ત થયા તેના
(–તે પરમાત્માના) કારણ–કાર્ય જો ન જાણ્યા તો તેણે
શું જાણ્યું? (કાંઈ જાણ્યું નથી.) માટે કારણ–કાર્ય
જાણવા જોઈએ.
તે કારણ–કાર્ય કઈ રીતે ઊપજે છે તે કહીએ
છીએ:–
*पुव्वपरिणामजुत्तं कारणभावेण वट्टदे दव्वं।
उत्तरपरिणामजुदं तं चिय कज्जं हवे णियामा।।
સિદ્ધાંતમાં એમ બતાવ્યું છે કે પૂર્વ પરિણમયુક્ત
જે દ્રવ્ય છે તે કારણભાવ (રૂપ) પરિણમેલું છે (અને)
ઉત્તર પરિણામયુક્ત જે દ્રવ્ય છે તે કાર્યભાવ (રૂપ)
પરિણામેલું છે. કેમ કે પૂર્વ પરિણામ ઉત્તર પરિણામનું
કારણ છે, પૂર્વ પરિણામનો વ્યય તે ઉત્તર (પરિણામ) ના
ઉત્પાદનું કારણ છે. જેમ–માટીના પિંડનો વ્યય ઘટ કાર્યનું
કારણ છે.
કોઈ પ્રશ્ન કરે કે– ઉત્તર પરિણામના ઉત્પાદમાં
શું કાર્ય થાય છે?
તેનું સમાધાન–સ્વરૂપલાભ લક્ષણવાળો ઉત્પાદ
છે, સ્વભાવ પ્રચ્યવન લક્ષણવાળો વ્યય છે;૧ તેથી
સ્વરૂપલાભમાં કાર્ય છે.–આ નિઃસંદેહ જાણો.–ઉત્પાદના
કાર્યરૂપ સ્વરૂપ–લાભ) પરમાત્મામાં સમયે સમયે થાય
છે. માટે હે સંતો! એવા કારણ–કાર્યને પરિણામ દ્વારા
જાણો કારણ અને કાર્ય પરિણામથી જ થાય છે.
વસ્તુના ઉપાદાનના બે ભેદ કહ્યા છે, તે કહીએ
છીએ:– અષ્ટસહસ્ત્રીમાં૨ કહ્યું છે કે–
* જુઓ, સ્વામીકાર્તિકેયાનુપ્રેક્ષા ગા. ૨૨૨ અને ૨૩૦.
૧. જુઓ, ગુજ. પ્રવચનસાર પૃ ૧૫૦.
૨. જુઓ, શ્લોક ૫૮ ની ટીકા, પૃ. ૨૧૦
त्यक्ताडत्यक्तात्मरूपं यत् पूर्वापूर्वेण वर्तते।
कालत्रयेडपि तद्द्रव्यमुपादानमिति स्मृतम्।।
यत्स्वरूपं त्यजत्येव यन्नात्यजति सर्वथा।
तन्नोपादानमर्थस्य क्षणिकं शाश्वतं यथा।।
અર્થ:–દ્રવ્યનો ત્યક્ત સ્વભાવ તો પરિણામ
(રૂપ)–વ્યતિરેક સ્વભાવ છે, અને અત્યક્ત સ્વભાવ
ગુણરૂપ–અન્વય–સ્વભાવ છે. તે ગુણ તો પૂર્વે હતા તે
જ રહે છે, પરિણામ અપૂર્વ–અપૂર્વ થાય છે. આ દ્રવ્યનું
ઉપાદાન છે તે પરિણામને તો તજે છે પણ ગુણને
સર્વથા તજતું નથી; તેથી
પરિણામ ક્ષણિક ઉપાદાન છે અને ગુણ શાશ્વત
ઉપાદાન છે. વસ્તુ ઉપાદાનથી સિદ્ધ છે.
અહીં કોઈ પ્રશ્ન કરે છે કે ઉત્પાદાદિ જીવાદિકથી
ભેદસ્વરૂપે સધાય છે કે અભેદરૂપ સધાય છે? જો
અભેદરૂપ સધાય છે તો ત્રિલક્ષણપણું ન હોય, જો
ભેદરૂપ સધાય છે તો સત્તાભેદ થતાં સત્તા ઘણી થઈ,
ત્યાં, વિપરીતતા થાય છે.
તેનું સમાધાન:–લક્ષણભેદ છે, સત્તાભેદ નથી,
તેથી સત્તા અપેક્ષાએ અભેદ અને સંજ્ઞાદિ (અપેક્ષાએ)
ભેદ જાણવો. વસ્તુની સિદ્ધિ ઉત્પાદ–વ્યય–ધુ્રવ ત્રણેથી
છે. અષ્ટસહસ્ત્રીમાં કહ્યું છે કે.–
पयोव्रतो न दध्यत्ति न पयोडत्ति दधिव्रतः।
अगोरसन्नतो नोभे तस्मात्तत्वं त्रयात्मकम्।। ६०।।
घट मौलि–सुवर्णार्थी नाशोत्पादस्थितिष्वयम्।
शोक–प्रमोद–माध्यस्थं जनो याति सहेतुकम्।। ६१।।
[દેવાગામ–આપ્તમીમાંસા]
જેમ કોઈ પુરુષે દૂધનું વ્રત લીધું છે કે હું દૂધ જ
પીશ. તે દહીનું ભોજન કરતો નથી, અને જેને દહીંનું
વ્રત છે તે દૂધનું ભોજન કરતો નથી, તથા જેને
ગોરસનો
(અનુસંધાન પૃષ્ઠ ૩૨ ઉપર)