: મહા : ૨૦૦૯ : આત્મધર્મ–૧૧૨ : ૭૩ :
*વધાવું.... માનસ્તંભ ભગવાન*
(વીર સં. ૨૦૦૯ના માગસર સુદ એકમે શ્રી માનસ્તંભજીમાં ભગવાનની
બેઠકનું સ્થાપન થયું તે પ્રસંગે ગવાયેલી ખાસ ભક્તિ)
ધન્યભાગ્ય અમારે આંગણે પધાર્યા માનથંભ ભગવાન........
વધાવું આજ.... હીરલે થાળ ભરી ભગવાન......
સુવર્ણપુરીમાં આજ પધારી ન્યાલ કર્યા ભગવાન;
તુમ ચરણે પ્રભુ નિશદિન રહીને કરીએ આત્મકલ્યાણ....વધાવું આજ....
મહિમા શાશ્વત જિનની ગાજે ત્રણ ભુવનની માંહી;
સેવકને હો જિનની સેવા ધન્ય દિવસ ધન્ય કાળ....વધાવું આજ....
શ્રી માનથંભે રત્ન પટારા ઝૂલે સ્વર્ગની માંહી;
જિનેન્દ્રદેવના વસ્ત્રાભૂષણ શાશ્વત–થંભની માંહી....વધાવું આજ....
વસ્ત્રાભૂષણ ઈન્દ્રો લાવે મધ્ય લોક મોઝાર;
જન્મકલ્યાણકે જિનને પહેરાવે ઈન્દ્ર પૂજે ભગવંત.... વધાવું આજ....
બાગ બગીચા વાવડી સોહે અભિષેક ઘંટા નાદ;
મુક્તિની રમણીકતા આવી માનથંભને દ્વાર....વધાવું આજ....
જ્ઞાયક છો પ્રભુ વિશ્વતણા એ અનંત ગુણના નાથ;
આતમપદ દાતાર છો પ્રભુ ચિદસ્વરૂપ શણગાર...વધાવું આજ...
કલ્પવૃક્ષ મુજ આંગણે ફળીઓ મનચિંતિત દાતાર;
ત્રણભુવનના નાથ પધાર્યા ગુરુજીને હરખ ન માય....વધાવું આજ...
કહાન ગુરુના પરમ પ્રતાપે ભેટયા શ્રી માનસ્તંભ;
જિનવર ઋદ્ધિ નજરે નિહાળી હૈડું હરખી જાય...વધાવું આજ...
પંચમકાળે વિરહ ભુલાવ્યા ભેટાડયા ભગવંત;
જિનેન્દ્રદેવનાં રહસ્ય ખોલ્યાં એ કહાન–ગુરુ જયવંત....વધાવું આજ...