જ્ઞાતાદ્રષ્ટાસ્વભાવની સન્મુખતાના પુરુષાર્થ સહિત જ્ઞાનીનો સમ્યક્નિયતવાદ છે. અને પ્રવચનસારમાં જે
નિયતનયની વાત છે તે બધા જીવોનો ત્રિકાળ એકરૂપ શુદ્ધ ચિદાનંદસ્વભાવ છે તેની વાત છે. આત્મા પોતાના
અસલી ચૈતન્યસ્વભાવને કદી ન છોડે એવો તેનો નિયતસ્વભાવ છે. જે જીવ આવા નિયતસ્વભાવને જાણે તેને
વિકાર ઉપર બુદ્ધિ ન રહે, કેમકે વિકાર તે આત્માનો ત્રિકાળી સ્વભાવ નથી તેથી આ નિયતમાં તેનો સ્વીકાર
નથી. આ ત્રીજા બોલની અપેક્ષાએ વિકાર તે આત્માનો ‘અનિયતભાવ’ છે, અને બીજા બોલની અપેક્ષાએ તો
વિકારભાવ પણ ‘નિયત’ છે કેમકે તે સમયે તે જ પર્યાયનો ક્રમ નિયત છે.
ક્યારેક નથી હોતો, તેમ જ તે સદા એકસરખો પણ નથી રહેતો–માટે તેને અનિયત કહ્યો છે, પણ પર્યાયના
ક્રમની અપેક્ષાએ તો તે પણ નિયત જ છે. વસ્તુસ્વભાવ ત્રણેકાળ વ્યવસ્થિત પરિણમી રહ્યો છે, તેની ત્રણેકાળની
પર્યાયોમાં એટલી નિયમિતતા છે કે તેના ક્રમનો ભંગ કરવા અનંતા તીર્થંકરો પણ સમર્થ નથી. પર્યાયોનું આવું
વ્યવસ્થિતપણું નક્કી કરનાર જીવ પોતે ત્રિકાળી દ્રવ્યની સામે જોઈને તે નક્કી કરે છે એટલે તે પોતે સ્વભાવ
તરફ ઢળેલો ને મોક્ષપંથે પડેલો સાધક થઈ ગયો છે; ક્રમરૂપ પર્યાયો એક સાથે હોતી નથી એટલે તે ક્રમની પ્રતીત
કરનારની દ્રષ્ટિ અક્રમરૂપ દ્રવ્યસ્વભાવ ઉપર હોય છે, ને તેમાં જ મોક્ષમાર્ગનો પુરુષાર્થ આવી જાય છે.
ગયું નથી ને કેવળજ્ઞાન થતાં મારા સ્વભાવમાં કાંઈ વધી જતું નથી; પર્યાયમાં વિકાર હો કે નિર્વિકારપણું હો,
પણ મારા નિયતસ્વભાવે તો હું સદા એકરૂપ છું. આમ દ્રવ્યઅપેક્ષાએ અનિયતધર્મ પણ રહેલો છે તેને પણ ધર્મી
જાણે છે, તેનું વર્ણન હવેના બોલમાં કરશે.
ચૈતન્યસ્વરૂપે જ રહે છે. જેમ અગ્નિ કદી પોતાની ઉષ્ણતાથી છૂટો ન પડે એવો તેના સ્વભાવનો નિયમ છે તેમ
આત્માના સ્વભાવનો એવો નિયમ છે કે પોતાના શુદ્ધ ચૈતન્યપણાથી તે કદી છૂટો પડે નહિ.
પુરુષાર્થ સહિત સમ્યગ્દ્રષ્ટિના સમ્યક્ નિયતવાદનું વર્ણન છે. જે પદાર્થની જે સમયે જે પ્રમાણે જે અવસ્થા થવાનું
સર્વજ્ઞદેવના જ્ઞાનમાં પ્રતિભાસ્યું છે તે પદાર્થની તે સમયે તે પ્રમાણે તે જ અવસ્થા નિયમથી થાય છે, કોઈ ઈન્દ્ર
નરેન્દ્ર કે જિનેન્દ્ર પણ તેમાં ફેરફાર કરી શકતા નથી–આવું વસ્તુસ્વરૂપ સમજનાર સમ્યગ્દ્રષ્ટિને ભેગી એવી પણ
પ્રતીત છે કે હું જ્ઞાતા છું. એટલે પરથી ઉદાસીન થઈને તેનો જ્ઞાતા રહ્યો, ને પોતાની પર્યાયનો આધાર દ્રવ્ય છે તે
દ્રવ્ય તરફ વળ્યો, દ્રવ્યદ્રષ્ટિથી તેને ક્રમે ક્રમે પર્યાયની શુદ્ધતા થવા માંડે છે. –આવો આ સમ્યક્ નિયતવાદ છે.
ત્યાં ત્યાં તે તે આચરે આત્માર્થી જન એહ.