અમર્યાદિત તાકાત છે; અસંખ્યપ્રદેશમાં પ્રભુતાની તાકાત ભરી છે, સિદ્ધની તાકાત આટલા જ ક્ષેત્રમાં
છે, ત્રણકાળ ત્રણલોકને જાણનારો આટલા સ્વક્ષેત્રમાં જ રહેલો છે. ત્યાં, ‘આટલા અલ્પક્ષેત્રમાં આવો
બેહદસ્વભાવ કેમ હોય!’ –એમ અલ્પક્ષેત્રની સામે જોઈને જે બેહદસ્વભાવમાં સંદેહ કરે છે તે જીવ
પર્યાયમૂઢ મિથ્યાદ્રષ્ટિ છે. આત્માનું ક્ષેત્ર ભલે અસંખ્યપ્રદેશી જ હો, પણ એટલા ક્ષેત્રમાં જ અનંત જ્ઞાન–
દર્શન–આનંદ ઉત્પન્ન કરવાની તાકાત તેનામાં ભરી છે. –આમ આત્મસ્વભાવની અમર્યાદિત પ્રભુતાનો
વિશ્વાસ કરતાં પર્યાય વિકસે છે, નાના–મોટા ક્ષેત્રની સાથે તેને સંબંધ નથી. કોઈને પાંચસો હાથનો
આકાર હોય છતાં મોટો મૂઢ હોય, તથા કોઈને સાત હાથનો આકાર હોય ને કેવળજ્ઞાન પામે. માટે ક્ષેત્ર
ઉપરથી સ્વભાવનું માપ નથી. જુઓ, આકાશ લોકાલોક વ્યાપી અનંતઅનંત પ્રદેશી છે, ને પરમાણુ એક
પ્રદેશી જ છે; છતાં, જેમ અનંત પ્રદેશી આકાશ પોતાના સ્વભાવથી ત્રિકાળ ટકે છે તેમ એક પ્રદેશી
પરમાણુ પણ પોતાના સ્વભાવથી ત્રિકાળ ટકનાર છે; પોતપોતાની સત્તાથી બંને પરિપૂર્ણ છે. આકાશમાં
જેટલા અનંત ગુણો છે તેટલા જ ગુણો એક પરમાણુમાં પણ છે; આકાશનું ક્ષેત્ર મોટું અને પરમાણુનું
ક્ષેત્ર નાનું–છતાં તે બંનેમાં પોતપોતાના સરખાં જ ગુણો છે. આકાશનું ક્ષેત્ર મોટું માટે તેનામાં વધારે
ગુણો ને પરમાણુનું ક્ષેત્ર નાનું માટે તેનામાં ઓછા ગુણો–એમ નથી. આ રીતે ક્ષેત્ર ઉપરથી સ્વભાવની
તાકાતનું માપ નીકળતું નથી. જીવ અસંખ્યપ્રદેશી દ્રવ્ય છે છતાં તેના સ્વભાવમાં અનંત કાળ અને
અનંત ક્ષેત્રના પદાર્થોને જાણવાની તાકાત ભરી છે. તે સ્વભાવનો વિશ્વાસ કરે તો તેની અપાર શક્તિનો
વિકાસ થઈ જાય છે. સ્વભાવની સામે જોવાથી જ સ્વભાવનો વિશ્વાસ થાય છે; એ સિવાય બહારમાં
બીજો કોઈ તેનો ઉપાય નથી.
છે. નિમિત્ત તો પર છે ને પર્યાય અધૂરી છે તેના ઉપર જોર આપતાં તે મર્યાદિતના લક્ષે મર્યાદિતપણું જ
રહે છે, પણ વિકાસ થતો નથી. ત્રિકાળીસ્વભાવનું જોર આપતાં પર્યાયમાં પણ અમર્યાદિતશક્તિ ખીલે
છે.
વિકાસમાં તે જરાય સંકોચ રાખે તેવો નથી. અનંતી કેવળજ્ઞાન પર્યાયો વિકસે તોપણ આત્મામાં કદી
સંકોચ પડતો નથી. આત્મામાં એવી શક્તિ છે કે તેનો વિશ્વાસ કરીને તેનું અવલંબન લેતાં કેવળજ્ઞાન
પૂરું વિકસે, તેમાં સંકોચ ન રહે. પણ આવા આત્માને સમજવાની દરકાર કરવી જોઈએ. બહારમાં બુદ્ધિ
લગાવીને મફતનો અભિમાન કરે છે તેને બદલે અંતરમાં પોતાના આત્માને પકડવા માટે બુદ્ધિ
લગાવવી જોઈએ, તેની રુચિ અને ઉલ્લાસ જોઈએ. અનંતકાળમાં પૂર્વે કદી નથી કરી