Atmadharma magazine - Ank 112
(Year 10 - Vir Nirvana Samvat 2479, A.D. 1953).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 21

background image
: ૭૨ : આત્મધર્મ–૧૧૨ : મહા : ૨૦૦૯ :
છે? ‘ક્રમબદ્ધ જેમ થવાનું નિયત છે તેમ જ થાય છે’ –એમ જાણવાનું બીડું ઝીલ્યું કોણે? જે જ્ઞાને તે બીડું ઝીલ્યું
તે પોતાના જ્ઞાનસામર્થ્યની પ્રતીત વગર તે બીડું ઝીલી શકે નહિ; ક્રમબદ્ધ જેમ થવાનું નિયત છે તેમ જ થાય છે–
એવું બીડું ઝાલનાર જ્ઞાનમાં જ્ઞાનસ્વભાવની સન્મુખતાનો પુરુષાર્થ વગેરે બધા સમવાયો આવી જાય છે.
(૧) અહીં કહેલો નિયતધર્મ બધા જીવોમાં છે.
(૨) દ્વાદશઅનુપ્રેક્ષામાં કહેલો સમ્યક્ નિયતવાદ સમ્યગ્દ્રષ્ટિને જ હોય છે.
(૩) ગોમટ્ટસારમાં કહેલો મિથ્યાનિયતવાદ ગૃહીતમિથ્યાદ્રષ્ટિને જ હોય છે.
–માટે નિયતનો જ્યાં જે પ્રકાર હોય તે સમજવો જોઈએ; માત્ર ‘નિયત’ શબ્દ સાંભળીને ભડકવું ન
જોઈએ.
‘નિયત સ્વભાવ’ તે પણ આત્માનો એક ધર્મ છે, અને તે ધર્મથી આત્માને જાણતાં તેના બીજા અનંતા
ધર્મોનો સ્વીકાર પણ ભેગો આવી જ જાય છે. આત્મામાં અનંત ધર્મો એક સાથે છે, તેમાં એક ધર્મની યથાર્થ
પ્રતીત કરવા જતાં બીજા બધા ધર્મોની પ્રતીત પણ ભેગી આવી જ જાય છે ને પ્રમાણજ્ઞાન થઈને અનંત ધર્મના
પિંડરૂપ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માનો અનુભવ થાય છે.
પાંચ સમવાયકારણોમાં જે ભવિતવ્ય અથવા નિયતિ આવે છે તે સમ્યક્ નિયતવાદ છે, તેની સાથે બીજા
ચારે સમવાય પણ આવી જાય છે. જે ન બનવાનું હોય તે બની જાય–એમ કદી થાય નહિ, જે બને છે તે બધું
નિયત જ છે. પણ તે નિયતના નિર્ણયમાં જ્ઞાતાસ્વભાવનો ‘પુરુષાર્થ’ છે, તે વખતે જે નિર્મળ સ્વપર્યાય પ્રગટી
તે જ તે સમયનો ‘કાળ’ છે, સ્વભાવમાં જે પર્યાય હતી તે જ પ્રગટી છે–તેથી તેમાં ‘સ્વભાવ’ પણ આવી ગયો,
અને જેટલે અંશે નિર્મળ પર્યાય પ્રગટી તેટલે અંશે કર્મનો અભાવ છે–તે ‘નિમિત્ત’ છે. આ રીતે એક સમયમાં
પાંચે બોલ એક સાથે આવી જાય છે. તેમાં નિયત–અનિયતરૂપ અનેકાન્ત ઉતારવો હોય તો, જે ભવિતવ્ય છે તે
‘નિયત’ અને નિયત સિવાયના બીજા ચાર બોલ તે ‘અનિયત’ –એ રીતે નિયત–અનિયતરૂપ અનેકાન્ત તે
ભગવાનનો માર્ગ છે. –પણ તેમાં ‘અનિયત’ શબ્દનો અર્થ ‘આઘુંપાછું કે અનિશ્ચિત’ –એમ ન સમજવો, પરંતુ
આત્માના નિયત ધર્મ સિવાયના બીજા ધર્મોનું નામ ‘અનિયત’ સમજવું.
સમ્યક્નિયતમાં તો વિકારી–અવિકારી તેમ જ જડની બધી પર્યાયો આવે છે, કેમકે બધી પર્યાયોનો ક્રમ
નિયત જ છે. અને અહીં કહેલા નિયતસ્વભાવમાં તો એકલો ધુ્રવસ્વભાવ જ આવે છે, તેમાં પર્યાય ન આવે.
પર્યાયના નિયતનો નિર્ણય પણ દ્રવ્યના નિર્ણય વગર કરી શકાતો નથી કેમકે પર્યાયો દ્રવ્યમાંથી જ આવે
છે. નિશ્ચિતપર્યાયનો નિર્ણય કરવામાં દ્રવ્યસન્મુખનો અપૂર્વ પુરુષાર્થ છે, તે નિર્ણય કરનારને પર્યાયબુદ્ધિ રહેતી
નથી; વર્તમાનપર્યાયની બુદ્ધિ અંતર્મુખ થઈને દ્રવ્યમાં ઘૂસી જાય ત્યારે જ સમ્યક્નિયતનો નિર્ણય થાય છે.
પર્યાયમાં સમય સમયનો વિકાર છે તે મારા ત્રિકાળસ્વભાવમાં નથી–એમ બંને ધર્મોથી આત્માને જાણે તો
અવસ્થા વિકાર તરફથી પાછી ખસીને ચૈતન્યસ્વભાવ તરફ ઢળી જાય છે ને સમ્યગ્જ્ઞાન થાય છે.
દ્રવ્યનો ત્રિકાળ નિયતસ્વભાવ છે તેની દ્રષ્ટિ કરે કે પર્યાયના નિયતનો યથાર્થ નિર્ણય કરે, અથવા નિયત
અને પુરુષાર્થ વગેરે પાંચે સમવાયો એક સાથે છે તેને સમજે–તો મિથ્યાબુદ્ધિ ટળીને સ્વભાવ તરફનું વલણ થઈ
જાય છે. જેણે નિયતિનો યથાર્થ નિર્ણય કર્યો તેને આત્માના જ્ઞાન–સ્વભાવનો અને કેવળીભગવાનનો તેમ જ
પુરુષાર્થનો વિશ્વાસ પણ ભેગો જ છે. નિયતિનો નિર્ણય કહો, સ્વભાવનો નિર્ણય કહો, કેવળજ્ઞાનનો નિર્ણય કહો,
પાંચ સમવાયનો નિર્ણય કહો, સમ્યક્પુરુષાર્થ કહો–તે બધું એક સાથે જ છે.
નિયત સાથેના બીજા પુરુષાર્થ વગેરે ચાર બોલ છે તેને નિયતમાં ખતવાતા નથી માટે તેને અનિયત
કહેવાય છે; એ રીતે નિયત અને અનિયત એવો વસ્તુસ્વભાવ છે. અથવા બીજી રીતે–દ્રવ્યનો એકરૂપ સ્વભાવ તે
નિયતધર્મ છે અને પર્યાયમાં વિવિધતા થાય છે તે અનિયતધર્મ છે, –એ રીતે નિયત અને અનિયત બંને ધર્મો
એક સાથે રહેલાં છે. તેમાં નિયતિનયથી આત્માના દ્રવ્યસ્વભાવનું વર્ણન કર્યું, હવે અનિયતનયથી પર્યાયની વાત
કરશે.
–અહીં ૨૬મા નિયતિનયથી આત્માનું વર્ણન પૂરું થયું.