Atmadharma magazine - Ank 110
(Year 10 - Vir Nirvana Samvat 2479, A.D. 1953).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 21

background image
માગશર : ૨૪૭૯ : ૩૩ :
“શુદ્ધઆત્માનો અનુભવ કેમ થાય? ”
શુદ્ધાત્માની અનુભૂતિ માટે તલસતો શિષ્ય પ્રશ્ન પૂછે છે
–અને–
શ્રીગુરુ તેને શુદ્ધાત્માના અનુભવની રીત સમજાવે છે

શુદ્ધનયથી આત્માનું સ્વરૂપ કેવું છે તે આચાર્યદેવ ઓળખાવે છે–
અબદ્ધસ્પૃષ્ટ, અનન્ય ને જે નિયત દેખે આત્મને,
અવિશેષ, અણસંયુક્ત, તેને શુદ્ધનય તું જાણજે.૧૪.
આ ગાથા શુદ્ધનયથી આત્માનું સ્વરૂપ બતાવનારી છે. શુદ્ધનયથી આવા આત્માને દેખવો તે સમ્યગ્દર્શન
છે. ‘जो परसदि अप्पाणं...’ અર્થાત્ જે આવા આત્માને દેખે છે તેને હે શિષ્ય! તું શુદ્ધનય જાણ’–એમ કહ્યું
એટલે એવા શુદ્ધાત્માને દેખવાની–અનુભવવાની તાલાવેલી જેના અંતરમાં જાગી છે એવા શિષ્યને માટે આ
શુદ્ધનયનો ઉપદેશ છે. વળી ‘...
तं सुद्धणयं वियाणीहि’ એમ કહીને શ્રી આચાર્યદેવ શિષ્યને શુદ્ધનય જાણવાનું
કહે છે, તો સામે સાંભળનાર શિષ્યમાં પણ શુદ્ધનયને જાણવાની પાત્રતા છે–એમ તે સૂચવે છે. આચાર્યદેવ કહે છે
કે હે શિષ્ય! તું આવા શુદ્ધનયને જાણ!–તો સામે તેવું જાણનાર શિષ્ય ન હોય એમ બને નહિ.
‘શુદ્ધનય’ એટલે શું?
બંધરહિત ને પરના સ્પર્શરહિત, અન્યપણારહિત, ચળાચળતારહિતવિશેષરહિતઅન્યના સંયોગરહિત–
એવા પાંચ ભાવરૂપ શુદ્ધ આત્માને જે જ્ઞાન દેખે છે તેને શુદ્ધનય જાણવો.
જુઓ, અહીં આચાર્યદેવ શુદ્ધઆત્માને જાણવાનું કહે છે : હે શિષ્ય! શુદ્ધનય વડે તું તારા શુદ્ધઆત્માને
જાણ. શુદ્ધ આત્મા સિવાય બીજું અનાદિથી તેં જાણ્યું છે પણ શુદ્ધ આત્માનું સ્વરૂપ પૂર્વે કદી પણ જાણ્યું નથી તેથી
જ આ સંસારભ્રમણ મટયું નથી. ‘હું ક્રોધી, હું મનુષ્ય, હું પરના સંબંધવાળો’ –એમ અનાદિથી જીવ માની રહ્યો
છે, પણ ક્રોધ વિનાનો, દેહ વિનાનો ને પરના સંબંધ વિનાનો શુદ્ધજ્ઞાયક–મૂર્તિ આત્મા હું છું’–એમ શુદ્ધનયથી કદી
જાણ્યું નથી. માટે આચાર્યદેવ તે જાણવાનો ઉપદેશ આપે છે. આવો શુદ્ધનયનો ઉપદેશ સાંભળવા જે શિષ્ય
જિજ્ઞાસાથી ઊભો છે તે પણ એ જ જાણવા માંગે છે કે પ્રભો! અનાદિકાળથી હું મારા આત્માને અશુદ્ધ અને
સંયોગવાળો જ માનીને અત્યાર સુધી સંસારમાં રખડ્યો, પણ શુદ્ધનયથી મેં મારા આત્માને કદી ઓળખ્યો નહિ;
હવે મારે શુદ્ધનય અનુસાર મારા આત્માનું સ્વરૂપ જાણવા યોગ્ય છે,–કે જે જાણવાથી સમ્યગ્દર્શન થઈને મારી
મુક્તિ થાય. આ પ્રમાણે પોતાના શુદ્ધઆત્માને જાણવાની જ શિષ્યને પ્રધાનતા છે, બીજી અપ્રયોજનભૂત બાબત
જાણવાની પ્રધાનતા નથી. જ્ઞાનના ઉઘાડથી બીજી અપ્રયોજનભૂત વાતો જણાય તો તેનું અભિમાન નથી અને ન
જણાય તો તેનો ખેદ નથી, શુદ્ધ આત્માને જાણવાની જ ધગશ અને ઉત્સાહ છે.
આત્મજ્ઞાની સંતને શોધીને જિજ્ઞાસુ શિષ્ય પૂછે છે : પ્રભો! શુદ્ધ આત્માની અનુભૂતિ કેમ થાય? શ્રીગુરુ
તેને ઉત્તર આપે છે કે આત્માના ભૂતાર્થસ્વભાવની સમીપ થઈને અનુભવ કરતાં શુદ્ધ આત્માનો અનુભવ થાય
છે. જુઓ, જે શિષ્ય જિજ્ઞાસુ થઈને પૂછે છે તેને શ્રીગુરુ કહે છે કે તું આવા આત્માને જાણ! પણ જેને જિજ્ઞાસા
નથી તેને પરાણે સંભળાવવા નથી જતા. તત્ત્વાર્થસૂત્રમાં
सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः’ એવું પ્રથમ
સૂત્ર છે; તેની ટીકામાં પ્રશ્ન કર્યો છે કે આ સૂત્ર કોના માટે પ્રવર્ત્યું છે? તેના ઉત્તરમાં કહે છે કે જે શિષ્યની
અલ્પકાળમાં મુક્તિ થવાની છે અને વર્તમાનમાં જે મોક્ષમાર્ગના શ્રવણની ઝંખનાવાળો છે–એવા શિષ્યને માટે
આ સૂત્ર પ્રવર્તમાન થયું છે. તેમ અહીં પ્રશ્નકાર શિષ્યને અલ્પકાળમાં ભવભ્રમણથી છૂટકારો