: ૩૨ : આત્મધર્મ : ૧૧૦
હવે પર્યાયના કારણ–કાર્ય કહીએ છીએ:–
પર્યાયનાં કારણ–કાર્ય
(૧) દ્રવ્ય (તથા) ગુણ તે પર્યાયનું કારણ છે અને પર્યાય કાર્ય છે; કેમ કે દ્રવ્ય વિના પર્યાય હોય નહિ,–
જેમ સમુદ્ર વિના તરંગ હોતાં નથી તેમ. આ પ્રમાણે પર્યાયનો આધાર દ્રવ્ય છે, દ્રવ્યમાંથી જ પરિણતિ ઊઠે છે.
(આલાપપદ્ધતિમાં) કહ્યું છે કે:–
अनादिनिधने द्रव्ये स्वपर्यायाः प्रतिक्षणं।
उन्मज्जंति निमज्जंति जलकल्लोलवज्जले।। પૃષ્ઠ.૨૬.
અર્થ:–(જળમાં જળના કલ્લોલોની સમાન અનાદિનિધન દ્રવ્યમાં દ્રવ્યના નિજ પર્યાયો પ્રત્યેક સમયમાં
ઉત્પન્ન થાય છે તથા નષ્ટ થાય છે.) આ પ્રમાણે પર્યાયનું કારણ દ્રવ્ય છે.
(૨) હવે ગુણ તે પર્યાયનું કારણ છે એ કહીએ છીએ:–ગુણોનો સમુદાય દ્રવ્ય છે; ગુણ વિના દ્રવ્ય ન
હોય, અને દ્રવ્ય વિના પર્યાય ન હોય.–એ રીતે ગુણ તે પર્યાયનું કારણ છે. –એક તો આ વિશેષણ (–પ્રકાર) છે,
અને બીજું ગુણ વિના ગુણપરિણતિ ન હોય માટે ગુણ, પર્યાયનું કારણ છે. ગુણ પર્યાય (રૂપે) પરિણમે છે ત્યારે
ગુણપરિણતિ (એવું) નામ પામે છે, માટે ગુણ કારણ છે અને પર્યાય કાર્ય છે.
(૩) પર્યાયનું કારણ પર્યાય જ છે, ગુણ વિના જ (અર્થાત્ ગુણની અપેક્ષા વગર જ) પર્યાયની સત્તા
પર્યાયનું કારણ છે; પર્યાયનું સૂક્ષ્મત્વ પર્યાયનું કારણ છે, પર્યાયનું વીર્ય પર્યાયનું કારણ છે, પર્યાયનું પ્રદેશત્વ
પર્યાયનું કારણ છે. અથવા,
(૪) ઉત્પાદ–વ્યય કારણ છે (ને પર્યાય કાર્ય છે). કેમ કે ઉત્પાદ–વ્યયવડે પર્યાય જાણવામાં આવે છે માટે
તે પર્યાયનું કારણ છે અને પર્યાય (તેનું) કાર્ય છે.
એ પ્રમાણે કાર્ય–કારણના ભેદ છે. વસ્તુનો સર્વરસ સર્વ સ્વકારણ કાર્ય જ છે. કારણ કાર્ય જાણ્યા તેણે સર્વ
જાણ્યું. આ પરમાત્માને અનંત ગુણો છે, અનંત શક્તિ છે, અનંત ગુણોના અનંતાનંત પર્યાયો છે, અનંત ચેતના–
ચિહ્નમાં અનંત, અનંતાનત સપ્તમભંગ સધાય છે. આ વગેરે પ્રકારે વસ્તુનો અનંત મહિમા છે. તે (મહિમાને)
કોઈ ક્યાં સુધી કહે? માટે જેઓ સંત છે તેઓ સ્વરૂપના અનુભવ (રૂપી) અમૃતરસ પીને અમર થાઓ.
(ચિદ્દવિલાસ પૃ. ૯૨–૯૫)
(અનુસંધાન પૃષ્ઠ ૩૦થી ચાલુ)
નિયમ છે કે હું ગોરસ નહિ લઉં, તે ગોરસને ગ્રહણ
કરતો નથી. માટે તત્ત્વ છે તે ત્રણે થઈને છે. દૂધ છે તે
ગોરસનો પર્યાય છે અને દહીં પણ (ગોરસનો) પર્યાય
છે. એક પર્યાયમાત્રને ગ્રહણ કરવાથી ગોરસની સિદ્ધિ
થતી નથી, ગોરસ સર્વ (આખું) (તેમાં) આવી જતું
નથી. તેમ એક ઉત્પાદમાં અથવા વ્યયમાં અથવા
ધુ્રવમાં વસ્તુની સિદ્ધિ થતી નથી, (પણ) વસ્તુ ત્રણે
વડે સિદ્ધ છે. જેમ કોઈ પંચરંગી ચિત્ર છે, (તેમાંથી)
એક જ રંગને ગ્રહવાથી ચિત્રનું ગ્રહણ થતું નથી; તેમ
ઉત્પાદ–વ્યય–ધુ્રવ એ ત્રણેમય વસ્તુ છે, (ઉત્પાદાદિ
કોઈ) એક જ વડે તેનું ગ્રહણ થતું નથી.
જો વસ્તુને ધુ્રવ જ માનો તો બે દોષ લાગે–* એક
તો ધુ્રવનો જ નાશ થાય; ઉત્પાદ–વ્યય વગર (વસ્તુ)
અર્થક્રિયાકારક ન હોય અને અર્થક્રિયા વગર વસ્તુની સિદ્ધિ
ન થાય– (વસ્તુમાં) ષટ્ગુણી વૃદ્ધિ–હાનિ ન થાય; એમ
થતાં (વસ્તુ) અગુરુલઘુ ન રહે ને વસ્તુ હલકી–ભારે
થઈને જડ થઈ જાય, તેથી ચિદ્ધુ્રવતા ન રહે. બીજા એ
દોષ–ક્ષણવર્તી પર્યાય પણ નિત્ય થઈ જાય, એમ થતાં
અધુ્રવ પણ ધુ્રવ થઈ જાય.
વળી કેવળ ઉત્પાદ જ માનીએ તો બે દોષ
લાગે–એક તો ઉત્પાદન કારણ–વ્યયનો અભાવ થાય,
વ્યયનો અભાવ થતાં ઉત્પાદનો અભાવ થાય. બીજો
દોષ એ–જો અસત્નો ઉત્પાદ થાય તો આકાશના
ફૂલની પણ ઉત્પત્તિ દેખાય પણ એ કલ્પના જૂઠી છે.
કેવળ વ્યય જ માનવામાં આવે તો બે દોષ
લાગે–એક તો વિનાશનું (વ્યયનું) કારણ જે ઉત્પાદ
તેનો અભાવ થાય, એમ થતાં વિનાશ પણ હોય નહિ;
કારણ વગર કાર્ય હોય નહિ; બીજો એ દોષ–સત્નો
ઉચ્છેદ થઈ જાય; અને સત્નો ઉચ્છેદ થતાં જ્ઞાનાદિ
ચેતનાનો નાશ થઈ જાય.
માટે (ઉત્પાદ–વ્યય–ધુ્રવ એ) ત્રિલક્ષણરૂપ
વસ્તુ છે. ૧
(–ચિદ્દવિલાસ પૃ: ૩૫ થી ૩૮)
* જુઓ, પ્રવચનસાર ગા.૧૦૦ ટીકા ૧. જુઓ, પ્રવચનસાર ગા. ૧૦૦ ટીકા.