અનુભવ કેમ થાય તે સાંભળવાની અને સમજવાની ઝંખનાવાળો છે,–એવા શિષ્યને શ્રી આચાર્યદેવ કહે છે કે હે
શિષ્ય! જે નય આત્માને અબદ્ધસ્પૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત જાણે છે તેને તું શુદ્ધનય જાણ.
આ રીતે આવી ઝંખનાવાળા પાત્ર શિષ્યને માટે જ આ સૂત્ર નિમિત્ત છે, એટલે ઉપાદાન–નિમિત્તની સંધિ છે.
જેને મોક્ષમાર્ગ સમજવાની જિજ્ઞાસા નથી, ને સાંભળવામાં ઉત્સાહ નથી એવા ઠૂંઠ જેવા જીવને જ્ઞાની
મોક્ષમાર્ગનો ઉપદેશ સંભળાવતા નથી. જેને આત્માની દરકાર નથી ને ભવભ્રમણનો ભય નથી–એવા જીવોની
અહીં વાત નથી. ભલે ગૃહસ્થાશ્રમમાં હોય, પણ જેનો આત્મા અંતરથી ઝંખના કરતો પૂછે છે કે શુદ્ધઆત્મા કેવો
છે?–તેની અનુભૂતિ કઈ રીતે થાય?–આમ શુદ્ધઆત્માના અનુભવની રીત જાણીને તેવો અનુભવ કરવા માટે જે
પાત્ર થયો છે એવા શિષ્યને શ્રી આચાર્યદેવ સમજાવે છે. ગુરુ કેવા હોય અને શિષ્યની પાત્રતા કેવી હોય–તે બધી
વાત આમાં આવી જાય છે. પાત્ર શિષ્ય પોતે શ્રીગુરુ પાસે જઈને વિનયપૂર્વક પૂછે છે.
છે. પાત્ર શિષ્ય હોય તે પોતે ગુરુની શોધમાં જાય છે. આત્માના અનુભવ માટે તલસતો શિષ્ય ઘરબાર અને
વેપાર–ધંધાની પ્રવૃત્તિ છોડીને મુનિમહાત્માની શોધમાં ચાલી નીકળે છે. ‘વર્તે અંતર શોધ’ અંતરમાં આત્માની
શોધમાં વર્તતો શિષ્ય નિમિત્ત તરીકે સંતને શોધે છે. હું ઘરે ક્યારે પાછો આવીશ અને વેપાર–ધંધો કે આહાર–
પાણી ક્યારે કરીશ–એવી સંસારની ચિંતાનો બોજો છોડીને, જંગલમાં મુનિને શોધીને તેમની પાસેથી આત્મા
સમજવાનો કામી છે, એવો શિષ્ય જ્ઞાની સંત મળતાં તેમને ધગશથી પૂછે છે કે હે નાથ! શુદ્ધાત્માની અનુભૂતિ
કેવી રીતે થાય? એવા પાત્ર શિષ્યને શ્રીગુરુ સમજાવે છે કે હે ભાઈ! આત્માના ભૂતાર્થસ્વભાવની સમીપ જઈને
અનુભવ કરતાં શુદ્ધઆત્માની અનુભૂતિ થાય છે. કર્મનો સંબંધ અને અશુદ્ધતા તો અભૂતાર્થ છે, આત્માના
ભૂતાર્થસ્વભાવમાં તે નથી, તેથી ભૂતાર્થસ્વભાવની દ્રષ્ટિથી એટલે કે શુદ્ધનયથી કર્મના સંબંધ રહિત અને
અશુદ્ધતા રહિત એવા આત્માની અનુભૂતિ થાય છે. આવું સમજનાર શિષ્ય કેવો છે?–કે મારે વેપાર–ધંધો ખોટી
થાય છે માટે હું ઝટ ઘેર જાઉં–એવું તેના મનમાં નથી, તેનાથી તો તે ઉદાસીન છે અને આત્મા સમજવા માટે તેનું
અંતર તલસે છે; આવા સુપાત્ર શિષ્યને આચાર્યદેવ આ સૂત્ર દ્વારા શુદ્ધ આત્મા સમજાવ્યો છે.
જઈને વિનયથી પૂછે છે. શ્રીગુરુએ આત્માનું સ્વરૂપ જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે ઝીલીને જ્ઞાનમાં ધારી રાખ્યું છે ને
પછી તેનો અનુભવ કરવા માટે ઝંખનાથી પૂછે છે કે પ્રભો! આપે જેવો કહ્યો તેવા આત્માની અનુભૂતિ કેમ
થાય? તે પોતાના મનમાં એમ સંદેહ નથી કરતો કે ‘અરે રે! મને આવા શુદ્ધાત્માનો અનુભવ નહિ થઈ શકે.’
પણ ‘હું આવા આત્માનો અનુભવ કરું, આ જ મારે કરવા યોગ્ય છે’–એમ ઉલ્લાસિત અને ઉદ્યમી થઈને તેની
રીત પૂછે છે. અનુભવ નહિ થઈ શકે–એમ નથી માનતો, પણ અનુભવ કરવા માટે પૂછે છે કે પ્રભો! આપે જેવો
કહ્યો તેવા શુદ્ધઆત્માની અનુભૂતિ કઈ રીતે થાય તે જણાવો! પર્યાયમાં શુદ્ધઆત્માના આનંદનું વેદન કેમ થાય
તે માટે શિષ્ય અંતરથી પોકાર કરી રહ્યો છે. તેને શ્રી આચાર્યદેવ કહે છે કે હે ભવ્ય! પર્યાયમાં જે આ બંધન અને
અશુદ્ધતારૂપ ભાવો દેખાય છે તે અભૂતાર્થ છે તેથી, આત્માના ભૂતાર્થસ્વભાવની દ્રષ્ટિથી અનુભવ કરતાં તે
બંધન અને અશુદ્ધ ભાવોથી રહિત એવા શુદ્ધઆત્માની અનુભૂતિ થાય છે. કર્મનો સંબંધ અને વિકારી ભાવો
આત્માની ક્ષણિક પર્યાયમાં છે ખરા, પણ તે આત્માનું ત્રિકાળી સ્વરૂપ નથી, તેથી ત્રિકાળી સ્વરૂપની દ્રષ્ટિથી
અનુભવ કરતાં અબંધસ્વભાવી એકરૂપ શુદ્ધઆત્માનો અનુભવ થાય છે.–આવો અનુભવ કરવો તે અપૂર્વ ધર્મ
અને મોક્ષમાર્ગ છે.